દીપવીર પછી આ દુલ્હનના ફોટાઓ થયા વાઈરલ, આ છે એવી દુલ્હન કે જેને હાથ લગાવશો તો પડી જશો એકદમ ઠંડા…

64

સોશિયલ મીડિયા પર તમે દીપવીરના લગ્નના સુંદર ફોટો જોઈને કંટાળી ગયા હશો, તો ઇન્ટરનેટમાં વાઈરલ આ દુલ્હને પણ કઈ ઓછો ધૂમ નથી મચાવિયો. આ દુલ્હનની સુંદરતા જોઈને બધાજ હેરાન થઈ ગયા છે. આ દુલ્હન પણ કોઈ બોલીવુડ એક્ટ્રેસથી ઓછી સુંદર નથી. તેને જોયા પછી દરેક તેને શેર કરવાથી પોતાને નથી રોકી શકતા.

અમે વાત કરી રહ્યા છીએ ‘સડ્ડી જુલિયટ’ ની. આ સુંદર દુલ્હનનું નામ ‘સડ્ડી જુલિયટ’  જ છે, જેઓએ પોતાની સુંદરતાથી લોકોને પોતાના દીવાના બનાવી દીધા છે. સડ્ડી જુલીયટને બરફથી બનાવામાં આવી છે. સડ્ડી જુલિયટ પણ એક દુલ્હનની જેમ સુંદર લાગી રહી છે. સડ્ડી જુલીયટની ફોટો ઘણી વાઈરલ થઈ રહી છે.

આ દુલ્હનએ ગળામાં સોનાના ઘરેણા, આખ પર કાજળ અને દુલ્હનનો દુપટ્ટો પહેર્યો છે. સોનાની ભારે જ્વેલેરી, મોટા પોપડા અને ચમકદાર લાલ દુપટ્ટો, કેનેડામાં બનેલી આ બરફની મહિલાને બહુજ આકર્ષક બનાવી રહી છે. કદાચ એટલે જ થોડાક દિવસોથી આ દુલ્હન સોસીયલ મીડિયા પર ખુબ જ વાઈરલ થઈ રહી છે.

આ બ્રેમ્પટન નિવાસી જસ્સુ કીન્ગરાએ પોતાના હાથે બનાવી છે. ૧૯ વર્ષના જસ્સુ જણાવે છે કે મારી મિત્ર દલજીત ભારતથી આવિ હતી અને બ્રેમ્પટનમાં આ તેનો પહેલો શિયાળો હતો. તે એક સ્નોમેન બનવા માંગતી હતી, ત્યારે મેં એને મારા ઘરે આવવા માટે ઈન્વાઈટ કરી. આ દુલ્હનને બનાવવામાં જસ્સુની બે નાની બહેનો નવી અને બીનીએ સહયોગ કર્યો હતો. જસ્સુએ જણાવ્યું કે તેમણે પહેલા પણ બરફની મૂર્તિઓ જોય હતી પરંતુ તે પોતાની મૂર્તિને પારંપરિક લુક દેવા માંગે છે.

ટ્વીટર યુજર્સ ઈશાએ આ ફોટાને પોતાના અકાઉંટ પરથી પોસ્ટ કર્યા. જેના પર ૮૬ હાજર લાઈક અને ૨૧ હજાર રીટ્વીટ આવી ગયા. ઘણા લોકોને આ સ્નો દુલ્હનનું નામ પણ બદલી નાખ્યું. ઈશાએ એને ‘ફરાહ દ સ્નો જટ્ટી’ કહયું તો ઘણા બીજા યુજર્સએ તેને ‘બર્ફજીત કૌર’ નામ આપ્યું. આ સુંદર દુલ્હન બર્ફથી બનાવેલી હતી, એટલા માટે ‘બર્ફજીત કૌર’ અને ‘દેશી સ્નો ગર્લ’ પણ કહેવામાં આવી રહી છે

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment