દુનિયાની એક એવી હોટલ જે રહે છે માત્ર 5 મહિના, પછી બની જાય છે નદી…

17

દુનિયામાં ઘણી એવી કળાકૃતિઓ છે જેને જોઇને આપણે હેરાન થઇ જાઈએ છીએ, આખરે તેને કેવી રીતે બનાવવામાં આવ્યો છે. તેના સિવાય આપના મનમાં ઘણા પ્રશ્નો ઉભા થાય છે. પરંતુ તેનો જવાબ આપણને ત્યાં જઈને મળે છે. અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એક એવી હોટલ વિશે જે વસંત ઋતુમાં પીગળીને નદી બની જાય છે.

આ સ્વીડનની આઈસ હોટલ છે, આ આઈસ હોટલને દર વર્ષે બનાવીને તૈયાર કરવામાં આવે છે અને વસંત ઋતુ આવતા જ આ હોટલ નદીમાં બદલાઈ જાય છે. આ હોટલને ટોર્ન નદીની મદદથી બનાવામાં આવે છે.

આ વર્ષે સ્વીડનની આઈસ હોટલને બનાવવા માટે ૩ દેશોના ૧૪ આર્ટીસ્ટો અને ડિજાઈનરોને બોલાવવામાં આવ્યા હતા. જેઓએ આઈસ હોટલની અંદર સ્વીન રૂમ બનાવ્યો છે. વર્ષ ૨૦૧૬ માં આઈસ હોટલના થોડાક પાર્ટને સ્થાનીય રૂપ આપવામાં આવ્યું હતું. આ સોલાર પાવર ટેકનોલોજીથી સંભવ થઇ શક્યું છે.

આ હોટલ આખી દુનિયામાં પોતાની લોકપ્રિયતા માટે પ્રખ્યાત છે. આ હોટલનું નિર્માણ ૧૯૯૨ માં કરવામાં આવ્યું હતું. આ હોટલને અંદર રેસ્ટોરેન્ટ અને ઘણી સુંદર વસ્તુઓ બનાવામાં આવી છે. જેને જોવા માટે આખી દુનિયામાંથી લોકો આવે છે.

આ હોટલમાં લીવીંગ ઓશન સ્વીટ છે જેને ઇંગ્લેન્ડના ડીજાઈનર જોનાથન ગ્રીને બનાવ્યો છે. હોટલની અંદર બહુજ સુંદરતાથી  ફીશ અને કોરલને શણગારવામાં આવ્યું છે જે દુરથી ફરવા આવેલા પ્રવાસીઓને બહુજ પસંદ આવે છે. આ હોટલને જોવા માટે દર વર્ષે દુરદુરથી લાખો ટુરિસ્ટ આવે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment