દરરોજ પપૈયું ખાવ, વજન ઘટાડવા સાથે કેન્સરમાં પણ થશે લાભ…

10

બોલીવુડ એક્ટ્રેસ પરીણીતી ચોપરાએ હમણા ટૂંક સમય પહેલા જ સોશ્યલ મીડિયામાં પોતાની ઈંસ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી હતી.આ પોસ્ટમાં તેણે પપૈયાનો ફોટો શેર કરીને લખ્યું હતું કે, તેની ન્યુટ્રીશનિસ્ટ એટલે કે ટેનીસ પ્લેયર સાનિયા મિર્ઝાએ તેમને કહ્યું કે દરરોલ પપૈયું ખાવું જોઈએ. બસ, ત્યારથી પરિણીતાએ તેના દરરોજના ડાયેટમાં પપૈયું સામેલ કરી દીધુ છે.

હકીકતમાં પપૈંયુ તમારું સ્વાસ્થ્ય કે આરોગ્ય માટે ખુબજ લાભદાયક રહે છે.તમે પણ તમારા દરરોજના ડાયેટમાં સામેલ કરી શકો છો. આવો, આજે અમે તમને જણાવીએ કે પપૈયું ખાવાથી ક્યાં ક્યાં લાભ થાય છે.

પપૈયામાં ખુબજ ઓછી માત્રામાં કેલેરી હોય છે. અને જો તમે તમારા શરીરનું વજન ઘટાડવા માંગતા હો તો તમારે દરરોજ પપૈયું ખાવું જોઈએ. કેલેરીનું પ્રમાણ ઘનુજ ઓછું હોવા સાથે ખુબજ સારા પ્રમાણમાં ફાઈબરહોય છે. અને એટલા માટે જ તેને જમ્યા પછી લાંબા સમય સુધી ભૂખ પણ લાગતી નથી.

પપૈયામાં બીટા  કૈરોટીનઆવેલુંહોય છે, જે એક પ્રહારનું એન્ટીઓક્સીડેન્ટ હોય છે.Cancer Epidemiology  and Prevention Biomarkers માં થયેલ પ્રકાશિત એક અભ્યાસ મુજબ દરરોજ બીટા કૈરોલીન રીચ ડાયેટ લેવાથી યુવાનોમાં પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો ખુબજ ઓછો થઇ જાય છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે પણ પપૈયું પરફેક્ટ આહાર છે. પપૈયામાં શુગરનું પ્રમાણ ખુબ જ ઓછું હોય છે. અને નેચરલ ઓક્સીડેન્ટ પણ વધારે માત્રામાં હોય છે. આહારમાં દરરોજ પપૈયું ખાવાથી તમારા શરીરના સેલ્સ એટલે કે કોશિકાઓને ભવિષ્યમાં ખરાબ થતી બચાવી શકાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment