દુનિયાની સૌથી નાની બાળકી, જન્મ થયા વખતે માત્ર એક સફરજન જેટલો વજન હતો, વાંચો આ માહિતી…

10

ગયા વર્ષે ઓક્ટોમ્બર મહિનામાં જાપાનમાં દુનિયાની સૌથી નાની બાળકીએ જન્મ લીધો હતો, જેનો  વજન લગભગ ૨૫૮ ગ્રામ હતો. આજે અમે તમને દુનિયાની સૌથી નાની બાળકી વિશે જણાવીશું, જેનો જન્મ સમયે વજન દુનિયાના સૌથી નાના બાળક કરતા પણ ઓછો હતો.

દુનિયાની સૌથી નાની છોકરીનો જન્મ કેલીફોર્નીયાના એક હોસ્પિટલમાં ડીસેમ્બર ૨૦૧૮ માં થયો હતો. જન્મ સમયે આ બાળકીનો વજન એક સફરજન જેટલો એટલે કે માત્ર ૨૪૫ ગ્રામ હતો. આજ કારણે હોસ્પિટલમાં એક કર્મચારીએ બાળકીનું નામું સૈબી રાખી દીધું.

સૈબીનો જન્મ લગભગ ૨૩ અઠવાડિયામાં જ થઇ ગયો હતો. બાળકીનો વજન ઘણો ઓછો હોવાના કારણે તેને જન્મ પછી પાચ મહિના સુધી નિયોનેટલ ઇન્ટેસીવ કેયર યુનિટમાં રાખવામાં આવી. આ મહીને જ બાળકીને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરવામાં આવી છે. હવે તેનો વજન ૨ કિલો ૫૦૦ ગ્રામ છે.

ડોકટરો મુજબ, એનાથી ઓછા વજનવાળી બાળકી અત્યાર સુધીના ઇતિહાસમાં આજ સુધી જન્મી નથી. આ બાળકીના જન્મથી વર્ષ ૨૦૧૫ માં ૨૫૨ ગ્રામની બાળકીએ જન્મ લીધો હતો.

જણાવી દઈએ કે જાપાનમાં જે બાળકનો જન્મ થયો હતો, તેને પણ ગયા મહીને જ ડીસ્ચાર્જ કરવામાં આવ્યું હતું. લગભગ સાત મહિના સુધી તેને સુપર ઈન્ટેન્સીવ કેર રૂમમા રાખવામાં આવ્યું  હતું. હવે તે બાળકનો વજન લગભગ ત્રણ કિલોગ્રામ છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment