દુનિયાના આ માણસોની હતી એક ભૂલ, આજે ભોગવી રહ્યા છે અરબોનું નુકશાન, જાણો તેની પાછળની હકીકત વાત…

13

માણસોને ભૂલનું પુતળું કહેવામાં આવે છે, પણ માણસોની કઈક આવી ભૂલ, જે આગળ જઈને સમાજ માટે એક અભિશાપ બની ગઈ. તેની ભૂલની કીમત આજે હજારો કરોડોની બની ગઈ છે. આવી જ કેટલીક ભૂલો વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ જો કે એક નાની એવી ભૂલ જ હતી પણ ભારે નુકશાન આપીને ગઈ.

રૂસના રાજા એલેકઝાન્ડર દ્વિતીયએ 1868 અલાસ્કાને બરફથી ભરેલી જગ્યા સમજીને અમેરિકાને માત્ર પચાસ કરોડમાં વેચી નાખ્યું હતું. અલાસ્કા ખરીદ્યા બાદ અમેરિકાએ ત્યાં શોધ કરી અને ત્યાં તેને હજારો કરોડોના સોના ચાંદી અને એવા મોંઘા ખનીજ પદાર્થ મળ્યા જેણે અલાસ્કાની કિમતને ઘણો વધારી દીધો છે. આજે અલાસ્કાની કીમત કેટલાય લાખો કરોડો રૂપિયા છે.

લંડનમાં સ્થિત વોકી ટોકી બિલ્ડીંગના નિર્માણ સમયે સિવિલ એન્જીનીયર દ્વારા એકી મોટી ભૂલ થઇ ગઈ. તેની આ જ ભૂલના કારણે સૂર્યની રોશની એટલી ઝડપથી જમીન પર પડે છે કે થોડી જ વારમાં ત્યાં ઉભેલી કાર પીગળવા લાગે છે. આ વાતથી અજાણ વ્યક્તિએ વોકી ટોકી બિલ્ડીગની સામે પોતાની જેગુઆર ગાડી ઉભી રાખી દીધી હતી. થોડા સમય બાદ તેના પાર્ટ પીગળવા લાગ્યા હતા. આ બિલ્ડીંગની પાસે વધારે સૂર્ય પ્રકાશની રોશનીના કારણે બીજી પણ અન્ય ઘટનાઓ થવા લાગે છે, જેમ કે ખુબ જ ગરમી, આંધળાપણું વગેરે. આ ભૂલ નિર્માણ કરતી વખતે કરવ બની ગઈ હતી, જેના કારણે આ બિલ્ડીંગનું નામ વોકીટોકી પડ્યું. સિવિલ એન્જીન્યરની આ ભૂલ આજે પણ એક અભિશાપના રૂપમાં સ્થાપિત છે.

જો તમે ઈન્ટરનેટના જુના ઉપયોગકરતા છો તો તમે એક્સાઈટ. કોમ થી ખુબ જ પરિચિત હશો, કારણ કે જયારે યાહુ દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જીન હતું, તે સમયે આ દુનિયાનું બીજા નંબરનું સૌથી મોટું સર્ચ એન્જીન હતું તે સમયે એક્સાઈટ. કોમ ના સીઈઓ જોર્જ બેલને ગુગલને ખરીદવા માટે એક ઓફર મળી હતી. તે સમયે ગુગલની કીમત માત્ર 48 કરોડ રૂપિયા હતી, પણ કંપનીના સીઈઓએ તેને ખરીદવા પર મનાઈ કરી દીધી હતી. આજે આપણે બધા પરિચિત છીએ કે ગુગલની ઇન્કમ કેટલી છે. આજે જયારે પણ તે ગુગલને જોતા હશે તે પોતાએ કરેલી ભૂલનો પછતાવો જરૂર કરતા હશે. તેની આ ભૂલ આજે દુનિયાની મોંઘી ભૂલોમાં સમાવેશ થાય છે.

રોન વાયને એપલ કંપનીના શેર વેચવાની ભૂલ

એપલ કંપનીનાં ફાઉન્ડર સ્ટીવ જોબ્સ અને સ્ટીવ ઓજીબ્ન બાદ ત્રીજા ફાઉન્ડર રોન વાયને 1976માં પોતાની પાસે રહેલ એપલ કંપનીના 10 ટકા શેર માત્ર 800 ડોલર માં વેચી નાખ્યા હતા. જો અમે તે સમયે ભારતીય રૂપિયાઓના અનુસાર જોઈએ તો તેનું મુલ્ય ફક્ત 5000 રૂપિયા થાય છે. જો તે શેર આજે રોન વાયનની પાસે હોત તો તે પણ તેના પાર્ટનરની જેમ કરોડપતિ હોત. તેના શેર વેચવાની ભુલ તેની જિંદગીની સૌથી મોટી ભૂલ બની ગઈ.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment