દુનિયાના 5 અજીબો ગરીબ લગ્ન, જેને જોઇને તમે પણ કહેશો કે આવું પણ થાય છે શું ?…

94

લગ્ન દરેક કપલ માટે ખાસ સમય હોય છે, જેણે તે સૌથી અલગ, સૌથી અનોખા બનાવવા માંગે છે. તેના માટે તે કઈ પણ કરવા તૈયાર છે. આજે અમે તમને કેટલીક એવી જ અનોખા લગ્ન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે અજીબો ગરીબ કહેવામાં આવે તો ખોટું ન હોય.

અમેરિકાના કેલીફોર્નીયાના રહેવાવાળા રયાન જેનેક્સ અને કીમબ્ર્લે વેગ્લીનએ એવા અનોખા લગ્ન કર્યા, જેણે જોઇને દુનિયા ચોકી ગઈ, તેઓએ યુટા કૈનોનની પહાડીઓની વચ્ચે 400 ફીટની ઉંચાઈ પર જાડ બંધાવી અને તેના પર ઉભા રહીને એકબીજાને વીટી પહેરાવી.

અજીબોગરીબ લગ્ન કરવા માટે ભારતીય પણ કોઈનાથી ઓછા નથી. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક જોડાએ હવામાં લટકીને લગ્ન કર્યા. હૈરાનીની વાત તો એ છે કે તેઓએ જે જગ્યા પર એકબીજાને વરમાળા પહેરાવી, ત્યાં 600 ફૂટ ઊંડી ખાડી હતી. થોડી એવી ચૂક પણ તેના માટે જાનલેવા સાબિત થઇ શકે છે.

ચીનમાં એક દુલ્હને 200 મીટર લાંબી ડ્રેસ પહેરીને લગ્ન રચાવ્યા. તેમાં સૌથી ચોકાવનારી વાત એ છે કે આ અનોખા ડ્રેસમાં જોડાયેલા ઝાલરને ખોલવા માટે અંદાજે 200 મહેમાનોને ત્રણ કલાકોથી પણ વધારે સમય લાગ્યો હતો.

ન્યુયોર્કના રહેવાવાળા અપ્રૈલ પીગ્નાટરો અને માઈકલ કરીએ શાર્ક ટેંકની અંદર લગ્ન રચાવ્યા હતા. વર્ષ 2010માં થયેલી આ અનોખા લગ્નએ બધાને હેરાન કરી દીધા હતા.

શું તમે ક્યારેય પણ કોઈને પાણીની અંદર લગ્ન રચાવતા જોયા છે. જો તમે ન જોયુ તો તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના નીખીલ પવારે સ્લોવાકિયાની યુનીકા પોગરાનની સાથે ગ્રોવ બીચની વચ્ચે પાણીની અંદર લગ્ન રચાવ્યા હતા. તેને દેશની પહેલી અંડર વોટર લગ્નનો દરરજો આપવામાં આવ્યો હતો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment