ઈયરફોનનો વધુ ઉપયોગ કરવાથી તમે થઇ શકો છો આ સમસ્યાઓનો શિકાર, જાણો વધુ માહિતી…

24

એવું કહેવામાં આવે છે કે જો મ્યુજિક સાંભળવામાં આવે તો વ્યક્તિ ચિંતામુક્ત થઇ જાય છે. આ વાતને ફોલો કરતા આપણે બધા દિવસમાં ન જાણે કેટલાય કલાકો ઈયરફોન પર ગીતો સાંભળવામાં વિતાવી દઈએ છીએ. ગીત સાંભળવા એ કોઈ અપરાધ નથી, પરંતુ જો ઇયરફોનનો તમે ઉપયોગ કરો છો તો તે તમારા સાંભળવાની શક્તિને અસર કરે છે. ઈયરફોનના નકારાત્મક પ્રભાવો વિશે અને જાણીએ કે કઈ રીતે આ પ્રભાવોથી બચી શકાય છે.

‘ચેક યોર હિયરીંગ’. જણાવી દઈએ કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની મુજબ આખી દુનિયામાં ૪૬૬ મિલિયન લોકો એવા છે, જેમણે પોતાની સાંભળવાની શક્તિ ગુમાવી દીધી છે અને ભવિષ્યમાં આ આકડા ૬૩૦ મિલિયનને વટી શકે છે. એવું કહેવામાં આવે છે કે લોકોનો ઈયરફોનની તરફ વધતો ક્રેઝ આ સમસ્યાને વધુ ગંભીર બનાવી રહ્યો છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)  એ એક નવી એપ ‘hearWHO’ ચાલુ કરી છે. આ આપ ISO અને Android પર ચલાવી શકો છો. અને પ્લે સ્ટોર પર પણ ઉપલબ્ધ છે. આ એપ તમારા કાનની સંભવાની શક્તિનું સંકલન કરે છે. તમારે બસ ઈયરફોન લગાડવાના છે અને આ ટેસ્ટ કરવાનું છે. તેના પછી તમને એક સ્કોર આપવામાં આવશે, જેનાથી ખબર પડશે કે તમારી સાંભળવાની શકતી કેટલી સારી છે. જો તમારો સ્કોર ઓછો આવે તો આ એપ તમને કોઈ ઈએનટી ડોક્ટરની પાસે બતાવવાની સલાહ પણ આપે છે.

અને એ પણ જણાવી દઈએ કે, ભારતમાં ઘણા લોકોને સાંભળવામાં તકલીફ થાય છે, પરંતુ ડોકટરોનું કહેવું છે કે આ સમસ્યાને મટાડી શકાય છે. એમ તો હવે OAE અને BERA જેવા ટેસ્ટ પણ ઉપલબ્ધ છે, જેનાથી કોઈ પણ પીડા વગર કાનની સમસ્યા વિશે જાણી શકાય છે અને અને તમે યોગ્ય સમય પર તેનું નિદાન કરાવી શકો છો.

ઈયરફોનનો વધુ ઉપયોગ કરવાથી તમે આ સમસ્યાનો શિકાર થઇ શકો છો.

૧.) એયર પૈસેજ બંધ થવાનું જોખમ :

હાલના નવા ઈયરફોન એવી ટેકનોલોજી સાથે આવી રહ્યા છે કે તમે બહુજ સારા અવાજમાં બધુજ સાંભળી શકો છો. પરંતુ આ ઈયરફોનને તમારે પોતાના ઈયર કેનાલની પાસે લગાવવા પડે છે, જેના કારણે હવાનો પ્રવાહ રોકાઈ જાય છે. જેનાથી તમે થોડોક સમય પછી ઇન્ફેકશનથી ગ્રસ્ત થઇ શકો છો.

૨.) કાનની નિષ્ક્રિયતા :

જે લોકો દિવસમાં ઘણા કલાકો ઈયરફોનનો ઉપયોગ કરે છે, તેમને એ અનુભવ જરૂર થયો હશે. જયારે આપડે ઘણા લાંબા સમય સુધી ઈયરફોન લગાડી રાખીએ છીએ અને પછી કાઢીએ છીએ તો આપડા કાન નિષ્ક્રિય થઇ જાય છે. આપણને થોડા સમય સુધી કઈ પણ સરખું સંભળાતું નથી. શરૂઆતમાં આ સમસ્યા નાની લાગે છે પરંતુ લાંબા સમયે તેનાથી તમારી સાંભળવાની શકિત હંમેશા માટે પ્રભાવિત થઇ શકે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment