દુલ્હનને જોઇને દુલ્હો કરવા લાગ્યો અજીબ હરકત, પહેલા ફાડ્યા કપડા અને પછી જમીન પર કરવા લાગ્યો કઈક આવું….

27

બિહારના દાનાપુરમાં એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. લગ્નોની સીઝન ચાલી રહી છે ઘણા પ્રકારના લગ્નો વાયરલ થઇ રહ્યા છે. એ વચ્ચે આ ખબર તમને ચોકાવી દેશે. અહિયાં દુલ્હનના સ્ટેજ પર આવતા જ દુલ્હો અજીબ હરકતો  કરવા લાગ્યો. એટલું જ નહિ પહેલા તો એને પોતાનો શર્ટ ફળ્યો, એના પછી જમીન પર નાક રગડવા લાગ્યો.

હકીકતમાં, લગ્નની વિધિ દરમ્યાન જ દુલ્હનએ લગ્ન કરવાની ના પાડી દીધી. આ દમ્યાન લોકોએ દુલ્હનને મનાવવાની ઘણી કોશિશ કરી પરંતુ એ પોતાની વાત પર અડગ રહી. છેલ્લે જાનને દુલ્હન વિના જ જવું પડ્યું. તેમજ આ સમાચારથી આખા વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ અને લોકો અલગ અલગ પ્રકારની ચર્ચા કરવા લાગ્યા છે.

જાણકારી અનુસાર, મામલો બિહારના દાનાપુરનો છે. અહિયાં ફૂલવારી શરીફ થાણાક્ષેત્રના બ્રહ્મપુર ગામનો છે. આ જ ગામના એક ઘરમાં દીકરીના લગ્નની શરણાઈ વાગી રહી હતી અને દુલ્હાને જયમાળા પહેરાવવા માટે સ્ટેજ પર બેસાડવામાં આવ્યો હતો પરંતુ એ વચ્ચે દુલ્હાએ દુલ્હનને જોઇને વિક્ષિપ્ત જેવી હરકતો કરવાની શરુ કરી દીધી.

જણાવામાં આવી રહ્યું છે કે દુલ્હન દુલ્હાને જયમાલા પહેરાવવા માટે સ્ટેજ પર ગઈ ત્યાં આગળ વધી તો દુલ્હાએ છોકરીને જોઇને પોતાના હોશ ખોઈ બેઠો. છોકરીની સુંદરતા પર પ્રશ્ન કરતા જયમાલા સ્ટેજ પર જ દુલ્હાએ પોતાનો શર્ટ ફાડી નાખ્યો અને વિક્ષિપ્ત જેવી  અજીબોગરીબ હરકતો કરવા લાગ્યો.

સુત્રો અનુસાર, છોકરો સ્ટેજ પર જ પોતાની નાક રગડવા લાગ્યો. તેમજ, દુલ્હાની વિક્ષિપ્ત  જેવી હરકતો જોઇને દુલ્હનએ લગ્ન કરવાની ના પાડી દીધી. એના પછી જાન્યાઓ અને વિસ્તારવાળા લોકોમાં ભાગદોડ થઇ ગઈ.

એ દરમ્યાન કોઈએ બાબતની જાણ પોલીસને આપી દીધી. ત્યાં પહોચેલી પોલીસે દુલ્હા અને એના પિતાને પકડી લીધા છે. દુલ્હનના પિતા ક્મેશ્વર સિંહએ થાણામાં ફરિયાદ કરી છે કે એમની પુત્રીના લગ્ન દહેજની માંગને લઈને તોડવામાં આવ્યા છે. એટલું જ નહિ છોકરા પક્ષના લોકો પર મારપીટનો આરોપ પણ લગાવ્યો છે.

છોકરીના પિતાએ પોલીસને જણાવ્યું કે એમની દીકરીના લગ્ન નૌબતપુરના સોગા ગામ નિવાસી હરિદ્વાર સિંહના દીકરા રાહુલ કુમાર સાથે નક્કી થયા હતા. જયમાલાના સ્ટેજ પર દુલ્હાના નાટકથી કંટાળીને મારી દીકરીએ લગ્ન કરવાની ના પાડી દીધી. જો કે સંપૂર્ણ બાબત વિશે ખબર પડી નથી કે ખરેખર દુલ્હો આ પ્રકારની હરકતો શુકામ કરી રહ્યો હતો? પોલીસે મામલાની તપાસ કરી રહી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment