દુનિયાનું સૌથી ભયાનક સ્વિમિંગ પુલ, જ્યાં સારા સારા તરવૈયાઓના પણ છુટી જાય છે પરસેવો…

69

તમે ક્યારેય ન કયારેય સ્વિમિંગ પુલમાં ડૂબકી તો મારી જ હશે, પણ શું તમે એવા સ્વિમિંગપુલમાં ગયા છો, જે જમીનથી ઘણા ફૂટ ઉપર હવામાં લટક્યો હોય. આજે અમે તમને એવા જ સ્વિમિંગ પુલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે દેખાવમાં ખુબ જ સુંદર હોય, પણ તે તેટલો જ ખતરનાક પણ છે.

આ સ્વિમિંગ પુલ ઇટલીના દક્ષીણ ટાયરોલ પ્રાંતમાં છે, જેણે ‘હ્યુંબર્ટ્સ હોટલ’ ઉપર બનાવવામાં આવ્યો છે. આ સ્વિમિંગ પુલ જમીનથી 40 ફીટની ઉંચાઈ પર બનેલો છે, જેની લંબાઈ 82 ફીટ છે.

આ સ્વિમિંગ પુલની વચ્ચે કેટલાક ભાગ પર પારદર્શી કાંચ લાગેલા છે, જે તેને ખુબ જ ખાસ અને ખુબ જ ખતરનાક બનાવે છે. આ જ કારણ છે કે આ સ્વિમિંગપુલમાં તરતી વખતે સારા સારા તરવૈયાઓના પણ પરસેવો નીકળી જાય છે.

આ સ્વિમિંગ પુલમાં તરવાવાળો દરેક પર્યટકને પહાડોની વચ્ચે હવામાં તરવાનો અનુભવ થાય છે, તે કદાચ જ બીજા સ્વિમિંગ પુલમાં થતું હશે. અહિયાં સ્વિમિંગ પુલમાં લાગેલા કાંચના ફ્લોરમાંથી નીચે જોવાની ઘણા લોકો હિંમત કરી શકતા નથી.

હોટલ હ્યુબર્ટ્સમાં બનાવેલો આ ડરામણો સ્વિમિંગ પુલ લોખંડના ચાર મજબુત પીલોર પર ટકેલો છે. જો તમે પુલની નીચે જોવા ન પણ જોવા ઈચ્છે તો તમે આસપાસની સુંદરતા પહાડીઓને જોઇને રોમાંચિત થઇ શકે છે, કારણ કે અહિયાંનો નજરો કઈક એવો જ હોય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment