દુનિયાનું એક એવું અજીબ ચીડિયાઘર, કે તેને જોવાથી મગજ પણ ચક્રાવવા લાગશે…

78

તમે તમારા જીવનમાં ઘણી વખત જીવ જંતુઓને જોવા માટે ચીડિયાઘરમાં અથવા વાઇલ્ડ લાઈફ પાર્ક વગેરેમાં ગયા હશો, જ્યાં તમે પીંજરામાં બંધ અથવા વાડામાં જ પ્રાણીઓને જોયા હશે. પરંતુ શું તમે જાણો છો કે આ દુનિયામાં એક એવું પણ ચીડિયાઘર છે જ્યાં માણસોને પીંજરામાં બંધ કરવામાં આવે છે અને પ્રાણીઓ ખુલ્લેઆમ ફરે છે.

સાંભળવામાં આ બહુ જ અજીબ છે પરંતુ આ હકીકત છે. આ ચીડિયાઘરમાં પ્રાણીઓની જગ્યાએ ટુરિસ્ટોને જ પીંજરામાં કેદ કરી દેવામાં આવે છે. જી હા, ચીનમાં એક એવું ચીડિયાઘર છે, જેનું નામ “લેહે લેદુ વાઇલ્ડલાઈફ જૂ” છે. અહિયાં પર પ્રાણીઓ છુટા ફરતા હોય છે અને અહિયાં ફરવા આવેલા લોકો પીંજરામાં બંધ થઈને જીવ જંતુઓને જોવે છે.

આ ચીડિયાઘર ચીનના ચૌંગક્વિંગ શહેરમાં આવેલ છે. ચીનનું આ ચીડિયાઘર ૨૦૧૫ માં ખોલવામાં આવ્યું હતું. લેહે લેદુ વાઇલ્ડલાઈફ જૂ નામના આ ચીડિયાઘરમાં માણસોને પ્રાણીઓની નજીક જવાની અનોખી તક મળે છે. અહિયાં ટુરિસ્ટ પ્રાણીઓને પોતાના હાથોથી ખાવાનું પણ ખવડાવી શકે છે. માણસોથી ભરેલા પિંજરાને પ્રાણીઓની આજુબાજુ લઇ જવામાં આવે છે, એટલે કે શિકારને પીંજરામાં રાખીને લલચાવામાં આવે છે. ખાવાની લાલચમાં પ્રાણીઓ પીંજરાની પાસે આવે છે. ક્યારેક ક્યારેક તો પીંજરાની ઉપર પણ ચડી જાય છે.

આ ચીડિયાઘરના સંરક્ષકોનું કહેવું છે કે અમે અમારા દર્શકોને બધાથી અલગ અને રોમાંચકારી અનુભવ કરાવીએ છીએ. ચીડિયાઘરના માલિક ચાંગ લીયાંગનુ કહેવું છે કે જયારે કોઈ પ્રાણી આપણી પાછળ આવે છે અથવા જયારે તે હુમલો કરે છે, અમે તે સમયે થયેલા અનુભવને અમારા દશર્કોને મહેસુસ કરાવવા માંગીએ છીએ.

અહિયાં સુરક્ષા અને સાવધાની પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. મુલાકાતીઓને પેહેલાથી જ જે સંભવિત ખતરાઓ છે તેના વિશે સાવધાન કરી દેવામાં આવે છે. તેની આંગળીયો ક્યાંક લંચ ન બની જાય, તેથી તેની આંગળીયો હમેશા પીંજરાની બહાર રાખવાની સુચના આપવામાં આવે છે. આ ચીડીયાઘરમાં લગભગ તમે બધા ખતરનાક પ્રાણીઓને જોઈ શકો છો. આહિયા તમે સિંહ, બંગાલ વાઘ, સફેદ વાઘ, રીંછ વગેરે પ્રાણીઓને તેના હાથોથી ચીકન વગેરે ખવડાવી શકો છો. દુનિયામાં આવા થોડાક જ ચિડીયાઘર છે જ્યાં આવા પીંજરાઓ છે.

એમ તો આ ચીડીયાઘરમાં સુરક્ષાને લઇને મુલાકાતીઓને કડક સુચના તો આપવામાં આવે જ છે .પણ આ ઉપરાંત પણ સુરક્ષાને લઈને પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવી છે. કેમેરાઓથી પીંજરાઓ અને પ્રાણીઓ ઉપર ૨૪ કલાક નઝર રાખવામાં આવે છે અને મુશ્કેલીના સમયમાં ૫ થી ૧૦ મિનીટમા મદદ પહોચાડી શકાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment