દુનિયાના 8 અજીબોગરીબ લગ્નના વાયરલ ફોટાઓ, કોઈએ હવામાં લગ્ન કર્યા તો કોઈએ શાર્ક ટેંકમાં…

44

ઘણી વખત લોકો પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે કઈકને કઈક ખાસ કરવાનું વિચારીએ છીએ. આટલું જ નહિ તે પોતાના લગ્નને એવી રીતે કરે છે કે કોઈ રેકોર્ડ બની જાય અથવા કોઈ સમાચારમાં છવાઈ જાય. એમ પણ સમાચરમાં આવવું આજકાલ સામાન્ય વાત છે હવે સોશિયલ મીડિયા પર લોકો કઈ પણ નાખી દે તો એ ન્યૂઝને ફેલાવામાં વધારે સમય લાગતો નથી. એવી રીતે જ પોતાના લગ્નને અજીબોગરીબ રીતે કરે છે અને પછી એના ફોટાઓ અને વિડીયો સોશિયલ મીડિયા પર નાખી દે છે. આજે અમે કઈક એવા જ લગ્ન વિશે જણાવશું જેમાંથી પોતાના લગ્નને ખાસ બનાવવા માટે હવામાં લગ્ન કરી નાખે તો કોઈકે શાર્ક ટેંકમાં અંદર લગ્ન કર્યા.

હવામાં લટકીને કર્યા લગ્ન

ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં થયેલ આ લગ્ન સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થયા. અહિયાં જયદીપ અને રેશમાએ ૬૦૦ ફૂટ ઊંડી ઘાટીની ઉપર દોરી પર લટકીને લગ્નની વિધિ નિભાવી. તો તેમજ પંડિતજીને પણ રોપવે દ્વારા હવામાં લટકીને બંનેના લગ્ન કરાવવા માટે મંત્ર વાંચ્યા. આની વચ્ચે પંડિતજી ઘણા ડરેલા નજર આવતા હતા, પરંતુ જયદીપ અને રેશમા બંને જ ખુબજ ખુશ દેખાયા. વગર કોઈ ડર આ કપલે લગ્ન કર્યા. તેમજ બંનેના પરિવારના લોકોએ એમને આશીર્વાદ આપ્યા. એ પણ આ લગ્નથી ખુશ દેખાયા.

શાર્ક ટેંકમાં અંદર લગ્ન

ન્યૂયોર્કના રહેનારા અપ્રિલ પગનાતારો અને મિશેલ કરીએ તો પોતાના લગ્નને ખાસ બનાવવા માટે કઈક વધારે જ શોખ લાગ્યો હતો. એમણે પોતાનો જીવની ચિંતા કર્યા વગર લગભગ બાર હજાર ગેલન પાણીથી ભરેલા ટેંકમાં ખતરનાક શાર્ક માછલીઓ વચ્ચે લગ્ન રચ્યા.

સાઇકલ પર ફરી ફરીને કર્યા લગ્ન

રશિયાના એક કપલને સાઈકલ ચલાવવી એટલી ગમે છે કે એમણે પોતાના લગ્ન જેવા ખુશીની પળને એન્જોય કરવા માટે સાઈકલ પસંદ કરી. હકીકતમાં, એમણે સાઈકલથી આખું શહેર ફરી  ફરીને લગ્ન રચ્યા.

૪૦૦ ફૂટની ઉંચાઈ પર કર્યા લગ્ન

કૈલિફોર્નિયાના રહેનારા આ પ્રેમી જોડાએ ૪૦૦ ફૂટની ઊંચાઈ પર લગ્ન કર્યા. ખાલી એટલું જ નહિ સાથે સાથે જ ફોટો પણ પડાવ્યા અને જશ્ન મનાવવામાં પણ કોઈ કમી ન છોડી. વાત એવી છે કે, રયાન જેન્ક્સ અને કિમબર્લેએ પહાડો ઉપર જાળ બંધાવીને એના પર ઉભા રહીને લગ્ન કર્યા.

પાણીની અંદર લગ્ન

મહારાષ્ટ્રના નિખિલ પવારએ સ્લોવાકિયાની યુનીકા પોંગરાન સાથે લગ્ન કરીને પહેલી અંદરવોટર લગ્ન કરી. વાત એવી છે કે, નિખિલ કોવાલમમાં ડાઈવિંગ ઇન્સ્ટ્રકટર છે અને ત્યાં જ એમની મુલાકાત યુનીકા સાથે થઇ. નિખિલએ યુનીકાને પ્રપોઝ પણ પાણીની અંદર જ કર્યું હતું અને લગ્ન પણ પાણીની અંદર જ. છે ને અનોખા લગ્ન

ચીનની આ દુલ્હનએ પહેરી આટલી લાંબી ડ્રેસ

ચીનની આ દુલ્હનએ તો પોતાના લગ્નમાં ૨૦૦ મીટર લાંબો ડ્રેસ પહેરી ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવી લીધું પરંતુ આ જોડીના લગ્નમાં આવેલ મહેમાનોને આ દુલ્હનની ડ્રેસ ખોલવામાં લગભગ ૩ કલાક લાગી ગયા. આ લગ્નની ચર્ચા આખી દુનિયામાં કરવામાં આવી.

ચીનના ૯૯,૯૯૯ ગુલાબોથી ગાડીઓ સજાવી કર્યા હૈરાન

ચીનના આ માણસે તો પોતાની પત્નીને સરપ્રાઈઝ આપવા માટે પોતાની એક મહિનાની સેલેરીથી ૯૯,૯૯૯ ગુલાબ ખરીદી નાખ્યા અને લગ્નમાં બધી ગાડીઓને આખા ગુલાબથી ઢાંકી દીધી.  હવે કઈ પણ હોય એમને પોતાના લગ્નને ખુશ્બૂની મહેકાવી લીધા.

ટાઈટ્રોપ પર લગ્ન

જર્મનીના આ કપલએ લગ્નને એક એડવેન્ચર સમજીને પોતાનો જીવનો જોખમ લઈને એક દોરી પર બાઈક ચલાવડાવી અને એ બાઈક પર દોરીની મદદથી બંને લટકાઈ ગયા અને પોતાના લગ્નની બધી વિધિ નિભાવી. આ કપલના લગ્નના ફોટાઓ જોઇને તો કોઈપણ ડરી જશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment