Face book …બોલે છે… – ખરેખર લોકો ઘણીવાર ફેસબુક પર એટલા ખોવાઈ જાય છે કે….

168

” મોબાઈલું એ જ બગાઈડું છે ને !! …”” “”હાલી નિકડા સે…!!””
“આમાં જ કોણ જાણે …મંડી પઇડાં સે…!!””આવું જ સાંભળવા મળે મોબાઈલ માટે….

છતાં ય કોઈ ને એના વગર ચાલતું નથી. મનેય હો..!! હું ઘણા સમય થી એન્ડ્રોઇડ યુઝ કરું છું…અને થોડું ઘણું લખું પણ ખરી ..અને મને તરત જ મારા વાચકો તરફથી રિવ્યુ પણ મળે છે.. તો હા..

આજે દુનિયાની અવનવી વાતો નો ખજાનો ખોલવા જઈ રહી છું…
….ફેસબુક બોલે છે…

રોજબરોજ કોઈ ને કોઈ મેસેજ આવે કોલ પણ આવે ને વીડિયો કોલીંગ પણ થાય…જાણે કે જીવંત પુસ્તકો….અને જીવતીજાગતી વાર્તા ઓ નો ભંડાર…

” હાય.. દક્ષા આન્ટી !! ફ્રી છો ??..” આજે એક સરસ મીઠો અવાજ સંભળાયો .હું ઓળખી ગઈ..આતો મીઠડી હેતુ..મારી ફેસબુક ફ્રેન્ડ .,નામ તો હેતાલી..છે પણ હું જ્યારથી ઓળખું ત્યારથી હેતુ જ કહું છું .”.હા..બટુ.!!.બોલ ને..”

જુવો હવે હેતુ બોલે છે..મતલબ કે ” ફેસબુક બોલે છે…”
… “દક્ષા આન્ટી , આજે હું ઘણું બોલવા માંગુ છું..સાંભળો…

..આપે મને મારા બ્રેકઅપ પછી ઘણા આશ્વાસન આપ્યા પણ મને તમારી એકેય વાત નોતી ગમતી. હું સતત સંકેત નો જ વિચાર કરતી …

અને બ્રેકઅપ થયા પછી જ શુ કામ ?? એના પેલા પણ…આજ થી લગભગ એક વર્ષ થી વધારે સમય થયો મારે સંકેત સાથે …દોસ્તી થઈ… આન્ટી, શરૂઆત માં તો ..હાય.. હેલો થી ..મજા આવી પણ પછી તો મને પાંખો ફૂટી…

હું દિવસ રાત તેના જ વિચાર માં ખોવાયેલી …તેને ગમતા કપડાં પહેરું ,તેને ગમતા ગીતો સાંભળું ને આખો આખો દિવસ મોબાઈલ માં જ ચોંટી રહું…મમ્મી કે પપ્પા ને કઈ કહું નહીં ને એમનું કઈ સાંભળું પણ નહીં…નાની બેન પૂછે કે.. ” મોટી, આ મને પ્રોજેક્ટ બનાવવો છે..કેમ કરું..તું મને..હેલ્પ કર.!! .” પણ હું તો કોઈ જુદી જ દુનિયા માં રહેતી હતી…મમ્મી પપ્પા કે છોટી…કોઈ ત્યાં એન્ટર ન થઈ શકે…બસ હું ને મારો… સંકેત !!

મમ્મીએ સમજાવી પપ્પા એ ગુસ્સો કર્યો…પણ..વ્યર્થ..બધું જ ..હું એમને કહી દેતી..કે મને મારી લિમિટ ખબર છે..તમે ચિંતા ન કરો..હું તમને સમાજ માં નીચું જોવું પડે એવું કંઈ નહીં કરું…

જ્યારે લગ્ન માટે પપ્પાએ કહ્યું ત્યારે મેં એમને ચોખ્ખું જ કહી દીધું કે તમારે મારી ચિંતા કરવાની જરૂર નથી…તમારા જમાઈ …મેં ગોતી રાખ્યા છે…ને …મેં સંકેત ની વાત પપ્પા ને કરી ..અને સાથે એમ પણ કહી દીધું કે…બધું જ બરાબર છે …તમે હા કહો એટલી જ વાર છે…નાત જુદી હોવાથી મમ્મી પપ્પા જરા ખચકાયા… પણ મારી મક્કમતા જોઈ ને પપ્પા અમારા સમાજ સામે લડવા તૈયાર થયા ને મંજૂરી આપી…મારા પગ તો જમીન ને અડકતા ન્હોતા…આ સમાચાર સંકેત ને આપતા…ને સંકેત પણ…શુ કીધું ખબર છે…જવાબ સાંભળી ને …પેરા પગ ઓર ભી…જમીન થી ઊંચા થઈ ગયા….કારણ કે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ
…જ્યારે સંકેત ખડખડાટ હસતા બોલ્યો કે…પગલી ..તારા જેવી સાથે લગ્ન કરું તો તો મારે વર્ષ માં પાંચ વાર પરણવું પડે…આ તો ખાલી ટાઈમ પાસ…મજાક મસ્તી..તું સિરિયસ ન થઇશ….!!!!!ઓહ…
ઓહ…મેં …મેં આ શું કર્યું…સીરીયસ ન થઇશ…હા હા હા…સંકેતના અટ્ટહાસ્ય સાથે મેં …ઊંઘની ગોળીઓ ગટગટાવી…!!!

ડોક્ટર પપ્પાને કહી રહ્યા હતા કે …” ચિંતા ન કરો ..અમે પુરી કોશિષ કરશું…પણ..એ જ ડોક્ટર …હું અચેતન..અર્ધચેતન અવસ્થામાં સાંભળતી હતી કે…જલ્દી આવો સર,!! …એક કેસ આવ્યો છે ખૂબ જ સિરિયસ છે….”

જ્યારે બ્રેકઅપ પછી મેં સુસાઇડ ની કોશિષ કરી.. ત્યારે લાડકોડ થી મને ઉછેરી એ સારું કર્યું કે ખરાબ ??? એ મમ્મી પપ્પા નક્કી નહોતા કરી શકતા..પણ મેં નક્કી જ કર્યું હતું ..કે આ વખતે ભલે નિષ્ફળ પ્રયાસ કર્યો પણ હવે તો સફળ આપઘાત જ કરું…!!!

પણ , કુદરત મને કંઈ એમ જ પાછી સ્વીકારે ?? તો તો મારી જનરેશન આવું જ કરે ..સુસાઇડ તો સસ્તી કરી અમે.!!!.. આન્ટી, .હવે હું તમને બતાવવા માંગુ છું….હોસ્પીટલ માં જોયેલ દ્રશ્ય..

હંમેશ ઊંચી ગરદન રાખી ને જીવતા..પપ્પા દસ વર્ષ મોટા થઈ ગ્યા… મોટા શુ..રાતોરાત..હેતુ થી હીબકાં ભરાઈ જાય છે…આન્ટી, પપ્પા રાતોરાત વૃદ્ધ બની ગયા…હું ચુપચાપ એમને જોતી હતી…ઓહ..મારી નજીક આવ્યા ને..આન્ટી , હું …એમને જોઈ ન શકી…રડતા રડતા હેતુ ,…આગળ બોલે છે…મેં આંખ બંધ કરી દીધી…પણ..એમનો સ્પર્શ..એ મારા ગાલ પર હાથ ફેરવતા …બોલ્યા ..હેતુ, તું તો મારો દીકરો છે…તને જોઈ ને તો આ બાપ જીવે છે.. અરે..તને ઊંઘ આવતી હશે…સુઈ જા ..હું કઈ વાતો નહીં કરું…ને મારા વાળ માં હાથ પસવારવા લાગ્યા…

મારી આંખો ના ખૂણે થી આંસુની રેલી નિકળી પડી…એ જોઈ ને ..મમ્મી એ પપ્પાને ઉભા કરતા બોલી.. ” મને બેસવા દ્યો .!!..મારી લાડકી પાસે…દીકરો દીકરો કરી ને પોતે જ બધુ હેત કરી લ્યે.!!..મારો તો વારો જ ના આવવા દયે…!! ”

જેવા પપ્પા ઊભા થયા કે , મમ્મી ..મારા આંસુ લૂછતાં બોલી ” આ ડોક્ટર સાહેબ અહી થી રજા આપે એટલી વાર છે…જો જે ને મારી દીકરી …તું તો…” વળી આગળ બોલી , ” મારી દીકરી કેવી ડાહી…” ને મેં આંખો ખોલી ..એ સમજવા કે …મમ્મી શુ કહેવા માંગે છે ?? એ કઈ ગણગણતી હતી .. “આ દુનિયા જ એવી છે..મારી દીકરી , તું તો…કેવી સમજુ છો…લોકો ને તો બસ…” આન્ટી, મમ્મી …મમ્મી ને તો હું એનો કાળજા નો કટકો ..નિર્દોષ ને આખી દુનિયા દુશ્મન લાગતી હતી..મારો ક્યાં કઈ વાંક જ હતો ?? માં ની નજરે….હું જોઈ રહી ..મમ્મીની આંખો રડી રડી ને ઓહ..સોજી ગઈ હતી…તેને રડતી જોઈ ને છોટી આવી …અને મમ્મી ને મારી પાસેથી હટાવવા માટે બોલી.. ” મમ્મી, તું આમ આવ , મને બેસવું છે…એય મોટી.!! ..જલ્દી ઉભી થાજે. હો.!! .મારે નવો પ્રોજેકટ આવ્યો છે..આ વખતે જો તે મને હેલ્પ નથી કરી તો.!!..” હું તેની સામે તાકી રહી..એ મારુ ધ્યાન ડાયવર્ટ કરવા માટે વિચિત્ર ને જુદા જુદા મોઢા ના હાવભાવ કરવા લાગી..ને હું..હસવા લાગી..ને મને હસતી જોઈ ને મારી આ દુનિયા માં …મમ્મી પપ્પા ને મારી બેન માં નવો પ્રાણ આવ્યો…એમના મો પર આશા ના તોરણ બંધાયા એના આધારે ..હું પણ મક્કમ બની..

હોસ્પિટલ થી રજા મળ્યા પછી …મેં હવે આ મારી દુનિયા.. જે ગમે તે સંજોગો આવશે ..મારી જ દુનિયા બની રહેવાની છે…તેમના માટે જીવવાનું ચાલુ કરી દીધું…બધું ભૂલી ને….

……આ વાસ્તવિક ..દુનિયા એ જ આભાસી દુનિયા કે જ્યાં સંકેત ને હું મારું સર્વસ્વ માનતી હતી ને.. આ સાચા મારા અભિન્ન અંગ છે તેમને દુશ્મન…માનતી હતી …તેમને જ આ મોહમયી દુનિયાએ કરેલા દગા બાજી ના ઘા માંથી ઉગારી લીધી…પપ્પાનો પ્રેમ મમ્મીની મમતા ને નાની બેન ના નિખાલસ નખરા ….મારા તૂટેલા દિલ ના ઝખમ ક્યારે ભરાઈ ગયા..ને એ ત્રણેય ની હેતની સરવાણી ઝીલતી .. હું ફરીથી હસતી ખીલતી હેતુ બની ને …મારા માટે ભગવાને એક આદર્શ જીવનસાથી મારી સામે પિયુષ ના રૂપે લાવી મુક્યો.. ને હું પણ ઝડપથી બધું જ ભૂલી ને …..

આજે વાસ્તવિક દુનિયા માં …એક પ્રેમાળ પતિ પિયુષ સાથે આનંદ થી જીવું છું…

આન્ટી, મારા જીવનના અતિ સંવેદનશીલ તબક્કે મારો પરિવાર મારી સાથે ન હોત તો…હેતુ આજે તસવીર બનીને દીવાલે હાર પહેરી ને લટકતી હોત… હું છેલ્લે એટલું કહીશ કે …આભાસી દુનિયા માં ડોકિયું કરાય એ દુનિયામાં જીવી ન શકાય…મારી જેમ આંધળુકિયા કરીને કોઈના નામે જિંદગી ની બાજી હારવા ને બદલે…જે તમારા માટે જીવે છે..તમારી આંખમાં આંસુ જોવે તો જેનું કાળજું કપાય છે , …એવા માતાપિતા ને જીવતેજીવ મારી ન નાંખો… હું તો બેહદ નસીબદાર કે મારી સમજદાર સાચી દુનિયા એ મને મોતના મુખ માંથી ખેંચી ને ફરીથી જીવતા શીખવાડ્યું..મને મારા પરિવારે જ નવું જીવન આપ્યું..હું મારા જેવડા બધા ને કહીશ કે ..જીવન માં જ્યારે નિષફળતા આવે, ઠોકર ખાવ કે પડી ભાંગો ..ત્યારે…સ્વ માટે સ્વાર્થી બની મોત ને ગળે લગાડી તમારા માટે જીવતા લોકો ને સજા ન આપો …પણ એમના માટે જીવો કે જેમણે તમને જન્મ આપી જિંદગી આપી …

….આન્ટી, કંટાળો આવ્યો નથી ને ??? નારે બેટા.. તે તો જોરદાર વાતો કરી …

લેખક : દક્ષા રમેશ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment