ડુંગળીના લચ્છા પકોડા – Monsoon Special

174

દેશના ખૂણે ખૂણે જોઈ લો… કોઈ પણ સ્થળ હોય… વરસતા વરસાદ સાથે ભજીયાં અને ચા રંગત ના જમાવે તો જ નવાઈ… તો મિત્રો આજે એવા જ એક મજેદાર ડુંગળીના ભજીયાં બનાવવાની રીત શીખી લઈએ…

વ્યક્તિ : ૨
સમય : ૨૦ મિનિટ

સામગ્રી :

૩ નંગ ડુંગળી (મધ્યમ કદની)
૩ નંગ લીલા મરચાં
૧/૨ ઇંચ આદું
૨ ટે.સ્પૂ. લીલા ધાણા
૬ ટે.સ્પૂ. ચણાનો લોટ
૧ ટી.સ્પૂ. કોર્નફ્લોર/ચોખાનો લોટ
૧/૮ ટી.સ્પૂ. હળદર
૧ ટી.સ્પૂ. જીરૂં
૧ ચપટી હીંગ
મીઠું સ્વાદ મુજબ

રીત :

૧) ડુંગળીને સાફ કરીને બે ફાડા કરીને લાંબી કાપી લો. લીલા ધાણા અને મરચાંને ધોઈને ઝીણા સમારી લો. આદુંની છાલ ઉતારીને ધોઈને છીણી લો.

૨) એક વાસણમાં ચણાનો લોટ, કોર્નફ્લોર, ડુંગળી, ધાણા-મરચાં-આદું, જીરૂં, હળદર અને મીઠું ઉમેરીને આશરે ૩-૪ ટે.સ્પૂ. જેટલું પાણી ઉમેરીને બરાબર હલાવી લો.

૩) ખીરું ૫ મિનિટ માટે મૂકી રાખો. ત્યાં સુધી કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ખીરું બરાબર હલાવીને તેમાંથી ભજીયાં મૂકો. ધીમી-મધ્યમ આંચ પર લાલ રંગના ક્રિસ્પી થાય ત્યાં સુધી તળીને કિચન નેપકીન પર કાઢી લો.

૪) ગરમાગરમ ડુંગળીના લચ્છા પકોડાને ટોમેટો કેચઅપ સાથે પીરસો…

નોંધ :

★ ખીરામાં બહુ વધારે પાણી ઉમેરવું નહીં. ૫ મિનિટ મૂકી રાખ્યા બાદ ખીરું ઢીલું થશે. આથી, માત્ર લોટ પલળે તેટલું જ પાણી ઉમેરવું. વધારે પાણી ઉમેરવાથી ખીરું ઢીલું થઈ જશે અને પકોડા ક્રિસ્પી નહીં બને.
★ તેલ બહુ ગરમ ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખો નહીં તો પકોડા અંદરથી કાચા રહેશે.

રસોઈની રાણી : ભૂમિ પંડ્યા – આણંદ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

 

Leave a comment