દેશભરમાં ગુસ્સો, તો ક્યાંક સળગ્યો પાકિસ્તાનનો ઝંડો, તો ક્યાંક પડ્યા આતંકી મસૂદને ચંપ્પલ, જુઓ આ તસ્વીરો…

21

જમ્મૂ કશ્મીરના પુલવામા માં અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો થયો છે. આ હુમલામાં આપણા ૪૦ જવાનો શહીદ થઇ ગયા. ગુરુવારે થયેલ આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદએ લીધી છે. આ સેના પર થયેલ અત્યાર સુધીનો સૌથી મોટો આતંકી હુમલો છે. દેશભરમાં આ સમયે દરેક વ્યક્તિ ગુસ્સામાં છે. લોકો પોતાની રીતે પ્રદર્શન કરી રહ્યા છે. આગળ જુઓ ફોટાઓ

સીઆરપીએફ જવાનોમાં વધારે પડતા મૃતદેહ એટલા વેર વિખેર થઇ ગયા હતા કે સાથી જવાનોના આધાર કાર્ડ, રજાની અરજીઓ અને સેનાના પરિચય પત્રથી જ ઓળખાણ થઇ શકી.

અધિકારીઓએ જણાવ્યું કે બ્લાસ્ટમાં મૃતદેહોની હાલત એવી થઇ ગઈ હતી કે એમની ઓળખાણ કરવી મુશ્કેલ હતી.

સીઆરપીએફના કાફિલામાં ૭૮ ગાડીઓ હતી અને લગભગ ૨૫૦૦ જવાન શામેલ હતા.

જમ્મૂ કશ્મીરમાં રાખેલ સીઆરપીએફના અધિકારીઓએ જવાનોના પરિવારને હજારો ફોન કરવા જેવું મુશ્કેલ કામ પણ કર્યું છે.

અમેરિકા સહિત ઘણા દેશએ કહ્યું છે કે તે આતંક વિરુધ્ધ ભારત સાથે ઉભા છે.

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટનએ શુક્રવારએ પોતાના ભારતીય સમકક્ષ અજીત ડોભાલ સાથે ફોન પર વાત કરી છે.

એનએસએ ડોભાલએ પોતાના સમકક્ષ બોલ્ટન સાથે મળ્યા સહકારના ભરોસા પ્રતિ એમનો આભાર વ્યક્ત કર્યો.

ડોભાલએ કહ્યું કે આતંકી સંગઠન પાકિસ્તાનની જમીનનો ઉપયોગ ભારતના વિરોદ્ધમાં કરી રહ્યા છે.

દશકોથી પાકિસ્તાનની ખુફિયા એજન્સી, સેના અને રાજ્યના આતંકીઓને સમર્થન મળી રહ્યું છે.

પાકિસ્તાનમાં પ્રશિક્ષણ, સંસાધન, હથિયાર મળે છે અને સીમા પારથી ઘુસપેઠ કરાવામાં આવે છે.

પાકિસ્તાન એમના વિરુધ્ધ સબૂત આપવા પર પણ કોઈ કાર્યવાહી કરતું નથી.

આતંકવાદ વિરુદ્ધ પાકિસ્તાનના આ રવૈય્યા પર ભારતીય એનએસઈએ કડક પગલા ભરવા માટે અમેરિકાનો સહકાર માંગ્યો છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ પાકિસ્તાનથી બધા આતંકી સંગઠનોને મદદ અને રહેઠાણ આપવાનું બંધ કરવા માટે કહ્યું છે.

જર્મની, ફ્રાંસ અને રૂસએ પણ કહ્યું છે કે તે ભારત સાથે છે.

ભારત પણ જૈશ એ મોહમ્મદના સરગના અને મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અજહર પર પ્રતિબંધ લગાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર  પર દબાવ બનાવશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment