દરિયામાં થઇ રહેલા પ્રદુષણને રોકવા માટે પાણીમાં ઉતર્યા લોકો, અને જાણો પછી શું થયું ?

63

ભારતની જેમ જ દુનિયાના અન્ય ઘણા દેશ પણ પ્રદુષણની મુશ્કેલીથી પીડાય રહ્યા છે અને તેના માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ વાત અલગ છે કે જુદા જુદા દેશોમાં પ્રદુષણની સમસ્યા જુદી જુદી છે. ભારતની જેમ થોડાક બીજા દેશોમાં પણ હવા અને પાણીનું પ્રદુષણથી દર વર્ષે લાખો લોકોનું મૃત્યુ થઇ રહ્યું છે. આ રીતે જ દરિયાના કિનારે વસેલા શહેરો દરિયામાં થઇ રહેલા પ્રદુષણથી પીડાય છે. હવે તે એની સામે હટીને સામે આવી રહ્યા છે અને આ પ્રકારના પ્રદુષણને રોકવા માટે પ્રદર્શન કરી રહ્યા છે.

જળવાયુની સુરક્ષા માટે કામ કરનાર એક સંગઠનના ૫૦ સભ્યોએ રવિવારે કિલના જર્મન બંદરગાહથી નીકળનાર એક ક્રુઝ જહાજને જતા રોકી દીધું, પછી પોલીસ ઘટનાસ્થળ પર પહોચી અને આ બધા પ્રદર્શન કરનારને ત્યાંથી દુર કર્યા, તેના પછી જહાજ નીકળી શક્યું. પ્રદર્શન કરનારનું કહેવું હતું કે આ પ્રકારના મોટા જહાજોનું દરિયામાંથી નીકળવા દરમિયાન પ્રદુષણ થાય છે. જહાજોમાં ઉપયોગ કરવામાં આવતા ઓઈલથી જેરીલો ગેસ નીકળે છે જે અહીના વાતવરણને ખરાબ કરી રહ્યું છે. હાલના દિવસોમાં લોકો પ્રદુષણથી ઘણા હેરાન છે.

જમીન પર રહેનારા વાયુ પ્રદુષણથી પીડાય છે તો પર્વત પર રહેનાર ગ્લોબલ વોર્મિંગથી પીડાય રહ્યા છે. થોડા સમય પહેલા સુધી લોકો અહી દરરોજ વધતા પોલીથીનથી પણ પીડાતા હતા, સારું છે કે હવે તેના પર ઘણી લગામ લાગી છે નહિ તો એની સંખ્યામાં દરરોજ વધારો થતો જાય છે. પ્રદેશ સરકારે તેની ઉત્પતીને જ બૈન કરી દીધી છે જેની થોડી અસર દેખાય રહી છે પરંતુ અજી તેના પર બધી જ રીતે બૈન લગાડી શક્યા નથી.

જર્મન બંદરગાહ પર આ પ્રદર્શનકારીઓનું કહેવું હતું કે આ મોટા જહાજોના ચાલવાથી દરિયાનું પાણી ખરાબ થઇ રહ્યું છે. સ્મૈશ ક્રુઝશીટ નામના એક સમૂહે બ્રિટીશ અમેરિકી ક્રુઝ કંપની હોલેન્ડ અમેરિકા લાઈનના સ્વામિત્વ અને જુઈડરડેમ સંચાલિત કરવા માટે નાની બોટ અને ક્લાઈમીંગ સાધનોનો ઉપયોગ કર્યો હતો. તેઓએ બંદર પર એક ક્રેન કબજે કરી હતી. પ્રદર્શનકારીઓને દુર કરવા માટે પોલીસે અભિયાનમાં ઘણી વાર લાગી અને વિશેષ દળ શામેલ થયા. પોલીસે પ્રદર્શનકારીઓને પકડી લીધા અને જહાજોને જપ્ત કરી લીધા, આ બધાના પકડાય ગયા પછી જહાજ લગભગ ૧૦ વાગ્યે ગયું.

જર્મન પ્રકૃતિ સંગઠન Naturschuzbund Deutschland (NABU) મુજબ, ભારે ઇંધણના ઉપયોગના કારણે, અમુક પ્રદુષકોને જોતા, એક ક્રુઝ જહાજ ૧ મિલિયન કારોની સરખામણીએ વધુ પ્રદુષણનું ઉત્સર્જન કરી શકે છે.

ક્રુઝ જહાજ ઉચ્ચ સલ્ફર ઇંધણનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ સામાન્ય રીતે પોતાના ખરાબ ઇંધણને ધોવા અને પ્રદુષકોને પાછા પાણીમાં પ્રવાહિત કરવા માટે દરિયાઈ પાણીની વ્યવસ્થાનો ઉપયોગ કરીને ઉત્સર્જનના હેતુને બાયપાસ કરી રહ્યા છે. એક્શન ગ્રુપ ઓફ દ અર્થ એ પોતાના પર્યાવરણીય નુકસાન માટે આંતરરાષ્ટ્રીય ક્રુઝ લાઈનર મુલ્યાંકન કર્યું છે. હોલેન્ડ અમેરિકા લાઈન સી ગ્રેડની સાથે પેકની વચ્ચમાં હતું. છતાં પણ જુઈડરમડ જહાજ પોતાના પર્યાવરણ નિયત્રણો માટે ઉચ્ચ રેન્ક પર હતું.

દર વર્ષે ૨૦ મીલીયનથી વધુ લોકો પરિભ્રમણ પર જાય છે. ક્રુઝ જહાજ પ્રદુષકોથી ભરપુર તેલ બર્ન કરે છે, જે વાતાવરણમાં અવિરત ઉત્સર્જન છે.  તે આ રીતે હોવું જરૂરી નથી. જો તેની જગ્યાએ જહાજો ડીજલ વાપરે તો ઉત્સર્જન ઘણું ઓછું થશે, જો કે ઇંધણનો ખર્ચ વધશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment