“અભિનંદન” દુશ્મનના કિલ્લામાં પણ નિડર દેખાયા હતા, ભારત માતાકી જય બોલીને કર્યું હતું ફાયરીંગ…

26

આખો દેશ ભારતીય વાયુસેનાના પાયલટ અભિનંદનના સહકુશળ સ્વદેશ પાછા આવવા માટેની દુઆ કરી રહ્યો છે. ભારતીય વાયુસેનાના પાયલટે પકડાઈ જવા છતાં પણ પોતાની વીરતા અને સાહસનો પરિચય આપ્યો. જયારે તેમનું વિમાન પડ્યું તો તે સમયે પણ તેમણે પોતાનું પરાક્રમ દેખાડીને પાકિસ્તાનીઓને હેરાન કરી નાખ્યા.

પાકિસ્તાની અખબારની રીપોર્ટમાં પણ વિંગ કમાન્ડર અભિનંદનને બહાદુર પુરૂષ માનવામાં આવ્યા.

પાકિસ્તાની અખબાર ડોનના રીપોર્ટ મુજબ, LoC પાસે રહેનારા સોસીયલ એક્ટીવીસ્ટ ૫૮ વર્ષના મહોમ્મદ રજ્જાક ચોધરીએ આકાશમાં કોઈ જોરદાર ધમાકાનો અવાજ સાંભળીયો.

જયારે તે પાસે ગયા તો જોયું કે એક એયરક્રાફ્ટમાં આગ લાગેલી હતી. રજ્જાકે જમીન પાઈ કે પેરાશુટ ઉતરતું જોયું. પેરાશુટમાંથી અભિનંદન એક તળાવમાં કૂદયા અને થોડાક દસ્તાવેજ અને મેપ્સ ગળવાની કોશિશ કરી. રજ્જાકની મુજબ, પેરશુટમાંથી ઉતરેલો પાયલટ એકદમ સુરક્ષિત અને શાંત દેખાઈ રહ્યું હતું.

અભિનંદને ત્યાં ભેગા થયેલા લોકોને પૂછ્યું કે તે ભારતમાં છે કે પાકિસ્તાનમાં? જેના જવાબમાં એક બાળકે ચાલાકીથી કહ્યું કે તે ભારતમાં જ છે. પાયલટે તેના પછી નારા બોલ્યા અને પૂછ્યું કે તે ભારતમાં કઈ જગ્યાએ છે.

તે છોકરાએ અભિનંદનને જણાવ્યું કે તે કિલ્લામાં છે. અભિનંદનના દેશ પ્રેમના નારા થોડાક પાકિસ્તાની છોકરાઓ સહન ન કરી શક્યા અને પાકિસ્તાન આર્મી જિંદાબાદનો નારો બોલવા લાગ્યા. અભિનંદન સમજી ગયા કે તે પાકિસ્તાનમાં છે પરંતુ થોડો પણ દર રાખ્યા વગર તેમણે હવામાં ફાયરીંગ કર્યું.

હાથમાં પથ્થર લઈને ઉભા લોકોને ડરાવવા માટે ભારતીય પાયલટે હવામાં ફાયરીંગ કરી. આ કપરી પરિસ્થિતિમાં પણ અભિનંદનએ પોતાનો સાહસ જાળવી રાખ્યો અને પાકિસ્તાનના સામાન્ય નાગરિકોની સુરક્ષાનું પણ ધ્યાન રાખ્યું. તે એક તળાવમાં કૂદયા અને પોતાના પોકેટમાંથી થોડાક ડોક્યુમેન્ટ કાઢીને નષ્ટ કરવાની કોશિશ કરી, જેથી પાકિસ્તાનની સેનાના હાથે કઈ પણ આવી ન શકે.

પાકિસ્તાનમાં જાહેર કરવામાં આવેલા વિડીયોમાં ભારતીય પાયલટ અભિનંદન ઘાયલ જોવા મળે છે અને તેમના હાથ પણ બાંધેલા છે. તેમના ચેહરા પરથી લોહી નીકળતું દેખાઈ છે પરંતુ ચેહરા પર એજ વિશ્વાસ અને હિંમત દેખાઈ રહી હતી.

દુશ્મનની કેદમાં હોવા છતાં પણ ભારતીય પાયલટ અભિનંદનની હિંમ્મત થોડી પણ ન ડગી હોય તેવું દેખાતું ન હતું.

અભિનંદનના પિતા પણ વાયુસેનામાં પોતાની સેવા આપી ચુક્યા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment