દુનિયાના જુદા જુદા રેસ્ટોરેન્ટ, ક્યાંક વેટર્સ છે જુડવા તો ક્યાંક નર્સ પીરસે આ રીતે ભોજન…

6

આખી દુનિયામાં એવા ઘણા વિચિત્ર રેસ્ટોરેન્ટ છે જે કોઈ અજુબાથી ઓછા નથી. પોતાના અલગ પ્રકારના કામના કારણે આ આખી દુનિયામાં પ્રખ્યાત છે. આજે અમે તમને થોડાક અલગ પ્રકારના રેસ્ટોરેન્ટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં વિચિત્ર વસ્તુઓ જોવા મળે છે જે તમને આશ્ચર્યચકિત કરી નાખશે.

ચીનમાં એક એવું રેસ્ટોરેન્ટ છે જેનો લુક એક જેલ છે. જેલમાં બંધ કરેલ કોઈ કેદીની જેમ લોકો અહી જેલની પાછળ બેસીને ખાય છે. આ અલગ પ્રકારનું રેસ્ટોરેન્ટ તીયાજીન શહેરમાં છે, જે વર્ષ ૨૦૧૪ માં ખુલ્યું હતું.

લાલ્વિયાની રાજધાની રીગામાં એક એવું રેસ્ટોરેન્ટ છે જેને બધી જ રીતે હોસ્પિટલનો લુક આપવામાં આવ્યો છે. અહીના શેફ ડોક્ટરની ડ્રેસમાં જયારે મહિલા વેટર્સ નર્સનો ડ્રેસ પહેરેલા જોવા મળે છે. અહી લોકો અવારનવાર કોઈ દર્દીની જેમ ખાવાનું ખાય છે.

તાઈવાનના તાઇપે શહેરમાં આવેલ આ રેસ્ટોરેન્ટને એક વિમાનનું રૂપ આપવામાં આવ્યું છે. તેનું નામ પણ વિમાનના નંબરની જેમ A380 રાખવામાં આવ્યું છે. આ રેસ્ટોરેન્ટની અંદર જતા તમને લાગશે કે કોઈ વિમાનમાં પ્રવેશી ગયા છો.

વેસ્ટ હોલીવુડ ઓપાક્યું કેફે નામનું એક એવું રેસ્ટોરેન્ટ છે જ્યાં અંધારામાં ખાવાનું સર્વ થાય છે. એટલું જ નહી બધા જ વેટર્સ નેત્રહીન છે. છતાં પણ, અંધકારમય રૂમમાં જમવાની લોકોને મજા આવે છે. આજ કારણ છે કે અહી ઘણા બધા લોકો આવે છે.

મોસ્કોમાં એક રેસ્ટોરેન્ટ એવું પણ છે, જ્યાં કામ કરનારા વેટર્સ અને બાર ટ્રેડર્સ જુડવા છે. જુડવા વેટર્સને જોવાના ચક્કરમાં આ રેસ્ટોરેન્ટમાં આવનારા લોકોની સંખ્યામાં દર વર્ષે ઘણો વધારો થાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment