દેશી ઘી થી નથી વધતું કોલસ્ટ્રોલ, જાણો રીચર્સ શા માટે માને છે તેને “અમૃત”…

49

દેશી ઘી થી કોલસ્ટ્રોલ વધે છે? મેટ્રો સીરીજમાં ફેકટ વગર એક સામાન્ય ધારણા બની ગઈ છે કે દેશી ઘી થી કોલસ્ટ્રોલ વધે છે. થોડા દિવસ પહેલા બોલીવુડ એક્ટ્રેસ કરીના કપૂરે પોતાની હેલ્થનું રહસ્ય જણાવતા કહ્યું કે તે દેશી ઘી ખાવાનું ક્યારે પણ છોડતા નથી. તેમની દાદી કૃષ્ણા રાજ પણ હંમેશા દેશી ઘી ખાતી હતી અને તેમણે ખુબ જ સ્વસ્થ્ય જીવન વિતાવ્યું. ચાલો કરીના કપૂરની વાત છોડીને ફેક્ટની વાત કરીએ. દેશી ઘી પર થયેલા ઘણા રીસર્ચમાં એ વાત સામે આવી છે કે એનાથી લોહી અને આતરડામાં રહેલ કોલસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે. એવું એટલા માટે થાય છે કેમ કે દેશી ઘી થી bilarias lipid નો સ્ત્રાવ વધી જાય છે.

દેશી ઘી બોડીમાં બેડ કોલસ્ટ્રોલના લેવલને સારું રાખે છે અને ગુડ કોલસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે, એટલા માટે જો કોલસ્ટ્રોલની તકલીફથી પીડાવ છો તો, પોતાની ડાઈટમાં દેશી ઘી જરૂર લો અને જો આ ગાયનું દેશી ઘી હોય તો બહુજ સારું. તેનું પ્રમાણ જરૂરતથી વધારે ન હોય. દેશી ઘીનું સંતુલિત ઉપયોગ જ કરો.

દેશી ઘી માં કેલ્શિયમ, ફોફ્સોરસ, મિનરલ અને પોટેશિયમ જેવા ઘણા પોષક તત્વ હોય છે. દેશી ઘી બેડ કોલસ્ટ્રોલ લેવલને પણ કંટ્રોલ કરે છે. કોલસ્ટ્રોલના કંટ્રોલમાં રહેવાથી હાર્ટ સારી રીતે કામ કરે છે અને હદય સાથે જોડાયેલ કોઈ પણ બીમારી થવાની સંભાવના ખુબ જ ઓછી થઇ જાય છે. દેશી ઘી માં વિટામીન ke-૨ નું પ્રમાણ પણ હોય છે. આ વિટામીન બ્લડ સેલમાં જમા કેલ્શિયમને દુર કરવાનું કામ કરે છે, જેનાથી બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે.

નેશનલ ડેરી રીસર્ચ ઇન્સ્ટીટયુટની રીપોર્ટમાં ભારતીય વૈજ્ઞાનિકે દાવો કર્યો કે દેશી ઘી ન માત્ર ગુડ કોલસ્ટ્રોલને વધારે છે પરંતુ એનાથી કેન્સર અને હદયની બીમારીનું જોખમ પણ ઓછુ થાય છે. રીપોર્ટમાં ડોક્ટર વિનોદ કન્સલે જણાવ્યું કે દેશી ઘી કોન્જુગેટેડ લીનોલીક એસીડનો નેચરલ સોર્સ છે, જેના ઘણા ફાયદા છે.

બિડલા આયુર્વેદના મેડીકલ કંસલ્ટેન્ટ ડોક્ટર વૃંદા લોટલીકર મુજબ, દેશી ઘી ઓમેગો- ૩ ફેટી એસીડનો નેચરલ સોર્સ છે, જે LDE (low density lipoprotein) કોલસ્ટ્રોલને નિયંત્રિત કરે છે. ગાયનું દેશી ઘી એન્ટી ઓક્સીડેન્ટ હોય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment