ફેસબુક બોલે છે… ફ્રેન્ડઝ , આ fb ફ્રેન્ડ વગર આ વાત આપણને કેમ ખબર પડત ?? કેવી છે આ ફેસબુક ની દુનિયા …???

144

….હાસ્તો , ખૂબ જ બોલે છે ..સરસ બોલે છે..આજે એક એવી વાત લઈને આવી છું..જે આધુનિક જમાના ને ગળે ન પણ ઉતરે…કેમ કે મોર્ડન યુગ ને તો જંક ફૂડ જ ફાવે ..બાકી ગળે અટવાય જાય..વાંધો નહીં..તોય ખવડાવીશ..sorry.. તોય કહીશ.. ફેસબુક બોલી એ કહીશ તો ખરી જ.

હા, તો સાંભળો .. સીધી જ વાત ..આજે એક ભાઈ જે મારા ફેસબુક ફ્રેન્ડ છે ,એ મારી પોસ્ટ વાંચતા ને એમને ગમતું …એ રેગ્યુલર હાય, હેલ્લો… Good morning ને કેમ છો ?? કરતા …એમનો મેસેજ આવ્યો, મેડમ તમે ફ્રી થાવ ત્યારે વાત કરવી છે..મેં કહ્યું ,”કાલે વાત !! “..એમને ટાળવા જ કહી દીધું..પણ બીજે દિવસે સવારમાં …ફોન ની રિંગ વાગી…ઓહ..મને ..ન ગમ્યું..અત્યારમાં …મેં એ કોલ કટ કરી નાખ્યો…તો મેસેજ આવ્યો…પ્લીઝ મેમ …એક વાત કહેવી છે , સાંભળો ને.. ” “.ok..” મેં જવાબ આપ્યો .ને call કર્યો.. હવે લો. … ફેસબુક બોલે છે….

” મેડમ, હું રાજપૂત નો દીકરો છું .ખોટું નહીં બોલું .મારે ટ્રાન્સપોર્ટ નો બિઝનેસ છે .અમે બે ભાઈઓ છીએ બેય ના લગ્ન થઈ ગયા છે બન્ને ની ઘરે બ્બ્બે બાળકો છે .માતાજી ની દયાથી પૈસેટકે ખૂબ જ સુખી છીએ..”

“લે બોલો ..”મને થયું કે આવું કહેવા માટે શું …લમણાઝીંક કરતા હશે , લોકો !!! પણ ના..આપણી ધારણા ક્યારેક ખોટી પણ પડે..

એ ભાઈ કહે ..”બેન મારુ નામ વિશ્વજીત ..હું મારા મામા ને ગામ જાવ તો બધા જાતજાત ની વાતો કરે….કે તમે તમારા બાપદાદાના વતન ને બદલે તમારા ગામ થી ૭૦ કીમી દુર ..અહીં મોસાળ માં વાડી ખરીદી..( અમારે સગા મામા તો એકેય નથી પણ મુળુમામા છે જે જાતે પટેલ..અને અમે રજપૂત …પણ બા ના સગાભાઈ જેવા છે અને વહીવટ બધો એ મામા ના દીકરા ને આપ્યો .છે .)..તમે કઈ પૂછપરછ પણ કરતા નથી..વાડી ની પેદાશ …કેવી ને કેટલી !!…જમીન તમારી ને આ પટેલના છોકરાને ભારે સરખાઈ.!!!..ખરા છો તમે બન્ને ભાઈઓ.!!! .હું હસી ને વાત ઉડાવી દઉં…કે આ પણ મારો ભાઈ જ છે ને.!!! .”.

હું વિચારું કે..”આ ફેસબુક એ આજે નવું શું કહ્યું ?? ” ત્યાં વિશ્વજીત આગળ બોલે છે..આ વખતે દિવાળીએ હું મોસાળ ગયો હતો ત્યારે મામા ના દીકરા એ કહ્યું કે ” ભાઈ ટ્રેક્ટર લેવાનું વિચારું છું…થોડીક લૉન ને થોડાક ….” મેં કઈ વિચાર્યા વગર કઈ દીધું ..” લઈ લો ..ભાઈ..ઘટે એટલા મને કેજો…” એ તો મારી સામે જોઈ રહ્યો…મેં કહ્યું , “સાચું કહું છું..”

હું ગામ માં આંટો મારવા નીકળ્યો..ચોરે ઘણા બધા વડિલો બેઠા હોઈ… ‘નવા વરસ ના પાય લાગણ.’.માટે હું ત્યાં ગયો..મોટાઓ ને પગે લાગી ..સમોવડીયાઓ ને ગળે મળ્યો..બધાએ ખૂબ વખાણ કર્યા મારા …પછી કહ્યું કે , ” આ તારા મામા ના છોકરા પર તારા ચારે હાથ હો…” આટલું બધું કોઈ સગા ભાઈ નું ય ન કરે..હો ..!! થોડુંક જોતા રે’વાય આ જમાના પ્રમાણે ..તમારેય પેટ પડ્યા છે ને ?? આટલું બધુંય હાયલા નો જવાય તમારો ને તમારા છોકરાવ નો વિચાર કરો…થોડું સ્વાર્થી બનવું કાંઈ ખોટું નથી….”

“” બેન , મેં હવે ત્યાં બેઠક જમાવતા કહ્યું કે ..આ જ વિચાર 1970 ની સાલ માં મારા મામા એ ..આ છોકરા ના પિતાજી ..એટલે મુળુમામાંએ કર્યો હોત તો..ના મારો મોટો ભાઈ જીવતો હોત ન મારી મા !! ને હું તો જનમ્યો જ ન હોત..કેમ કે આ મારા જન્મ પેલા ની વાત છે..


……ત્યાં બેઠેલા બધાએ ધ્યાન આપ્યું..ભાભલા ઓ એ પણ કાન સરવા કર્યા…મારા જન્મ પેલાની વાત છે..મારા બા મને હમેશા કહે… ‘ દીકરાઓ દાન ધરમ ઓછું કરશો તો ચાલશે પણ મુળુ મામા ના કુટુંબ ને ઓછું ન આવવા દેતા એમનું ધ્યાન રાખજો ..અમને ખબર હતી કે મુળુ મામા મારા સગા મામા ન્હોતા , પણ મારા બા મુળુ મામા ને દર વર્ષે રાખડી અચૂક મોકલતા…અને અંતરના આશિષ આપી બોલતા કે, ” સગા તો સાત ભાઈ હોત તોય આ મુળુ ને તોલે એકેય ના આવત…મારો વીર તો..લાખોમાં એક..ખમ્મા મારા વીરા ને.!!!!” .

મેં હસી ને કીધું.. “બા , તમે મુળુ મામા ને વધારે પડતું મહત્વ આપો છો કે નહીં ?? ત્યારે … મારા બા એ કહ્યું …કે જેના થકી જીવ બચ્યો , કુટુંબ આગળ આવ્યું , અરે મોત ના મુખ માંથી બાર આવ્યા હોય…એને તો હું મારી ચામડીના જોડા કરી ને પહેરાવું તોય એના ઋણ માંથી ના છૂટું.. ખમ્મા મારા વીરા ને ..!! ” કહી આંખ માં આવેલ આંસુ લૂછવા લાગ્યા . મેં પૂછ્યું કે ” એવું તે મુળુ મામા એ શું કર્યું ?? ” ત્યારે મારી બા એ જૂની યાદો…કહો ને કે વીતી ગયેલા વર્ષોનો ખજાનો ખોલ્યો….વિશ્વજીત ના જન્મ પહેલાની વાત છે….પરણી ને સાસરે આવ્યા પછી દુષ્કાળ ના વરસ ને .ઘર માં ખાવાના સાંસા….આ તારા બાપુજી …રાજપૂત ના દીકરા..ના કોઈ મજૂરી કામ આવડે કે ના કોઈ સામે હાથ લાંબો કરે !!! એક દી તો બપોરે કઈ ખાવા નું નૈ.. ને સાંજનું ય કૈ.. મેળ ન પડે..આ મોટા ને પાવા દૂધ નું ટીપું ય નહીં…”

બા આંસુ ની ધારા લૂછતાં બોલ્યા.., એ દિવસે અચાનક કોઈ વ્હેવારીક કામે મુળુ ભાઈ આવી ચડ્યો મારા ગામે ને હું , ગામની દીકરી…એટલે એની બેન ને નાતે ..ખબર અંતર પૂછવા આવ્યો…ગામડાં નો સાવ સાદોસીધો ને અભણ માણસ…પણ વગર પુછયે મારી હાલત સમજી ગયો…ભાઈને જમવા નું કહેવાની હિંમત તો ના થઇ પણ ચા પાણી નું પૂછતાં …એટલું બોલ્યો કે…”બેનું દિકરીયું ના ઘર નું પાણી ય નો ખપે..” ને લાગણી ભરેલી આંખે ને હૈયું ભરેલા પ્રેમે મોટા માથે હાથ ફેરવી ને..એટલું બોલતો ગયો કે..આ ભાયુ બેઠા ને બેનુ દિકરીયું ને દુઃખ પડે તો ફટય સે અમોને…!!!

ખાલી હાથે હાલતાં થયેલા મુળુ ભાઈ ની હાલત મને ખબર હતી…એની પાસે આ બેન ને દેવા આશીર્વાદ સિવાય કંઈ જ નહોતું…!! મેં ને તારા બાપુજી એ તો આ કાળ ની કારમી પછડાટ સામે હાર માની લીધીતી ને વખ ઘોળવાનો જ વારો હતો…એ જ દિવસે .. ” ન ખબર પડતાં અમારી આંખો ય ક્યારે છલકાઈ રહી હતી ને બા પણ…એમના આંસુડાં લૂછતાં બોલ્યા.. “ખમ્મા મારા વીર ને..!! ”

એ દિવસે ..હવે ભીખ મગાતી નોતી..ને ભૂખ વેઠાતી નોતી..મરવા સિવાય કોઈ આરો નહોતો…એ વખતે કોઈ અજાણ્યો માણસ પૂછતો પૂછતો આવ્યો ને .. આવી ને મને કે મુળુ ભાઈ ના બેન સો ને ?? ..મેં હકાર માં ડોકું ધુણાવ્યું ..તો ..દિકરાવ..અમારી આંખો ફાટી રહી..એક નવી નકોર સાડી ને સો રૂપિયા…!!! એક રૂપિયો ગાડા ના પૈડાં જેવડો…ને સો રૂપિયા…!!!જાણે કે કુબેર નો ભંડાર.મને આપતા આપતા ઇ ભાઈ ..મારા માથે હાથ મૂકી ને એટલું બોલતા ગયા કે..” મુળુ એ એની બેન ને આ વિરપહલી નું કાપડું મોકલાવ્યું સે…!!!.”

અમને ખબર હતી કે ઠાલે હાથે ગયેલા મુળુ પાસે ફૂટી કોડી ય નહોતી..એણે કાઈ ને કાઈ ગીરવે મૂકી ..બેન ને વિરપહલી ના રૂપે ગરીબાઈ દૂર ઠેલી…!! તે દિ ની ઘડી ને આજનો દિ… આપણે આંગણે લક્ષ્મીજી ની કૃપા સતત વરસી સે…મુળુ ભાયે દૂર કરેલી અછત …આજ સુધી પાછી વળી ને કોઈદી આઇવી નથી…!!”‘ મારો મુળુભાઈ …એણે તો કુબેર નો દૂત મોઇક્લોતો…!! “”

“”બોલો હવે …”” મેં કીધું ..અમારા નવા ટ્રાન્સપોર્ટ ની ઓફીસ માં હવે આ મામાનો પૌત્ર વિનય જ બેસે છે ને એમાં એને અમે અમારા બેઉ ભાઈ ના દીકરા જેટલો જ હક ને ભાગ આપ્યો છે… “”

વિશ્વજીત ની વાત સાંભળી ..એ બધા તો અવાચક થઈ ગયા …પણ મારાથી બોલ્યા વગર ન રહેવાયું…”.વાહ..!!પટેલ મુળુભાઈ ને ધન્ય એના રાજપૂત ભાણેજડા…!!લોહી નો સબંધ ન હોવા છતાં જેની નસ માં પ્રેમ ને લાગણી વહે છે એ જ સાચું સગપણ….

વિશ્વજીત ને કૉલ માં બાય કહેતા પહેલા મારી આંખો લૂછતાં બોલાઈ ગયું..ફરી મળીશું…કોલ કરતા રહેશું….ok !!!

લેખક : દક્ષા રમેશ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment