ડોક્ટરને આવ્યો છોકરીનો કોલ અને પળભરમાં જ ખાતામાંથી ગાયબ થઇ ગયા 2.62 લાખ રૂપિયા..!!! જાણો હકીકત…

22

ભારતમાં ઓનલાઈન છેતરપીંડીની ઘટના ઘણી ઝડપથી વધી રહી છે. અવારનવાર રીપોર્ટ સામે આવી રહ્યા છે કે સામાન્ય માણસ સાઈબર ક્રાઈમનો શિકાર થઇ રહ્યો છે. અહી ધ્યાન રાખવા જેવી વાત એ છે કે ઓનલાઈન છેતરપીંડીના શિકાર સૌથી વધુ ભણેલાગણેલા લોકો થઇ રહ્યા છે. હવે એક નવી રીપોર્ટ જયપુરથી આવી છે કે એક ડોક્ટરને છોકરીનો કોલ આવ્યો અને તેના ખાતામાંથી ૨.૬૨ લાખ રૂપિયા ગાયબ થઇ ગયા. ચાલો જાણીએ આખી વાત.

આં ઘટના જોધપુરની છે જ્યાં વ્યવસાયથી ડોક્ટર તેજસ પટેલની સાથે ઓનલાઈન છેતરપીંડી થઇ છે. મીડિયા રીપોર્ટ મુજબ એક દિવસ તેજસની પાસે શ્રેયા નામની એક છોકરીનો ફોન આવ્યો અને તેણે તેજસને ૩૯૯ રૂપિયાનું બેગ ખરીદવા માટે એક વેબસાઈટની જાણકારી આપી.

છોકરીએ પોતાની ઓળખાળ દિલ્લીના ક્લાસિક ઇન્ટરપ્રાઈજના કર્મચારી તરીકે આપી. છોકરીએ તેજસને કહ્યું કે જો તે ૩૯૯ રૂપિયામાં બેગ ખરીદે છે તો તેમણે ૧૦૦ ટકા ગીફ્ટ મળશે. ગીફ્ટમાં એલઈડી ટીવી, લેપટોપ અને આઈફોન જેવી આઈટમો શામેલ છે.

શ્રેયાએ તેજસને વિશ્વાસ અપાવ્યો કે ‘ડીલ ઓફ દ ડે’ સ્કીમના ભાગ છે અને જો તે તેના દ્વારા જણાવામાં આવેલી વેબસાઈટથી ખરીદી કરે છે તો તેમને નિશ્ચિતપણે ગીફ્ટ મળશે. તેના પછી ડોક્ટર સાહેબ છોકરીની જાળમાં ફસાઈ ગયા અને તેમણે છોકરી દ્વારા જણાવામાં આવેલી વેબસાઈટથી ૩૯૯ રૂપિયાનું બેગ ખરીદ્યું. અસલી રમત તો હવે શરુ થઇ.

બેગ ખરીદ્યા પછી ડોક્ટરને એક કોલ આવ્યો કે તેમને ગીફમાં લેપટોપ મળ્યું છે. જેની કીમત ૭૨૦૦૦ રૂપિયા છે. ગીફ્ટ લેવા માટે ૫૫૮૦ રૂપિયા જીએસટીના આપવા પડશે. ડોક્ટર સાહેબે પોતાના ક્રેડીટ કાર્ડથી જીએસટીનું પેમેન્ટ કર્યું.

તેના પછી દરરોજ બધા જ પ્રકારના નિયમોના હવાલો આપીને ડોક્ટર પાસેથી ૨.૬૨ લાખ રૂપિયાની છેતરપીંડી થઇ ગઈ. તેના પછી તેમને છેતરપીંડીનો અનુભવ થયો. હાલમાં તો પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે અને ક્લાસિક ઇન્ટરપ્રાઈજ વિરોધમાં કેસ નોંધવામાં આવ્યો છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment