ડીલેવરીના 4 મહિના પછી “શો” માં પાછી આવી આ ટીવી એક્ટ્રેસ, કરીના કપૂરની ઓનસ્ક્રિન બહેન બની ચુકી છે…

22

ભાભીજી ઘર પર હે’ ની એક્ટ્રેસ સૌમ્યા ટંડને થોડા સમય પહેલા જ એક બાળકને જન્મ આપ્યો છે. પ્રેગ્નેન્સી દરમિયાન સૌમ્યા ટંડન મેટરનીટી લીવ પર હતી. મેટરનિટી લીવ પૂરી થતા જ ફરીથી શો પાછી આવી ગઈ છે. આ વાતની જાણકારી પોતે સૌમ્યાએ સોસીયલ મીડિયા પર એક પોસ્ટ કરીને આપી. આ પોસ્ટમાં સૌમ્યાની સાથે શો ના સ્ટારકાસ્ટ તેમનું જોરદાર સ્વાગત કરતા જોવા મળે છે.

સૌમ્યા ટંડને ટ્વીટર પર એક વિડીયો શેર કર્યો છે. સૌમ્યા વિડીયોમાં બોલી રહી છે કે ‘તમે લોકો મને ઘણા દિવસોથી પૂછી રહ્યા હતા શો માં પાછા ક્યારે આવો છો. તો મેં વિચાર્યું કે સેટ પર આવીને તમને બધાને સરપ્રાઈજ આપું. ૪ મહિના પછી આજે મેં પહેલીવાર શૂટ કર્યું. ખુબ જ મજા આવી. એવું લાગ્યું કે ફરીથી પોતાના ઘરે પાછી આવી ગઈ છું.’ સૌમ્યાના પાછા આવવાથી ફેંસ ઘણા ખુશ છે અને તે સૌમ્યાના પાછા આવવાનો આનંદ સતત પોસ્ટ કરીને શેર કરી રહ્યા છે.

સૌમ્યાના એક ફેંસે લખ્યું કે હું મારી લાગણી શબ્દોમાં વ્યકત કરી શકતી નથી. પાછા આવવા માટે તમારો ખુબ આભાર. ખુબ જ ખુશ છું. તમને ખુબ જ યાદ કર્યા.’ સૌમ્યા ટંડને ૧૪ જાન્યુઆરી ૨૦૧૯ એ દીકરાને જન્મ આપ્યો છે. બાળક સાથે પહેલો ફોટો શેર કરતા લખ્યું હતું- અમારી ખુશીનો ખજાનો.’ તેની પહેલા પોતાના ફેંસને પ્રેગ્નેન્ટ હોવાની વાત સોસીયલ મીડિયા દ્વારા જણાવી હતી. તેમણે લખ્યું હતું કે તે કોઈ સુપરહીરો જેવું અનુભવી રહી છે.

સૌમ્યા ટંડને પ્રેગ્નેન્ટ હોવાના કારણે ટીવી સીરીયલ ‘ભાભીજી ઘર પર હે’ શો માંથી ૪ મહિનાનો બ્રેક લીધો હતો. સૌમ્યા ટીવી સિવાય ફિલ્મ ‘જબ વી મેટ’ માં કરીના કપૂરની બહેનનું પાત્ર ભજવી ચુકી છે. સૌમ્યા ટંડન ડીસેમ્બર ૨૦૧૬ માં બેન્કર સૌરભ દેવેન્દ્ર સિંહ સાથે લગ્ન કર્યા હતા.

બંને લાંબા સમયથી લીવ ઇન માં રહેતા હતા. સૌમ્યા અને સૌરભ બંને એકબીજાને કોલેજના દિવસોથી ઓળખે છે. સૌમ્યાના મત મુજબ સૌરભે તેમણે હંમેશા સપોર્ટ કર્યો. સૌરભ તેમની સાથે સબંધમાં ત્યારે આવ્યા જયારે સૌમ્યા એક્ટ્રેસ બની હતી. સૌરભની સાથે પોતાના સબંધની વાત પોતે સૌમ્યાએ સ્વીકારી હતી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment