દેશ શુંકામે કરાવે છે બીજા દેશમાં નોટોની છાપણી ??? કારણ છે ચોકાવનારુ…

12

ગયા અઠવાડિયે લાઈબેરિયાઇ સરકારએ જાણકારી આપી કે એના ૧૦.૪ કરોડ ડોલર એટલે કે અંદાજે ૭૫૦ કરોડ રૂપિયાનું નુકશાન થઇ ગયું છે. એવું નથી કે કોઈ પ્રકારનું નુકશાન હતું જે લાઈબેરિયાએ ખોટું રોકાણ અથવા દગાના કારણે થયું, પરંતુ દેશની રોકડ ખરેખર ગાયબ થઇ ગઈ.

લાઇબેરિયાના કેન્દ્રીય બેંકએ વિદેશમાં આવેલ પ્રિન્ટિંગ પ્રેસને આ નોટોની છાપણીનું કામ સોંપ્યું હતું. આ કરન્સી જ્યારે દેશના મુખ્ય બંદરથી એરપોર્ટ સુધી લઇ આવામાં આવતા હતા એ દરમ્યાન ગાયબ થઇ ગયા. લાઇબેરિયાઈ સરકાર આ મામલાની તપાસ કરી રહી છે. ગયા મહીને ભારતીયોએ પણ સોશિયલ મીડિયા પર કરન્સીની છાપણી બીજા દેશોમાં કરાવાની વાત પર ગુસ્સો જતાવ્યો હતો.

વાત એવી છે, સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટની અએક રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે સરકારી પ્રિન્ટિંગ કોર્પોરેશનને ભારતીય રૂપિયા છાપવાનો કોન્ટ્રેકટ મળ્યો છે. જો કે, ભારતએ આ દાવા પરથી ઇનકાર કરી દીધો હતો. ભારતનું કહેવું છે કે આ દાવો બિલકુલ નિરાધાર છે. તેઓ પોતાની મુદ્રાને દેશની ચાર અતિ સુરક્ષિત પ્રેસમાં છપાવે છે. આ બંને મામલાઓથી એક પ્રશ્ન નીકળીને સામે આવ્યો છે કે શું આપણે એ વિચારવું જોઈએ કે આપણા પૈસા ક્યાં છપાઈ રહ્યા છે ?

શું આ ખુબજ સામાન્ય વાત છે ?

અમુક દેશો જેમકે ભારત બધા પૈસાની છાપણી પોતાના દેશમાં જ કરે છે. અમેરિકા પણ પોતાની મુદ્રાને કાયદાકીય પોતાના જ દેશમાં છાપવા માટે બંધાયેલ છે, પરંતુ અમુક એવા દેશ પણ છે જ્યાં કરન્સીની છાપણી વિદેશોમાં થવી ખુબજ સામાન્ય વાત છે. જો લાઇબેરિયાની વાત કરીએ તો ત્યાં છાપણીનું કેન્દ્ર જ નથી.

આ વિસ્તારમાં ઘણી મોટી કંપનીઓ છે જે મોટાભાગના દેશો માટે કરન્સીની છપાઈનું કામ કરે છે. બેંક નોટ બનાવનારી કંપની ડે લા રુઈ અનુસાર વ્યવસાયિક પ્રિન્ટ માર્કેટ ટોટલ રોકડનો ૧૧ ટકા સુધી વ્યાપારિક રીતે છાપવામાં આવે છે. આ ક્ષેત્રની મોટાભાગની કંપનીઓ યુરોપ અને ઉત્તર અમેરિકાની છે. બ્રિતાની કંપની ડે લા રુઈ દુનિયાની સૌથી મોટી નોટોની છપાઈ કરનારી કંપની છે.

આ કંપની લગભગ ૧૪૦ દેશોના કેન્દ્રીય બેંક માટે રોકડ છાપણીનું કામ કરે છે. દર અઠવાડિયે આ કંપની એટલી કરન્સીની છાપણી કરે છે કે આને જો ભેગા કરીને પહાડ બનાવામાં આવે તો એવરેસ્ટની ટોચને બે વખત અડકી લે એવો પહાડ બનશે. આની કોમ્પીટીટર જર્મનીની કંપની ગીસેક એન્ડ ડર્વીએન્ડ લગભગ ૧૦૦ કેન્દ્રીય બેંકો માટે નોટોની છાપણીનું કામ કરે છે. આના સિવાય કૈનેડિયન બેંક નોટ કંપની અને અમેરિકા સ્વીડનની ક્રેન કંપની આ ક્ષેત્રની મોટી કંપનીઓ છે. આ એક મોટો અને ગુપ્ત વ્યાપાર છે.

જયારે અમે આ કંપનીઓ સાથે કોન્ટેક્ટ કર્યો તો એમણે એ જણાવાની ના પડી કે તેઓ ક્યાં ક્યાં દેશોના કેન્દ્રીય બેંકો માટે કરન્સીની છાપણી કરે છે. મોટા ભાગની સરકારો આના વિશે વાત કરવા પણ ઈચ્છતી નથી. ભારતનાં લોકો વચ્ચે કરન્સીની છાપણીની ખબરને લઈને જે રોષ સામે આવ્યો એનાથી એ સમજી શકાય છે કે કેવી રીતે કરન્સીની છાપણી ક્યાં થઇ રહી છે એ સામાન્ય લોકો માટે સંવેદનશીલ વિષય છે. ડરહમ યૂનિવર્સિટીના પૈસાના ઈતિહાસના વિશેષજ્ઞ ડનકેન કોનોર્સ કહે છે, “આ લોકો માટે રાષ્ટ્રીયતાનો વિષય બની જાય છે.”

શુંકામ દેશ ખુદ કરન્સી નથી છાપતું ?

આ એક મુશ્કેલ અને ખર્ચાળ પ્રક્રિયા છે. સોલોમોન દ્વીપ પોતાની મુદ્રાની છાપણી દેશની બહાર કરાવે છે. એના માટે નોટ છાપનાર કંપની લગભગ ૧૦૦ વર્ષ જૂની છે. ડે લા રુઈએ કરન્સી પ્રિન્ટિંગનું કામ ૧૮૬૦માં શરુ કર્યું હતું. બેંક ઓફ ઇંગ્લેન્ડ માટે કંપનીએ નવા પોલિમર નોટ પણ બનાવ્યા છે. નાના દેશો માટે કરન્સીની પ્રિન્ટિંગ કરાવી તાર્કિક રૂપથી પણ સાચું છે. જો કોઈ દેશને ઓછા નોટ જોઈએ તો એના માટે પ્રિન્ટિંગ પ્રેસ પર મોટો ખર્ચો કરવો એક સાચો વિકલ્પ નથી. આ પ્રકારની પ્રેસોમાં સમય સમય પર નવી અને સારી ટેકનીકનો ઉપયોગ પણ કરવો પડે છે.

નાના દેશો માટે સારો વિકલ્પ

એક બેંક નોટ એક વર્ષમાં એક અરબ ૪૦ કરોડ નોટોની છપાઈ કરે છે. જો કોઈ કેન્દ્રીય બેંક આનથી ઓછી નોટોની છપાઈ કરે છે તો પ્રેસ એના માટે આર્થિક રીતે યોગ્ય નિર્ણય નથી. અમેરિકાની વાત કરીએ તો તે દર વર્ષે સાત અરબ નોટોની છાપણી કરે છે. સોલોમન દ્વીપની વાત કરીએ તો અહિયાં વસ્તી ૬ લાખ છે અને એના માટે છપાઈ ડે લા રુઈ કરે છે. એના સિવાય મૈસિડોનિયા અને બોત્સવાના જેવા દેશ પણ બ્રિતાની કંપનીઓ પાસેથી નોટોની છાપણી કરાવે છે. ભારત માટે એવું કરવું રાષ્ટ્રીય સુરક્ષા માટે ચિંતાનું કારણ બની શકે છે. ખાસ કરીને ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલ સીમા વિવાદ વચ્ચે આ વધુ મહત્વનું બની જાય છે. પ્રશ્ન એ છે કે શું નોટોની બહાર છાપણીથી ઉત્પન્ન થનાર ડર યોગ્ય છે.

લિબિયાની ઘટના અને રોકડની કટોકટી

લિબિયાનું ઉદાહરણ લઈએ તો વર્ષ ૨૦૧૧માં બ્રિતાની સરકારે ૧.૮૬ અરબ દિનારને લિબિયા મોકલવાથી રોક્યા હતા. એમાંથી ૧.૪ કરોડ પાઉન્ડ ડે લા રુઈએ છાપ્યા હતા. પરિણામ એ થયું કે કર્નલ ગદાફીની સત્તાના છેલ્લા ચરણમાં લિબિયામાં નોટોની કટોકટી થઇ ગઈ. એવી પરિસ્થિતિમાં વિદેશી સરકારો ક્યારેક ક્યારેક કરન્સીનું વિતરણ રોકી દે છે. જો કે આ ઘણી દુર્લભ પરિસ્થિતિ છે. લિબિયાની આ ઘટનાએ ઇન્ડસ્ટ્રીને ચોકાવ્યા હતા. જો કે નોટોની છપાઈના આ વ્યવસાય પર આની ખાસ અસર થઇ નથી.

સૈદ્ધાંતિક રૂપથી જોઈએ તો કોઈ દેશ પાસેથી મળેલ છાપણીના નિર્દેશથી વધારે મુદ્રાની છાપણી કરીને દેશના અર્થતંત્રને નબળું કરી શકાય છે. મુદ્રાનો વધારો અર્થતંત્ર પર ખરાબ પ્રભાવ કરી શકે છે અને ફુગાવાની સ્થિતિ બની શકે છે. એક બીજો જોખમ એ પણ રહે છે કે વિદેશી તાકતોને તમારી નોટોની સિક્યોરિટી ફીચર્સની જાણકારી હોય છે. એવામાં નકલી નોટોનો જોખમ રહે છે. જો કે આ પ્રકરની ઘટનાનું કોઈ પ્રમાણ નથી.

જે દેશ પોતાની કરન્સીની છાપણી કરે છે ત્યાં વિશ્વાસ એક મોટો વિષય હોય છે. આવા દેશોમાં ઉચ્ચ સ્તરીય ભ્રષ્ટાચારની પણ અપેક્ષા છે. જો કે મોટાભાગના દેશ કરન્સીની છાપણી ખુદ કરે છે. ઇન્ટરનેશનલ મોનેટરી યુનિયનના મેનેજર ગિયામે લિપેક કહે છે, “મોટાભાગના દેશ પોતાની કરન્સી ખુદ છાપે છે અને એક નાનો ભાગ વ્યાપારિક કંપનીઓ પાસે છપાવે છે.” કોઈપણ ઇન્ટરનેશનલ નિયામક આ પ્રકારના ઉત્પાદનને કંટ્રોલ કરતા નથી.

શું ભવિષ્યમાં કૈશ એટલા જરૂરી હશે ?

ઘણા લોકો હવે કેશનો ઓછો ઉપયોગ કરે છે. ઘણી એપ્લિકેશન્સ અને ચુકવણી પદ્ધતિઓએ નોટનો ઉપયોગ કરતાં પહેલાં તેને વધુ સરળ બનાવ્યું છે. ચાઇનામાં, વેચના નામની મેસેજિંગ અને ચુકવણી એપ્લિકેશન ખૂબ લોકપ્રિય છે. ચાઇનાના પીપલ્સ બેન્ક મુજબ, 2016 માં માત્ર 10 ટકા છૂટક ચુકવણી કરવામાં આવી હતી. આનું મોટું કારણ હતું મોબાઇલ પેમેન્ટની સંખ્યામાં વધારો.

આમ હોવા છતાં, આ ક્ષેત્રની જાણકાર સ્મિતર્સ પિરા કંપનીનું માનવું છે કે વિશ્વમાં કરન્સીની માંગ આખી દુનિયામ વધી રહી છે. આ માંગ દર વર્ષે ૩.૨ ટકાના દરે વધી રહી છે. હાલમાં આ માંગ ૧૦ અરબ ડોલર છે. કરન્સીની માંગમાં એશિયા અને આફ્રિકા સૌથી વધુ ઝડપથી વિકસતું ક્ષેત્ર છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment