દેવાધી દેવ ગણપતિના મંદિરો તો તમે ઘણા જોયા હશે પરંતુ પવિત્ર પર્વત ગિરનારની ગોદમાં બિરાજતા વિઘ્નહર્તાનો મહિમા છે નિરાળો!

279

વક્રતુંડ મહાકાય સૂર્યકોટિસમપ્રભ |
નિર્વિધ્નં કુરું મે દેવ સર્વકાર્યેષુ સર્વદા ||

પ્રાચીન કાળથી સનાતન ધર્મ સંસ્કૃતિમાં શ્રી ગણપતિ પૂજનનો મહિમા ગવાયો છે. ઋગવેદ ‘ગણાનાં ત્વાં ગણપતિં હવામહે’ એમ કહીને શ્રી ગણેશજીનું આવહાન કરે છે. વિનાયક, વિધ્નહર્તા, ગણેશ અને ગજાનન જેવા જુદા જુદા નામથી પ્રચલિત શ્રી ગણેશજીના કુલ 108 જુદા જુદા નામ ગણાવાયા છેપરંતુ, પવિત્ર પર્વત ગિરનારની ગોદમાં બિરાજતા વિઘ્નહર્તાનો મહિમા સૌથી અનોખો છે. ઇગલ ગણપતિ તારીખે દુનિયાભરમાં પ્રખ્યાત લંબોદરનો શું છે મહિમા આવો જોઈએ.ગૌરી પુત્ર ગણેશજીનો જન્મોત્સવની ઉજવણી દેશ ભરમાં અને ગુજરાતમાં પણ ધામધૂમ પૂર્વક થઈ રહી છે ત્યારે જૂનાગઢમાં એકમાત્ર આવેલ ઈગલ ગણપતિ બાપાનું મંદિર આવેલું ત્યારે ગણેશ ભક્તો ઇગલ ગણપતિ બાપાના દર્શન કરવા ભારે ભીડ જોવા મળી રહી છે અને સ્વંયમભુ રીતે પ્રગટ થયેલ ગણપતિની મૂર્તિને લોકો આજે પણ શ્રધ્ધાથી માને છે .પૂજન અર્ચન કરીને ઇગલ ગણપતિ બાપાના આશીર્વાદ મેળવીને લોકો ધન્યતા અનુભવે છે.જૂનાગઢથી રાજકોટ રોડ ઉપર જતા દોલતપરા વિસ્તારમાં આવેલું છે ઇગલ ગણપતિ બાપાનું મંદિર જોકે આ મંદિર શહેર થી 2 કિલોમીટર દૂર આવેલું છે અને આ ગણપતિ બાપાનું મંદિર એક પ્રાઇવેટ માલિકીનું છે.ચૌહાણ પરિવારના દાદા એ આ દોલતપર વિસ્તારમાં બિઝનેશ અર્થે જમીન લીધી હતી અને આ જમીન ઉપર એક અતિ પ્રાચીન કૂવો પણ આવેલો હતો ત્યારે એ સમયમાં કૂવા ને ઊંડો ઉતરવા માટે નું કામ શરૂ કર્યું હતું અને 5 થી 10 ફૂટ કૂવો ઊંડો ઉતાર્યો ત્યારે તેમાંથી સ્વંયમભુ રીતે પ્રગટ થયેલ ગણપતિ બાપા ની મૂર્તિ નીકળી હતી અને ત્યારેજ ચૌહાણ પરિવાર વાર દ્વારા ગણપતિ બાપાની મૂર્તિ ને કૂવાની બાજુમાંજ મંદિર બનાવી ને સ્થાપના કરવામાં આવી હતી આ મૂર્તિ 1960માં નીકળી હતી ત્યાર બાદ ધીરે ધીરે ચૌહાણ પરિવારે મંદિર નિર્માણ કર્યું શરૂ કર્યું હતું.

જેમ જેમ લોકોને ખબર પાડવા માંડી અને લોકો સ્વંયમભુ રીતે પ્રગટ થયેલ ગણપતિ બાપાના મંદિરે દર્શન કરવા આવતા થયા આજે જયારે 56 વર્ષ આ જૂનું મંદિર છે ત્યારે જૂનાગઢ માં એક માત્ર ગણપતિ બાપા નું મંદિર છે.

જયારે 1960 માં ગણપતિ બાપાની મૂર્તિ નીકળી ત્યારે ડોંગરેજી મહારાજે અહીં પધારીને ગણપતિ બાપાની મૂર્તિની પ્રાણ પ્રતીષ્ઠા કરી હતી અને ત્યારબાદ, એવું કહેવામાં આવ્યું કે, માત્ર ગણપતિ બાપાનું એકલું મંદિર ના હોવું  જોઈએ, તેની સાથે તેના સાથે તેની પત્ની રિદ્ધિ સિદ્ધિ પણ હોવા જોઈએ ત્યારે ચૌહાણ પરિવાર એ મંદિર માં ગણપતિ બાપાની સાથે તેના ધર્મ પત્ની રિદ્ધિ – સિદ્ધિ પણ સ્થપના કરવામાં આવી ત્યારે મંદિર આજે પણ કોઈ દાનપેટી કે ધર્માદો સ્વીકારવામાં આવતો નથી અને ગણપતિ મંદિર નો સંપૂર્ણ ખર્ચ ચૌહાણ પરિવાર ઉપાડે છે.

ત્યારે આજે ઇગલ ગણપતિ બાપા ને દૂર દૂર થી લોકો દર્શન કરવા આવેછે અને ગણપતિબાપામાં પુરી આસ્થા અને શ્રદ્ધા સાથે ધન્યતા અનુભવે છે.પ્રકાશભાઈ ચૌહાણ જે આ ફેકટરીના માલિક છે તે જણાવે છે કે,  સ્વયંરીતે પ્રગટ થયેલ ગણપતિ બાપાનો ભાવિકોમાં અનેરી શ્રદ્ધા ધરાવે છે. ત્યારે મુંબઈમાં આવેલ સિદ્ધિ વિનાયક મંદિરના ગણપતિ બાપાની મૂર્તિ જમણી સૂંઢના ગણપતિ આવેલ છે. ત્યારે ઇગલ ગણપતિ બાપા ની મૂર્તિ ડાબી સૂંઢના ગણપતિની છે. ત્યારે ભાવિકો ભાદરવી ચોથના દિવસે હજારોની સંખ્યામાં પગપાળા ચાલીને પોતાની માનતા ઉતારવા આવે છે અને ગણપતિ બાપા માં પુરી શ્રદ્ધા રાખે છે.

જૂનાગઢમાં સુપ્રસિદ્ધ ઇગલ ગણપતિ મંદિરે સવારે 7 વાગે અને સાંજે 7 વાગે આરતી કરવામાં આવેછે અને સકંટ ચોથ અને દર મંગળવારે અને રવિવારે લોકોની ભારે ભીડ જોવા મળેછે ત્યારે ત્યારે આરતી સમયે મંદિર પરિસરમાં લાંબી લાઈનો પણ જોવ મળેછે અને ગણપતિ બાપાને શીશ જુકાવી દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

હાલ, જૂનાગઢના ઇગલ ગણપતિ મંદિરનો દિવસે દિવસે એટલો પ્રચાર પ્રસાર થઈ ગયો છે કે દુનિયાભરના લોકો અહીં દર્શન કરવા પધારે છે અને તમામની મનોકામના પૂર્ણ કરે છે. ત્યારે ગણપતિનો પ્રિયવાર એટલે મંગલવારના વિશેષ દિવસે ગણેશ ભક્તો ની ભારે ભીડ જોવા મળેછે.

હાલ ઇગલ ગણપતિ બાપાનો મહિમા એટલો વધી ગયો છે કે મંગળવારના દિવસે લોકો 2 થી 3 કિલોમીટર ખુલા પગે પગપાળા ચાલી માનતા રાખે છે અને ગણપતિ બાપાના શ્રધ્ધાથી દર્શન કરેછે અને ગણપતિબાપાના અતિ પ્રિય એવા મોદકના લાડુનો પ્રસાદ ધરવામાં આવે છે. સાથે સાથે શ્રીફળ અને ફૂલોના હાર પણ ગણપતિ બાપાને ચડવામાં આવે છે. આજે યુવા વર્ગ પણ એટલી જ શ્રધ્ધા ધરાવેછે અને દૂર દૂરથી ચાલીને ઇગલ ગણપતિ મંદિરે દર્શન કરવા ઉમટી પડે છે.

આભાર : વિજયસિંહ પરમાર(વી.ટી.વી ન્યુઝ રીપોટર, જૂનાગઢ)

લેખન : તૃપ્તિ ત્રિવેદી 

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment