દવા પેઇનકિલરહોય કે શક્તિવર્ધક રસીદની માંગ ન કરો તો તમને નકલી અને પ્રતિબંધિત દરેક પ્રકારની દવાઓ મળશે….

18

આ કિસ્સાઓ એવાપ્રકારના છે કે જે દવાકોઈપણ હોય(નકલી હોય કે પ્રતિબંધિત) દરેકમળી આવશે, બસ તમારે ફક્ત તેની રસીદ માંગવી નહિ. રાજધાની દિલ્હીમાં પ્રતિબંધિતઅને નકલી દવાઓનો કારોબાર બેધડક ચાલી રહ્યો છે.KGMU સહીત જુદી જુદી હોસ્પિટલોની આસપાસ આવી દવાઓ ડોક્ટરોના પ્રિસ્કીપ્શન વિના વહેચવામાં આવે છે. જો કે, દવાની રસીદ માંગવામાં આવે તો દવા આપવામાં આવતી નથી. આ બધું જાણવા છતાં પણ વહીવટી તંત્ર માત્ર મૌન છે. આ તેનું જપરિણામ છે કે બે દિવસ પહેલા મેરઠનો એક યુવક પાટનગર દિલ્હીમાંદવા ખરીદવા માટે પહોંચ્યો હતો. ત્યાશક્તિવર્ધકદવાઓના નામે જિમ સેન્ટર પણ આવી દવાઓનો કારોબાર ચલાવે છે.

આરોગ્ય મંત્રાલયે 344 દવાઓ પ્રતિબંધિત કેટેગરીમાં મૂકી છે. તેમાં ફિક્સ ડોઝ મિશ્રણ સાથેની દવાઓના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. પેંડર્મ, ગ્લુકોનાર્મ, લ્યુપીડિક્લોક્સ, ટેક્સિન જેવી દવાઓ આમાં શામેલ છે. આવીજ રીતે અમુક એવી દવાઓ છે કે જેનું વેચાણ તો થઇ શકે છે પણ ડોક્ટરની સુચના કે પ્રિસ્કીપ્શન વગર આવી દવા ખરીદી શકાતી નથી.જો કે, આમ છતાં, આ દવાઓ બજારમાં ખુલ્લેઆમ મળી રહી છે. નિષ્ણાતોના મતે મેલીટ્રેસિન નામની દવા એન્ટીડિપ્રેસન્ટ છે.

આવી દવાઓ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર ખરાબ અસર કરે છે. જો કે મોટા ભાગના દેશોમાં તેના ખરીદ-વેચાણ પર પ્રતિબંધમુકવામાં આવેલ છે. તેમ છતાં રાજધાનીમાં આ દવાઓ વેચાઇ રહી છે. તે જ રીતે, 2013 માં પ્રતિબંધિત કરવામાં આવેલ હતી તે ફ્લુએનટેક્સોલ દવાપણ આસાનીથી માર્કેટમાં મળે છે. આવી જ બીજી પ્રતિબંધિત દવા નિમેસુલાઇડ, જે યકૃત પર ખરાબ અસર કરે છે, તે પણ બજારમાં વિવિધ નામથી મળે છે.

પેઇનકિલર અને શક્તિવર્ધક દવાઓના ત્રણ હજાર ઉત્પાદનો.

ફાર્માસ્યુટિકલ વ્યવસાયના સૂત્રોના જણાવ્યા મુજબ, પ્રતિબંધિત મોટાભાગની દવાઓમાં સૌથી મોટો કારોબાર પેઇન કિલર અને શક્તિવર્ધક દવાઓનો છે. આવી દવાઓના ત્રણ હજારથી પણ વધુ ઉત્પાદનો બજારમાં મળી રહે છે. જોકેમોટા ભાગના લોકો પ્રતિબંધિત શક્તિવર્ધક દવાઓ ચોરી છુપીથી માર્કેટમાંથી ખરીદતા હોય છે. જેથી તેવી દવાઓ ખરીદનાર તેની ખરીદીની રસીદ પણ માંગતા હોતા નથી. તેથીજ માર્કેટમાં આવી પ્રતિબંધિત દવાઓનો કારોબાર ખુબજ ઝડપથી વધી રહ્યો છે. તેની કેપ્શ્યુલની સાથે મળતું તેલ પણ માર્કેટમાં બીલ વગર આસાનીથી મળે છે. તેમાં મોટાભાગે ફિક્સ્સ ડોજકોમ્બીનેશન (એફડીસી) ની દવાઓ છે. કેટલીક એવી દવાઓ પણ છે જે ડોપિંગની કેટેગરીમાં આવે છે. આવી દવાઓને પણ ચોરી છુપીથી માર્કેટમાં ઉતારવામાં આવી છે.

કેસ નંબર : 1

પત્રકારપૂરમ ચાર રસ્તા પર એકદુકાનદારે 15 રૂપિયા લઈને તુર્તજ ઓક્સિટોસિનનું ઇન્જેક્શન આપ્યું. જોકે, ઓક્સિટોસિનનું ઇન્જેક્શન ખરીદનારે તેની રસીદ માંગી તો દુકાનદાર ભડકી ગયો. તે પછી, દુકાનદારે ઈન્જેક્શન પાછું લઇ લીધું અને કહ્યું- આગળ વધો. જો તમારે આ ઇન્જેકશનની રસીદ જોઈતી હોય તો ઇન્જેક્શનનું આખું બોક્સ ખરીદો. તમે કયા કામ માટે ઇન્જેક્શન ખરીદી રહ્યા છો, તેનીમને ખબર છે.

કેસ નંબર : 2

KGMU હોસ્પીટલની બહાર શાહમીના રોડ પર આવેલ મેડીકલ સ્ટોરમાં ડીપ્રેશનની સિટલોપ્રાન દવાની એક ટેબ્લેટ માંગતા દુકાનદારે તે ટેબ્લેટની આખી સ્ટ્રીપ આપી અને કહ્યું કે, માંડ કરીને આ એક સ્ટ્રીપની વ્યવસ્થા થઇ છે. અને તે પણ ડોક્ટરની સુચના કે પ્રિસ્ક્રીપ્શન વિના તમે દવા આપું છું અને તમે ફક્ત એક જ ગોળી માંગો છો ? જુઓ ફક્ત 25 રૂપિયામાં 10 ટેબ્લેટનું આખું પત્તું આપું છું. જો રસીદ એટલે કે બીલ જોઈતું હોય તો બીજા મેડીકલ સ્ટોરમાં જાવ.

લાંબા સમયથી, રાજધાની સહિત આસપાસના વિસ્તારોમાં આ દવાની સપ્લાય થઇ રહી છે.

બે દિવસ પહેલા કારમાં પકડાયેલ એક યુવક પ્રતિબંધિત શક્તિ વર્ધક એન્ટીકંવલ્સેન્ટ ઇન્જેક્શન અને અન્ય દવાલાંબા સમયથી રાજધાનીમાં સપ્લાય કરી રહ્યો હતો. તેમણે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ટીમને ડ્રગ સપ્લાય કરતા વિસ્તારની જાણકારી આપી હતી. વધુમાં એમ પણ કહું હતું કે તે શિમલા, હરિદ્વાર, સોનીપતની કંપનીઓ પાસેથી આ માલ ખરીદે છે. પછી તેને ડબ્બાઓમાં પેક કરીને દુકાનદારો સુધી પહોચાડું છું. આ દવાઓ સસ્તી હોય છે. દુકાનદારોને પણ આમાં સારુ એવું કમીશન મળી રહે છે. ફક્ત રાજધાની દિલ્હીમાં જ નહિ પણ તેની આસપાસના વિસ્તારોમાં પણ દવાની સપ્લાય કરૂ છું. આ યુવક પાસેથી 20 દુકાનદારોના ચેક પણ મળ્યા છે. આ ચેકના આધારે તે દુકાનદારોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment