એક 8 વર્ષનો બાળક ભગવાનને મળવા માંગતો હતો, જાણો શું કર્યું પછી આ બાળકે ?…

27

એક 8 વર્ષનો બાળક તેના માતા પિતાને વારંવાર ભગવાનને મળવાની ઈચ્છાની જીદ કરતો હતો. તેના માતા પિતા તેને બાળક સમજી કૈકને કૈક બહાનું બતાની તે વાતને ટાળી દેતા હતા. પરંતુ આ બાળકની તમન્ના હતી કે તે ભગવાનના દર્શન કરે તેમને રૂબરૂ મળે અને ભગવાનની સાથે બેસીને ભોજન કરે. પરંતુ તેમના માતા પિતા દરરોજ બહાના બતાવતા હોવાથી એક દિવસ થેલીમાં થોડુક ખાવાનું લઇ કોઈને કહ્યા વિના તે ઘર છોડી ભગવાનને મળવા ચાલી નીકળ્યો.

ચાલતા ચાલતા તે ઘરથી ખુબજ દુર એક નદી કિનારે આવી પહોંચ્યો. ત્યાં તેણે જોયું કે નદીના કિનારા પાસે તટ પર એક બુઝુર્ગ વ્યક્તિ બેઠો હતો. આ વ્યક્તિ ભલે બુઝુર્ગ હતો પણ તેની આંખોમાં કોઈ અલૌકિક દિવ્ય ચમક દેખાતી હતી. એવું લાગી રહ્યું હતું કે જાણે તે બુઝુર્ગ આ બાળકનો જ ઇન્તઝાર કરતો હતો.

બાળક આ બુઝુર્ગની પાસે જઈને બેસી ગયો. તેની સાથે બાળકની ભાષામાં વાત કરી અને સાથે લાવેલ થેલીમાંથી ખાવાનું બહાર કાઢી ખાવા લાગ્યો. આ દ્રશ્ય જોઈ રહેલા પેલા બુઝુર્ગ સામે બાળકે મુશ્કુરાઈને રોટલી સાથેનો હાથ લંબાવ્યો તો પેલા બુઝુર્ગે વિના સંકોચે બાળકના હાથમાંથી રોટલી લઇ ખાવા લાગ્યા. બુઝુર્ગના ચહેરા પર એક અજીબ પ્રકારની ખુશી અને આનંદ આવી ગયો. સાથે આંખમાં આંસુ પણ આવી ગયા.

આવી રીતે આ બુઝુર્ગ અને પેલા બાળકે એક સાથે બેસીને પ્યાર અને મહોબતથી ભોજન કર્યું. જ્યારે રાતવધુ પસાર થવા લાગી તો બાળક આ બુઝુર્ગને પ્રેમથી ગળે લગાવી તેની વિદાય લઇ પોતાના ઘર તરફ પાછો જવા લાગ્યો. બાળકે પાછળ વળીને જોયું તો પેલા બુઝુર્ગ એકી નઝરે તેના તરફ જ જોઈ રહ્યા હતા. બાળક જ્યારે ઘરે આવ્યો ત્યારે તેની માતાએ તેને ગળે લગાડી દીધો.

બાળક ખુબજ ખુશ હતો. તેની માતાએ તેના પુત્રને આટલો ખુશ ક્યારે જોયો નહોતો. તેનું કારણ પૂછતાં બાળકે કહ્યું કે, “માં આજે મેં ભગવાન સાથે બેસીને રોટી ખાધી અને તેને પણ ખવડાવી. જો કે ભગવાન ખુબજ વૃદ્ધ થઇ ગયા હતા. પણ તેમ છતાં તે ખુબજ વ્હાલા હતા. તેમને મારી સાથે વાતો પણ કરી અને મારા માથા પર હાથ પણ મુક્યો.”

આ બાજુ પેલા બુઝુર્ગ તેના ગામ પહોંચ્યા ત્યારે ગામ લોકોએ જોયું કે આ બુઢ્ઢો આજે ખુબજ ખુશ દેખાય છે. લોકોએ તેને ખુશીનું કારણ પૂછ્યું ત્યારે આ વૃદ્ધે જણાવ્યું કે હું બે દિવસથી ગામની બહાર નદીના કિનારે તટ પર એકલો ભૂખ્યો બેઠો હતો, પણ મને વિશ્વાસ હતો કે પરમાત્મા કોઈને કોઈ સ્વરૂપે મારી પાસે આવશે અને મને તેના હાથથી પ્રેમથી જમાડશે.

આજે ભગવાન સ્વયંબાળ સ્વરૂપે મારી પાસે આવ્યા અને મને પ્રેમથી જમાડ્યો વાતો કરી અને જતા જતા તેમને મને પ્રેમથી ગળે પણ લગાડ્યો. પરમાત્મા ખુબજ માસુમ છે અને તે એક બાળક જેવા દેખાય છે.

અસહાય અને આશ્રિત લોકોની સહાયતા કરવી એ જ ભગવાનની મોટામાં મોટી સેવા છે. આવું ધર્મ ગ્રંથોમાં પણ કહેવામાં આવ્યું છે. જ્યારે પણ સમય મળે ત્યારે કોઈને કોઈ સ્વરૂપમાં જરૂરીયાત વાળા લોકોની કે અન્ય જીવોની મદદ કરો. તેનાથી તમને પણ આનંદ મળશે અને બીજાને પણ આવું કરવાની પ્રેરણા મળશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment