ડાયાબિટીસના રોગી ખાઈ શકે છે આ ફળો

63

જો તમે ડાયાબિટીસના રોગી છો તો, દેખીતી વાત છે કે આ એક પ્રશ્ન તમારા મગજમાં જરૂર આવ્યો હશે કે શું અમે ફળોનું સેવન કરી શકીએ છે ? એક્સપર્ટ કહે છે કે ડાયાબિટીસના રોગી પણ ફળોનું સેવન કરી શકે છે પરંતુ સાચા પ્રમાણમાં. એવા ફળો જેવા કે, કેળા, લીચી, ચીકુ અને કસ્ટડ સફરજન વગેરેથી બચવું જોઈએ.

આજે અમે તમને એવા ૧૮ ફળો જણાવી રહ્યા છીએ, જેનું સેવન તમે આરામથી કરી શકો છો. મતલબ કે, ડાયાબિટીસના રોગીઓએ રેશેદાર ફળો, જેવા કે તરબૂચ, કોળું, પપયું, સફરજન અને સ્ટોબેરી વગેરે ફળો ખાવા જોઇએ. આ ફળોથી લોઈમાં સાકરનું સ્તર નિયત્રિત થાય છે એટલા માટે આ ફળોને ખાવાથી કઈ નુકસાન થતું નથી.

ડાયાબિટીસના રોગીએ ફળોનો રસ ના પીવો જોઈએ કેમ કે એમાં ખાંડ નાખવામાં આવે છે અને બીજુ કે માવો હટાવી દેવામાં આવે છે, જેના લીધે શરીરને ફાઈબર નથી મળી શકતું. તો આવો જાણીએ ડાયાબિટીસના રોગીઓએ ક્યાં-ક્યાં ફળોનું સેવન કરવું જોઈએ.

કીવી

ઘણા સંસોધન મુજબ એ વાત સામે આવી છેકે કીવી ખાવાથી બ્લડ સુગર લેવલ ઓછું થાય છે.

કાળા જાંબુ

ડાયાબિટીસના રોગીઓ માટે આ ફળ બૌવ જ લાભકારી છે. તેના બીજોને પીસીને ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલ થાય છે.

અમરખ

જો તમને ડાયાબિટીસ છે તો તમે આ ફળ આરામથી ખાઈ શકો છો. પણ જો રોગીને ડાયાબીટીસ વધારે પડતું હોય તો તેમણે આ ફળ ખાતા પહેલા ડોક્ટરને પૂછવું જોઈએ.

જામફળ

જામફળમાં વિટામીન એ અને સી ના સિવાય ફાઈબર પન હોય છે. તેમાં જિઆઈનું પ્રમાણ ૨૦ હોય છે જોકે બોવ જ ઓછું માનવામાં આવે છે.

શેરી

આ ડાયાબિટીસના રોગીઓ માટે બોવ જ સ્વાસ્થ વર્ધક માનવામાં આવે છે

જલધારું

આં ફળમાં જિઆઈ  બોવ જ ઓછી માત્રામાં જોવા મળે છે અને ડાયાબિટીસના રોગીઓ માટે સારું માનવામાં આવે છે

સફરજન

સફરજનમાં એન્ટીઓક્સીડેંટ હોય છે જે કોલસ્ટોલ લેવલને ઓછું કરે છે અને રોગ પ્રતિકારક ક્ષમતાને વધારે છે

અનાનસ

તેમાં એન્ટી બેક્ટેરીયલ તત્વ હોવાની સાથે શરીરનો સોજાવો ઓછો કરવાની ક્ષમતા હોય છે. તે શરીરને બધી જ રીતે ફાયદો પહુચાડે છે.

નાશપતિ

તેમાં બોવ જ સારા ફાઈબર અને વિટામીન જોવા મળે છે જે ડાયાબિટીસના રોગીઓ માટે ફાઈદાકારક હોય છે.

પપૈયા

તેમાં વિટામીન અને અન્ય પ્રકારના મિનરલ હોય છે

અંજીર

તેમાં હાજર રેશા મધુમેહના રોગીઓના શરીમાં ઈન્સુલીનના કાર્યને સપોર્ટ કરે છે.

સંતરા

આ ફળ રોજ ખાવાથી વિટામીન સી નું પ્રમાણ વધશે અને ડાયાબિટીસ સારું થશે.

તરબૂચ

જો તેને સાચા પ્રમાણમાં ખાવામાં આવે તો આં ફળ મધુમેહના રોગીઓ માંટે સારું સાબિત થશે.

દ્રાક્ષ

દ્રાક્ષનું સેવન ડાયાબિટીસના એક મહત્વ કારક મેટાબોલિક સીડ્રોમના જોખમથી બચાવે છે. દ્રાક્ષ શરીરમાં ગ્લૂકોજના સ્તરને નિયત્રિત કરે છે.

દાડમ

આ ફળ પણ વધી ગયેલ બ્લડ શુગર લેવલને ઓછું કરવામાં અસરકારક છે

કોળું

તેમાં ગ્લાઈસીમિક ઇન્ડેક્સ વધુ હોવા છતાં પણ ફાઈબરનું પ્રમાણ સારું હોય છે એટલા માટે તેને સારા પ્રમાણમાં ખાવામાં આવે તો સારું થશે

જેકફ્રુટ

આ ફળ ઈન્સુલીન લેવલને ઓછું કરે છે કેમ કે તેમાં વિટામીન એ, સી, થાયમીન, રાઈબોફ્લેવીન, નીયાસીન, કેલ્સીયમ, પોટેશિયમ, આયરન, મેગ્નેશીયમ તથા અન્ય પોસ્ટીક તત્વ હોય છે.

આમલા

આ ફળમાં વિટામીન સી અને ફાઈબર હોય છે જે મધુમેહના રોગીઓ માટે સારું માનવામાં આવે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment