એક અભ્યાસ મુજબ સોશીયલ મીડિયા પર સેલ્ફી પોસ્ટ કર્યા પછી આપોઆપ વધી જાય છે હીન ભાવના, જાણો કઈ રીતે..

13

વર્તમાન સમયમાં મોબાઈલ દરેક વ્યક્તિના જીવનનું એક અભિન્ન અંગ બની ગયું છે. મોટા ભાગે દરેક આવિષ્કાર કે નવી શોધ એક સિક્કાની બે બાજુ સમાન હોય છે.બંદુક, પિસ્તોલ, જેવા હથીયારોનો આવિષ્કાર હિંસક વન્ય પ્રાણીઓ સામે સ્વ રક્ષણ માટે થયો હતો નહિ કે કોઈની હત્યા કરવા માટે. ડાઈનેમાઈટની શોધ ખડકાળ જમીનને, પત્થરોને કે પર્વતોને તોડવા માટે થયેલ, પણ તેનો ઉપયોગ કોઈ દુશ્મનની માલ મિલકતને ઉડાવી દેવા માટે નહિ. મનુષ્યનો જાતિગત સ્વભાવ છે કે સારી બાબતકરતા ખરાબ વસ્તુનો “સંગ” પહેલા કરશે. ઉપરના વાક્યમાં તમે વાંચ્યું કે, “મોબાઈલ દરેક વ્યક્તિના જીવનનું એક અભિન્ન અંગ બની ગયું છે.” પરંતુ લોકો મોબાઈલનો સારી અને સાચી જગ્યાએ ઉપયોગ કરવાને બદલે ગલત ઉપયોગ વધારે કરે છે. તેમાં પણ સેલ્ફીના ક્રેઝથી તો જુના જમાનાના ફોટોગ્રાફરના ધંધા બંધ કરાવી દીધા.

મોબાઈલમાં સેલ્ફી પાડવી કોઈ અયોગ્ય બાબત નથી પણ ચોરી છુપીથી મોબાઈલમાં કોઈના ફોટા પાડવા, અશ્લીલ વિડીયો ઉતારવો વગેરે બાબત ચોક્કસ યોગ્ય ગણાય. લોકોમાં સેલ્ફી ક્યાં, કેવી રીતે, કેટલી સલામતીથી પાડવી જોઈએ તેની સમજણનો અભાવ જોવા મળે છે અથવા તો બે ખબર કે બે દરકાર જોવા મળે છે. જેનું પરિણામ ક્યારેક જીવલેણ પણ સાબિત થાય છે.તો ચાલો આજે અમે તમને મોબાઈલમાં સેલ્ફી બાબતે અમુક જાણકારી દર્શાવીએ.

મોબાઈલમાં સેલ્ફી લેવી ક્યારેક જીવલેણ તો સાબિત થાય જ છે પણ સાથે સાથે વ્યક્તિની માનસિક સ્થિતિ સાથે પણ ખરાબ અસર પડે છે. હાલમાં એક નવા રિસર્ચ અને સંશોધન મુજબ જાણવા મળ્યું છે કે સેલ્ફી લેવાથી ઘણીવાર બીજા પણ અનેક ખતરનાક પરિણામો જોવા મળ્યા છે. આ રીસર્ચ અને સંશોધનમાં જાણવા મળ્યું છે કે મોબાઈલમાં લીધેલ સેલ્ફી કેટલાક લોકોને કોસ્મેટીક સર્જરી કરાવવા માટે ઉત્સાહિત કે પ્રોત્સાહિત કરે છે.

આ અભ્યાસના તારણ મુજબ મોબાઈલમાં સેલ્ફી લીધા પછી તે વ્યક્તિની માનસિક સ્થિતિ પર ખુબજ ખરાબ અસર જોવા મળે છે. વારંવાર સેલ્ફી લેતા લોકો વધારે ચિંતિતજોવા મળે છે. તેવા લોકોનો આત્મવિશ્વાસ ઓછો થતો જાય છે.જેથી તેઓ શરીરના આકર્ષણની બાબતમાં ઉણપ અનુભવે છે. સેલ્ફી લેતા કેટલાય લોકોમાં પોતાના દેખાવની બાબતમાં હીનભાવના એટલી હદ સુધી વધી જાય છે કે તે તેમાં બદલાવ લાવવા માટે કોસ્મેટીક સર્જરી કરાવવા માટે વિચારતા થઇ જાય છે.

આ રીસર્ચ અને સંશોધન એસ્થેટિક ક્લીનીક્સેકર્યું હતું. સેલ્ફીને લીધે હીનભાવના થવાથી કોસ્મેટીક સર્જરી કરાવવા માટે કોલકાતા, દિલ્હી, મુંબઈને હૈદરાબાદનાએસ્થેટિક ક્લીનીક્સમાં જતા 300 લોકોને અભ્યાસમાં સામેલ કર્યા હતા. જેમાં ઉપરની બાબત ધ્યાનમાં આવી હતી. આ અભ્યાસમાં એ પણ ધ્યાનમાં આવ્યું હતું કે, કોઈ ફિલ્ટરનો ઉપયોગ કર્યા વગર સેલ્ફી પોસ્ટ કરતા લોકોમાં ચિંતામાં વધારો અને આત્મ વિશ્વાસમાં ઘટાડો જોવા મળે છે.

કેટલીક વાર એવું બને છે કે સેલ્ફી લઈને તેને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યા પછી તેમનો મૂડ ખરાબ થઇ જાય છે. જેની સીધી અસર આત્મવિશ્વાસ પર થાય છે. જે લોકો સોશ્યલ મીડિયા પર પોતાની સેલ્ફીને પોસ્ટ કરતા પહેલા બીજીવાર સેલ્ફી લ્યે છે અથવા તો તેને એડિટ કરે છે તેવા લોકો પણ બેચેની અનુભવે છે.

આ રીસર્ચ અને સંશોધનના અભ્યાસમાં જોવા મળ્યું છે કે દર્દીઓ વારંવાર પોતાની સેલ્ફી લઈને તેને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યા પછી વધારેચિંતિત, આત્મવિશ્વાસમાં ખામી અને શારીરિક રૂપથી આકર્ષક કે આકર્ષણમાં ઉણપનો અનુભવ કરે છે. એટલુજ નહિ પણ જયારે દર્દીઓએ પોતાની સેલ્ફી વારંવાર લીધી હોય અને તેમાં અમુક ફેરફાર કર્યા હોય તો તેમણે સેલ્ફીના નુકશાનકારક પ્રભાવનો પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો.

આ અભ્યાસ પરથી એટલું તો ચોક્કસ સાબિત થાય છે કે જે લોકોમાં આત્મવિશ્વાસની ખામી હોય છે તેના પર સેલ્ફીની સૌથી ખરાબ અસર પડે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment