દુનિયાની એકમાત્ર એવી હીરાની ખાણ, કે જ્યાં જેને જે મળે છે એ એનું થઇ જાય છે, બહુ જ અજીબ કહાની છે જાણો રસપ્રદ વાત…

64

આખી દુનિયામાં હીરાની ઘણી ખાણો છે, જ્યાંથી ઘણા હીરા કાઢવામાં આવ્યા છે અને એમના કારણે ઘણી ડાયમંડ કંપનીઓ ઘણી અમીર પણ થઇ ચુકી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયામાં એક એવી પણ હીરાની ખાણ છે, જ્યાં કોઈપણ સામાન્ય માણસ જઈને હીરા શોધી શકે છે. અહિયાં જે પણ માણસને હીરા મળે છે, એ એનો થઇ જાય છે.

આ ખાણ અમેરિકાના અરકાંસાસ રાજ્યના પાઈક કાઉન્ટીના મરફ્રેસબોરોમાં છે. અહિયાંના અરકાંસાસ નેશનલ પાર્કમાં આવેલ ૩૭.૫ એકડના ખેતરની ઉપરની સપાટી પર જ હીરા મળી જાય છે. અહિયાં વર્ષ ૧૯૦૬થી જ ડાયમંડ મળવાના શરુ થઇ ગયા હતા, એટલા માટે એને ‘ધ ક્રેટર ઓફ ડાયમંડસ’ પણ કહે છે.

મીડિયા રીપોર્ટ અનુસાર, ઓગસ્ટ ૧૯૦૬માં જોન હડલેસ્ટોન નામના એક માણસને પોતાના ફાર્મમાં બે ચમકતા ક્રિસ્ટલ મળ્યા હતા. એમણે જયારે એની તપાસ કરાવી તો ખબર પડી કે આ હીરા છે. એના પછી જોનએ પોતાની ૨૪૩ એકડ જમીન એક ડાયમંડ કંપનીને ઉચા ભાવે વેચી નાખી.

વર્ષ ૧૯૭૨માં ડાયમંડ કંપની દ્વારા ખરીદવામાં આવેલ એ જમીન નેશનલ પાર્કમાં આવી ગઈ. એના પછી અરકાંસાસ ડીપાર્ટમેન્ટ ઓફ પાર્ક એન્ડ ટૂરિઝમએ જમીનને ડાયમંડ કંપની પાસેથી ખરીદી લીધી અને પછી એને સામાન્ય લોકો માટે આપી દીધી. જો કે આ હીરાની ખાણમાં હીરા શોધવા માટે લોકોને એક નાની ફીસ ચૂકવવી પડે છે.

ખેતરમાં લોકોને હજુ સુધીમાં હજારો ડાયમંડ મળી ચુક્યા છે. નેશનલ પાર્કના અધિકારીઓ અનુસાર, ૧૯૭૨થી અત્યાર સુધીમાં આ જમીન પર ૩૦ હજારથી વધારે હીરા મળી ચુક્યા છે.

‘અંકલ સેમ’ નામનો હીરો પણ આ જ જમીન પર મળ્યો હતો, જે ૪૦ કેરેટનો હતો. એ અમેરિકામાં મળેલ હજુ સુધીનો સૌથી મોટો હીરો છે.

અહિયાં મોટાભાગે નાની સાઈઝના જ, જેમકે ચાર અથવા પાંચ કેરેટના જ હીરા મળે છે. અહિયાં લોકો મોટી સંખ્યામાં હીરા શોધવા માટે આવે છે. એમાં જેની કિસ્મત સારી હોય છે, એને હીરો મળી જાય છે અને જેની કિસ્મતમાં નથી હોતું, એને મળતું નથી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment