દીપિકા પદુકોણ બની દેશની ફીમેલ બ્રાંડ નંબર વન, તેની વેલ્યુ આટલા કરોડ સુધી પહોચી…

12

જો તમને પૂછવામાં આવે કે હાલના સમયમાં ભારતમાં સૌથી મોટું સેલીબ્રીટી બ્રાંડ કોણ છે, તો કદાચ તમારે વિચારવામાં થોડી વાર લાગી જાય. શાહરુખ ખાન, સલમાન ખાન તથા આમીર ખાન સહિત કોઈ પણ નંબર વન વધ્યું નથી. ભારતની સૌથી મોટી સેલીબ્રીટી બ્રાંડ હાલના સમયમાં છે દીપિકા પદુકોણ અને તેમની સરખામણીમાં કોઈ બરોબરનું છે તો એ છે ભારતની ક્રીકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી.

સેલીબ્રીટી બ્રાન્ડ્સની બ્રાંડ વેલ્યુ પર નજર રાખનાર પ્રખ્યાત કંપની ડફ અને ફેલ્પસના હાલના આકડાઓ અનુસાર માનીએ તો દીપિકા પદુકોણની બ્રાંડ વેલ્યુ ૧૦ કરોડ ડોલર એટલે કે ૭૦૦ કરોડ રૂપિયાની ઉપર પહોચી ગઈ છે. સૌથી વધુ કમાણી કરનાર સિતારોની ફોબ્સની લીસ્ટમાં પણ દીપિકાની કમાણી ગયા વર્ષે ૧૧૩ કરોડ રૂપિયા જણાવામાં આવી હતી. બ્રાંડ વેલ્યુ મુજબ દીપિકાએ ક્રિકેટર એમએસ ધોની, અભિનેતા આમીર ખાન અને પોતાના પતિ રણવીર સિંહને પણ પાછળ છોડી દીધા છે.

આ વિષયમાં વધુ જાણકારી મેળવતા ખબર પડી કે દીપિકા ગયા વર્ષે ૨૧ જુદી જુદી બ્રાંડની એમ્બેસેડરના ભાગરૂપે કામ કર્યું હતું. આટલી પ્રોડક્ટનું એન્ડોર્સમેન્ટ કરનાર બીજો કોઈ ફિલ્મ કલાકાર નથી. રમતમાં પણ માત્ર વિરાટ કોહલી તેમની નજીક પહોચે છે.

પોતાની વધતી બ્રાંડ વેલ્યુની સાથે સાથે દીપિકાએ હવે સ્ટાર્ટ અપ્સમાં પણ રોકાણ કરવાનું શરુ કર્યું છે. ફર્નીચર અને બ્યુટી પ્રોડક્ટમાં રોકાણ કર્યા પછી દીપિકા હવે પ્રખ્યાત ફ્રેંચ કંપની ડેનોના દહીં વેપારમાં પણ રોકાણ કરી રહી છે. દીપિકાના કંપનીની જાણકારી મુજબ દીપિકા જે પણ સ્ટાર્ટ અપમાં રોકાણ કરી રહી છે, તેમાં તેમના રૂપિયા લાંબા સમય માટે લગાડવામાં આવ્યા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment