ડ્રાઈવિંગ લાયસન્સ માટે લધુતમ શૈક્ષણિક લાયકાત માટેનો નિયમ થશે દુર, લાગુ પડશે આ નિયમ…

17

કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર દ્વારા અભણ અશિક્ષિત અને બેરોજગાર લોકોનેપણ તક મળે અને ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવામાં તકલીફ ન પડે એવો નિર્ણય લેવા માટેની પૂર્વ તૈયારી કરી લીધી છે. લાયસન્સની જરૂરીયાતવાળા તમામ પ્રકારના વાહનો ચલાવવા માટે લાયસન્સ માટેની લધુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ 8 પાસની મર્યાદા રદ કરવામાં આવશે તેવું કેન્દ્રના પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરી સાહેબે તેમના સોશ્યલ મીડીયાના ઓફિશીયલ ટવીટરહેન્ડલ પરથી જણાવ્યું છે. આમ થવાથી રોજગારીની તકો વધશે અને અભણ અશિક્ષિત અને બેરોજગાર લોકો પણ લાયસન્સ ધારક થઇ વાહન ચલાવી શકશે.

હાલના વર્તમાન સમયમાં કેન્દ્રીય મોટર વાહન અધિનિયમ 1989 ના નિયમ 8 મુજબ કોઇપણ વાહન ચાલકે લાયસન્સમેળવવા માટે મીનીમમ 8 ધોરણ પાસ હોવું જરૂરી છે.તે નિયમ 8 માં નવા સંશોધનની અને સુધારા વધારાની પ્રક્રિયા શરૂ કરી છે.આ નિયમને દુર કરવા વિશેની જાણકારી કેન્દ્રના પરિવહન મંત્રી શ્રીના મીનીસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ & હાઈવેઓથોરીટીએ આપી છે. જો કે જ્યારે કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને આ બાબતે સત્તાવાર નોટીફીકેશન મળ્યા બાદ આ નિયમ લાગુ થશે.

સત્તાવારમળતી માહિતી મુજબ ડ્રાઈવિંગમાંડ્રાઈવરતરીકે નિપૂણ અને કુશળ હોય પણ આર્થિકરીતે પછાત અભણ કે નિરક્ષર અને બેરોજગાર લોકોને કામકાજ અને રોજી રોટી મળી રહે તેવા લાભદાયક હેતુ સર કેન્દ્રના પરિવહન મંત્રી શ્રીના મીનીસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ & હાઈવેઓથોરીટી દ્વારાલાયસન્સની જરૂરીયાતવાળા તમામ પ્રકારના વાહનો ચલાવવા માટે લાયસન્સ માટેની લધુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ 8 પાસની મર્યાદા ગુર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ બાબતેકેન્દ્રના પરિવહન વિભાગ તરફથી વધુમાં જણાવવામાં આવ્યું છે કે, દેશમાં ખુબજ મોટી સંખ્યામાં બેરોજગાર યુવાધન અને મોટી ઉમરના લોકો છે જેને વાહન ચલાવતા આવડે છે પણ નિરક્ષર છે અથવા તો તેઓ 8 ધોરણ સુધી ભણેલા નથી અને તેમની પાસે લાયસન્સ પણ નથી. આવા લોકો ભલે શિક્ષિત નથી પણ કુશળ અને નિપૂણ ડ્રાઈવર છે. આમ તેવા લોકો ડ્રાઈવિંગ લાયસન્સના અભાવે રોજી રોટી કે આજીવિકા મેળવવામાંથી બાકાત ન રહે તે હેતુ સર ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવાના નિયમમાં ફેરફાર કરવામાં આવશે.

હા, આ બાબતે એક વાત ખાસ જણાવી દઈએ કે મીનીસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ & હાઈવેઓથોરીટીની સુચના અનુસાર(RTOદ્વારા)લાયસન્સની જરૂરીયાતવાળા તમામ પ્રકારના વાહનો ચલાવવા માટેજેતે વ્યક્તિ કાબેલ કુશળ કે નિપૂણ છે કે નહિ તે બાબતને ખાસ ધ્યાનમાં રાખવામાં આવશે. અનેતે સાથે ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટે અરજદારે ડ્રાઈવિંગ બાબતે કડક કૌશલ્યની પરીક્ષા પાસ કરવી ફરજીયાત રહેશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment