દેશનો પ્રથમ ડિજિટલ ગાર્ડન, વૃક્ષો પર લગાવેલ ક્યુઆર કોડને સ્કેનીંગ કરતા તુર્તજ માહિતી ઉપલબ્ધ થશે…

13

કેરળમાં ત્યાંની રાજ્ય સરકાર એક એવો ગાર્ડન એટલે કે બગીચો વિકસિત કરે છે જે સંપૂર્ણ રીતે ડીઝીટલ હશે. આ બગીચામાં કેટલાકઝાડ પર એક QR ક્યુઆર કોડમતલબ કે ક્વિક રિસ્પોન્સ કોડ લગાવવામાં આવશે. તેને સ્કેન કરવાની સાથે જ તમને તે વૃક્ષ કે ઝાડ વિષેની સંપૂર્ણ જાણકારી કે માહીની મળી જશે. આ ગાર્ડન કેરળના રાજભવનમાં આવેલ છે. અને તેને કનકકુન્નુ નામથી ઓળખવામાં આવે છે.

12એકરમાં ફેલાયેલ છે.(1 એકર એટલે 2.5 વીઘા, અને1 વીઘા એટલે 16 ગુઠા અને 1 હેક્ટર એટલે 6.25 વીઘા જમીન.) હવે ગણિત કરો તો 12 એકર જમીન એટલે 30 વીઘા જમીન થાય. આ 12 એકર કે 30 વીઘા જમીનમાં આવેલ આ ગાર્ડનમાં 126 પ્રજાતિના વૃક્ષ છે. અને આ દરેક ઝાડનીડીઝીટલ માહિતી QR કોડથીસજ્જ કરવાનીકે સાંકળવાની પ્રક્રિયા ચાલુ છે.

જો કે, આ યોજનાના પ્રાથમિક સ્તરે, બગીચામાં આવેલહજારો વૃક્ષોમાંથી ફક્ત 600 વૃક્ષો પરQR કોડ્સ સ્થાપિત કરવામાં આવ્યા છે. બાકીરહેલા વૃક્ષો પર પણ જલ્દીથી ક્વિક રિસ્પોન્સ કોડ મતલબ કે QR કોડથી સજ્જ કરવામાં આવશે. આ કાર્યમાં કેરલ વિશ્વ વિદ્યાલયના વનસ્પતિ વિજ્ઞાન ભવનનો પણયોગ્ય સાથ સહકાર મળી રહ્યો છે.

દિલ્હીના લોધી ગાર્ડનમાં પણ આ પ્રકારની વ્યવસ્થા છે.

દિલ્હીનાલ્યુટીન્સ ઝોન ખાતે પ્રસિદ્ધ લોધી ગાર્ડનમાં પણ લગભગઆશરે 100 વૃક્ષો QR કોડ લગાવવામાં આવેલ છે. આQR કોડ દ્વારા લોકોને જે તે ઝાડનું મહત્વ અને તેના વિશેની સંપૂર્ણ માહિતી મળી રહે છે.જેવૃક્ષો પર ક્યુઆર કોડ સ્થાપિત કરવામાં આવ્યો છે, તેમાંના ઘણા વૃક્ષો તો 100 વર્ષથી પણવધુ જૂનાં છે.

વિશ્વના ઘણાય દેશોમાં વૃક્ષ પર QR કોડલગાવવો ફરજિયાત છે.

અમેરિકાઅને જાપાન જેવા દેશોમાં વૃક્ષો પર QR કોડ લગાવવો ફરજીયાત છે. જેથી ત્યાંના લોકોને કે અન્ય બહારથી આવતા લોકોને જેતે ઝાડની વિશેષતાઓ વિષે સંપૂર્ણ જાણકારી તેમના મોબાઈલ પર QR કોડને સ્કેન કરવાથી મળી શકે છે.આનાથી લોકોમાંપણવૃક્ષો પ્રત્યેજાગૃકતામાં વધારો જોવા મળ્યો છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment