દારૂના નશામાં પતિ તેની પત્ની પર કરતો હતો અત્યાચાર, પત્નીએ કંટાળીને લીધો આ નિર્ણય…

6

દારૂના નશામાં પત્નીનું ઉત્પીડન કરનારા પતિને અદાલતે દસ વર્ષની સજા આપી છે. પતિના ઉત્પીડનથી કંટાળીને મહિલાએ નવ વર્ષ પહેલા જેર ખાઈને જીવ આપી દીધો હતો. બાબતમાં આરોપીના દીકરા દીકરીએ કોર્ટમાં પોતાની માં પર થઇ રહેલા અત્યાચારની જુબાની આપી હતી.

અભિયોજન મુજબ છેદીલાલ નિવાસી બરગદી પોલીસ સ્ટેશન સરાયઅકીલે ૨૨ નવેમ્બર ૨૦૧૦ એ પોલીસ સ્ટેશનમાં રીપોર્ટ લખાવી કે તેની બહેન સુમનના લગ્ન ઘટનાથી લગબગ ૧૪ વર્ષ પહેલા વિમલ કુમાર સિંહ ઉર્ફે બબલુ નિવાસી કનેલી સાથે થયા હતા. લગ્ન પછી દંપતીના બે બાળકો અમિત કુમાર અને સરિતા સિંહ થયા. વિમલને દારૂ પીવાની લત હતી. તે કારણે જ ઘણીવાર તે નશામાં મારામારી કરતો હતો. પતિના ઉત્પીડનથી કંટાળીને જેર ખાય લીધું.

નિદાન દરમિયાન તેનું મૃત્યુ થઇ ગયું. આ બાબત જીલ્લા જજ મહફૂજ અલીની કોર્ટમાં બાકી હતો. આ કેસમાં સર્ર્કારી એડવોકેટ સોમેશ્વરકુમાર તિવારીએ મૃતકના પુત્ર અને પુત્રી સહિત ૧૨ સાક્ષીઓ રજુ કર્યા હતા. અદાલતે બધાજ પક્ષોની દલીલ સાંભળ્યા પછી આરોપી પતીને દસ વર્ષની જેલ અને ૩૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment