દુનિયામાં 20 માંથી એક મૃત્યુનું કારણ દારૂ, સામે આવી ચોકાવનારી રીપોર્ટ…

13

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ કહ્યું છે કે બહુ વધારે દારૂ પીવાના કારણે વર્ષ ૨૦૧૬માં ૩૦ લાખથી વધારે લોકોનો જીવ ગયો અને એમાં મોટાભાગે પુરુષ હતા. આ એડ્સ, હિંસા અને રસ્તાના અકસ્માતોમાં થનાર મૃત્યુઓને મેળવાથી મળેલ આંકડાથી પણ વધારે છે. એટલે કે આ રીપોર્ટ અનુસાર આખી દુનિયામાં દર વર્ષે થનાર ૨૦માંથી એક મૃત્યુ  દારૂના કારણે થાય છે. સાથે જ આ રીપોર્ટમાં ડબલ્યુએચઓએ કહ્યું કે લગભગ ૨૩.૭ કરોડ પુરુષ અને ૪.૬ કરોડ મહિલાઓ આલ્કોહોલ સાથે જોડાયેલી સમસ્યાનો સામનો કરી રહી છે. એમાં મોટાભાગે યુરોપ અને અમેરિકામાં રહેનાર વધારે છે. યુરોપમાં વ્યક્તિદીઠ દારૂની ખપત આખી દુનિયામાં સૌથી વધુ છે જ્યારે ત્યાં ૨૦૧૦ની તુલનામાં હવે દારૂની ખપતમાં ૧૦ ટકા સુધીનો ઘટાડો આવ્યો છે.

લગભગ ૫૦૦ પન્નાઓની આ રીપોર્ટમાં કહેવામાં આવ્યું કે દારૂના કારણે થનાર મૃત્યુઓમાંથી ૩/૪ કરતા વધારે શિકાર પુરુષ હોય છે. ડબલ્યુએચઓના પ્રમુખ ટેડ્રોસ એધાનોમ ગેબ્રેયેસસએ એક બયાનમાં કહ્યું, “ઘણા લોકો માટે દારૂના હાનીકારક પરિણામોનો પ્રભાવ એમના પરિવારના લોકો અને સમાજના લોકો પર હિંસા, ઘાવ, માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ તેમજ કેન્સર અને હાર્ડઅટેક જેવી બીમારીઓના રૂપે પડે છે.”

એમણે કહ્યું, “સ્વસ્થ સમાજ વિકસિત કરવાની દિશામાં આ ગંભીર જોખમને રોકવા માટે કાર્યવાહી જડપી કરવાનો સમય છે.” દારૂ પીવાથી લિવર સિરોસિસ અને અમુક કેન્સર સહીત ૨૦૦થી વધારે સ્વાસ્થ્ય વિકાર થાય છે. વૈશ્વિક રીતે ૨૦૧૬માં દારૂ સાથે જોડાયેલા મૃત્યુના આંકડા લગભગ ૩૦ લાખ હતા. અત્યારસુધીમાં આ સૌથી વધુ આંકડા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment