દુનિયાની સૌથી શાતિર જાસૂસ, ચહેરો જેટલો દિલકશ, એટલા જ ખતરનાક સાહસો…

29

જાસૂસી કહાનીઓમાં કોઈ મહિલાનું ખૂની હોવું હંમેશા જ આકર્ષિત કરે છે. આનું સૌથી મોટું કારણ છે કે મહિલાઓના આ પ્રકારના પાત્રમાં ઓછું જોવા મળવું અને જે સામાન્ય નથી હોતું તેણી હંમેશા આકર્ષિત કરે છે. એવી જ એક મહિલા જાસૂસ છે જેને લોકો ડબલ એજન્ટ ‘માતા હારી’ પણ કહે છે.

‘માતા હારી’ નું સાચું નામ માર્ગેથા ગીરત્રુઈદા મૈકલિયોડ છે. માતા હારી એક કામુક નૃત્યાંગના હતી, જેણે પ્રથમ વિશ્વ યુદ્ધમાં જાસૂસી કરવાના આરોપમાં ગોળી મારી દેવામાં આવી.

માતા હારીની જિંદગી પર વર્ષ ૧૯૩૧માં હોલીવૂડ ફિલ્મ બની જેમાં ગ્રેટા ગર્બો મુખ્ય પાત્રમાં હતી. માર્ગેથાનો જન્મ હોલેંડમાં થયો હતો અને લગ્ન એક ફૌજી કેપ્ટન સાથે થયા હતા. એક ખરાબ સંબંધમાં ફંસાયેલી માર્ગેથાએ પોતાના નવજાત બાળકને પણ ખોઈ નાખ્યું.

વર્ષ ૧૯૦૫ માર્ગેથાએ ખુદને ‘માતા હારી’ ની ઓળખ આપી અને ઇટલીના મિલાન સ્થિત લા સ્કાલા અને પેરીસના ઓપેરામાં એક કામુક નૃત્યાંગના બનીને ઉભરી.

પોતાના ધંધાના કારણે એમના માટે મુસાફરી કરવી સરળ હતી. આ કારણે જર્મનીના પ્રથમ વિશ્વ યુદ્ધ દરમ્યાન  માતા હારીને પૈસાના બદલે જાણકારીઓ ભેગી કરવાનો પ્રસ્તાવ આપ્યો અને આ પ્રકારે તેણી જર્મનીની જાસૂસ બની.

માતા હારીએ ખુદે તો કોઈને નથી માર્યા, પરંતુ એમની જાસૂસીએ લગભગ ૫૦ હજાર ફ્રાંસિસી સૈનિકોને મૃત્યુ સુધી પહોંચ્યા. એના પછી ફ્રાંસને એના પર શંકા થવા લાગી.

ફેબ્રુઆરી ૧૯૧૭માં એમને પેરિસમાંથી પકડી લેવામાં આવી અને ઓક્ટોમ્બરમાં તેણીને ગોળી મારી દેવામાં આવી. એમની મોતના ૧૦૦ વર્ષ પછી એમના ગુનાહો પર વિવાદ ફરી શરૂ થઇ ગયો. માતા હારીને આજે પણ ‘ફેમિનિન સિડકશન’ અને દેશને દગો આપનારના પ્રતિકના રૂપમાં જોવામાં આવે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment