દુબઈના આ પ્લેનનો ફોટો જોઇને તમે પણ દંગ રહી જશો, જાણો શું છે રહસ્ય…

40

સોશ્યલ મીડિયા પર એક હવાઈ જહાજના એટલે કે વિમાનના ફોટાને ખુબજ શેર કરવામાં આવી રહી છે. આ વિમાન કોઈ સામાન્ય વિમાન નથી પણ ઈન્ટરનેટ પર વાયરલ થયેલ ફોટો જોઇને કોઇપણ હેરાન થઇ જાય છે.

ફોટામાં જોઈ શકાય છે કે આ પ્લેનને ડાયમંડથી શણગારવામાં આવ્યું છે.પ્લેનમાં હજારો ડાયમંડસ જડેલા છે. કોઈને સમજમાં નથી આવતું કે આ ફોટો અસલી છે કે નકલી. આ બાબતે લોકો સોશ્યલ મીડિયા પર અલગ અલગ પ્રકારના ટ્વીટ આપીને રીએક્ટ કરી રહ્યા છે.

સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ આ ફોટામાં રનવે પર આરબ અમીરાતનું હવાઈ જહાજ જોવામાં આવે છે. અને એવું લાગી રહ્યું છે કે જાણે મુસાફરી માટે ઉડવા માટે તૈયાર હોય. સૌથી અગત્યની વાત એ છે કે આ ફોટો આરબ અમીરાત એરલાઈન્સ ટ્વીટર હેન્ડલ માંથી શેર કરવામાં આવી છે.

આ એરલાઈન્સેતેમના ટ્વીટરમાં જણાવ્યું છે કે આ ફોટાને સાર શકીલે બનાવ્યો છે. અને તે ફક્ત એક ફોટો જ છે. ટ્વીટર પર કરેલ પોસ્ટમાં કેપ્શન થીજ ખ્યાલ આવી જાય છે કે આ ફોટો અસલી નથી પણ નકલી છે. હકીકતમાં, આ પ્લેનમાં ડાયમંડ લગાવવામાં આવેલ નથી. ટ્વીટર પર એમ જણાવવામાં આવ્યું છે કે, “પેશહૈ એમિરેટ્સ બ્લીગ 777”

તમને એક વાત જણાવી દઈએ કે સારા શકીલ ક્રિસ્ટલ આર્ટિસ્ટ ઇન્સ્ટાગ્રામ સેલેબછે. તેને 4.8 લાખ લોકો ફોલો કરે છે. પહેલા સારા શકીલે આ તસ્વીરને સોશ્યલ મીડિયામાં પોતાના ઈંસ્ટાગ્રામ પર શેર કરી હતી. સારા શકીલની પ્લેનની આ તસ્વીરને 55 હજારથી પણ વધારે લાઈક્સ મળી ચુકી છે.

આ ડાયમંડવાળા પ્લેનનો ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ ગયો. જયારે અમીરાત એરલાઈન્સનું ધ્યાન આ ફોટા પર ગયું તો તેમણે આ ફોટાને ફક્ત લાઈક જ ન કર્યું પણ સારા શકીલની પરમીશન લઈને રી-પોસ્ટ પણ કર્યું. અમીરાત એરલાઈન્સના પ્રવક્તાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, “આ ફોટાને અમે પણ શેર કર્યું છે અને આ તસ્વીર સારા શકીલે બનાવી છે.અને હું ખાતરી પૂર્વક કહું છું કે આ ફોટો અસલ નથી.”

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment