ઈંડું ફ્રેશ છે કે નહિ, આ રીતથી લગાવો તપાસો….

10

જયારે પણ આપણે બજારમાંથી કોઈ સમાન ખરીદીએ છીએ તો સૌથી પહેલા તેની એક્સપાયરી ડેટ જરૂર જોઈએ છીએ, તેનાથી ખબર પડે છે કે તે ક્યારે બનેલો છે અને ક્યાં સુધી તેનો ઉપયોગ કરવામાં આવી શકે છે. ઘણી બધી વસ્તુઓ બજારમાં મળે છે, જેની એક્સપાયરી ડેટ ન હોય.

આપણે બધા જાણીએ છીએ કે ઈંડું એક નિશ્ચિત સમય બાદ ખરાબ થઇ જાય છે, પણ તેની કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી. જણાવી દઈએ કે ફ્રીઝમાં ન રાખેલા ઈંડાની ઉમર સાતથી દસ દિવસ સુધીની હોય છે અને જયારે તેને ફ્રીઝમાં તેને ૩૦ દિવસ સુધી રાખી શકાય છે.

ઈંડાને લાંબા સમય સુધી રાખવા માટે તેને ફ્રીઝમાં કાર્ટન સાથે રાખવું જોઈએ. આવું કરીને તેનું તાપમાન એકસમાન બની રહે છે. આવો જાણીએ કેટલીક ટીપ્સ, જેનાથી તમે ઈંડા ખરીદતી વખતે ખબર પડી શકશો કે ઈંડા ફ્રેશ છે કે નહિ?

ઈંડાને ફ્રેશનેસને ખબર પાડવા માટે તમારે ફ્લોટિંગ ટેસ્ટ કરવું પડશે. તેમાં ઈંડાને વગર ફોડયે ઠંડા પાણીથી ભરેલા વાસણમાં નાખવું પડશે. જો ઈંડું નીચે ડૂબી જાય અને કિનારા પર સીધું પડી જાય તો તેનો અર્થ એમ છે કે ઈંડું ફ્રેશ છે.

પાણીમાં નીચે જઈને ઈંડું ઉભું થઇ જાય છે, તો તેનો મતલબ છે કે ઈંડું થોડાક દિવસ જુનું છે પણ તમે તેને અત્યારે ખાઈ શકો છો. જો ઈંડું પાણીની સપાટી પર તરવા લાગે તો તેનો મતલબ એમ છે કે ઈંડું ખરાબ થઇ ગયું છે.

ખરાબ ઈંડાનો આવી રીતે કરો ઉપયોગ

ખરાબ ઈંડાનો તમે તમારા છોડમાં ફર્ટીલાઈઝર દ્વારા ઉપયોગ કરી શકો છો.

તમે આ ઈંડાઓને તમારા વાળો પર પણ હેયર માસ્કની જેમ લગાવી શકો છો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment