ડાંગ જિલ્લાના બાળકોને સાચી શ્રદ્ધાંજલિ… હજી તો જીવનની શરૂઆત હતી ત્યાં તો પૂર્ણવિરામ… વાંચીને કોમેન્ટમાં ૐ શાંતિ લખીએ…

90

સુરતની શાળાના બાળકો પ્રવાસે ગયા, અને ત્યાં એમને અકસ્માત નડ્યો. આ અકસ્માતથી ઘણાં પરિવારોની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. હસતાં રમતાં બાળકોએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે આવતી કાલની સવાર એ કદાચ જોઈ પણ નહીં શકે, જે ઘટ્યું એ ખૂબ જ દુઃખદ હતું. માત્ર એ બાળકોના પરિવાર માટે જ નહીં પણ જેના કાનમાં આ અકસ્માતની વાત પહોંચી એ સૌના દિલમાં દુઃખથી ભરાઈ ગયું અને છલકાઈ ગઈ આખો. ફૂલ જેવું હાસ્ય કોને ન ગમે? ભલે એ અકસ્માત સમયની ચીખ સાંભળી નથી પણ એ અકસ્માતનું નામ સાંભળતા જ બાળકોની ચીખ કાનોમાં સંભળાય જાય અને હૃદય રડી ઉઠે છે. સુરતનાં આમરોલી વિસ્તારમાં ગુરૂકૃપા ટ્યૂશન ક્લાસીસનાં વિધાર્થીઓ પ્રવાસ માટે ડાંગ સાપુતારા ગયા હતા. ત્યારે પરત ફરતા અચાનક અકસ્માત સર્જાતા 200 ફૂટ ઊંડી ખીણમાં બસ પડતા અત્યાર સુધીમાં લગભગ 10 વિધાર્થીઓનાં મૃત્યુ થયા છે.

પ્રશ્ન એ થાય કે આ અકસ્માત માટે વાંક કોનો કાઢવો? બસ ડ્રાઈવર નો?, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જે લોકો દારૂ વેચે છે એમનો?, રસ્તા નો?, સરકારનો?, ટ્યુશનનો? કે પછી કિસ્મત નો? જ્યારે 68 જેટલા વિધાર્થીઓને ખીણમાંથી બહાર કાઢવામાં આવ્યા ત્યારે 8 વિધાર્થીઓ દેવલોક પામ્યાં છે અને 40 બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. હે! પરમ કૃપાળુ પરમાત્મા એમની આત્માને શાંતિ આપો. ૐ શાંતી… શાંતી… શાંતી…

અને હવે જે વ્યક્તિનો આ અકસ્માતમાં વાંક છે એના નામ નીકળશે, સરકારે પણ તપાસ અને સહાયના આદેશ આપી દીધા છે. પણ આ અકસ્માતે તો ઘણુંબધું સાવ જડમૂડથી બદલી નાખ્યું છે. હવે કોઈ પણ પ્રવાસમાં બાળકોને મોકલતા પહેલાં વાલીઓ ૧૦૦ વાર વિચાર કરશે કે શાળાના સંચાલકો અને ડ્રાઈવર યોગ્ય છે..

આ બધું તો હવે શરૂ થાશે પણ  શું આ અકસ્માતમાં જે બાળકો આ દુનિયા છોડીને ચાલ્યાં ગયાં છે એ પાછા આવી શકશે ? શું એમના પરિવારમાં પહેલા જેવી ખુશીઓ ફરીથી આવી શકશે ? શું એ નાના નાના ભૂલકાઓનો કલબલાટ પાછો હવે સંભળાશે ? આ ઘટના જ્યારે પણ યાદ આવે ત્યારે હૃદયમાં એક ચીસ નીકળી જાય છે. અને આ દુઃખ ભરી ચીસ આજે આખા દેશમાં સંભળાઈ રહી હશે. શું ખબર હતી કે ગામડાં માંથી શહેરમાં રોટલો કમાવવા માટે ગયેલ પરિવારે રોટલાની કિંમત આમ ચૂકવવી પડશે ?  આપણે બધા તો થોડા શબ્દો દ્વારા પોતાનું દુઃખ વ્યક્ત કરી શકીએ પણ જે પરિવાર આ કારમી વેદનમાંથી પસાર થયો છે એજ જાણતું હશે કે દુઃખ શું છે !

એ બાપને કેટલી પીડા થઈ હશે જેને પોતાની દીકરી માટે કેટકેટલાં સપના જોયા હશે, અને એ માની આંખ માંથી આંસુ નહિ સુકાતા હોઈ જે તેનું ટિફિનબોક્સ તૈયાર કરતી હશે. અને એ ભાઈ પોતાની લાડલી બહેન ને વ્હાલ કરવા માટે ક્યાં જશે. આ બધું આપણે વિચારતાં જ આપણી આંખો ભરાઈ આવે છે. અને આવું એક પરિવાર સાથે નહીં પણ અનેક પરિવાર આ વેદનામાંથી પસાર થઈ રહ્યાં હશે.

અવાર નવાર આવા અકસ્માતો થતાં રહે છે. બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો પણ આવા અકસ્માતનો ભોગ ક્યારેક બનતા હોય છે. પણ આજે આ વાત નાના ભૂલકાઓના અકસ્માતની છે. દરેક અકસ્માતની જેમ જ આ અકસ્માત પણ હમણાં ચર્ચાનો વિષય બની રહશે. હજારો લાખો લોકો પોસ્ટ દ્વારા અને RIP અથવા ૐશાંતિ લખી શ્રદ્ધાંજલિ પાઠવશે અને ઘટના થોડા જ સમયમાં ભૂલી પણ જશે. પણ શું આ પરિવાર આ અકસ્માત ને ભૂલી શકશે ? તમને નથી લાગતું કે આવા અકસ્માતો અવાર નવાર ન થવા જોઈએ ? એમાં પણ ખાસ કરીને જ્યારે બાળકો આવા અકસ્માતનો ભોગ બનતા હોય.

દરેક જીવનની કિંમત છે. રસ્તા પર જતું કોઈ પ્રાણી કે કોઈ માનવ. આપણી સાવચેતી જ કોઈકનું જીવનદાન બની શકે છે. દારૂ પી અને ડ્રાઈવિંગ કરતાં લોકો પોતાનો આત્મવિશ્વાસ છોડીને કોઈના જીવની સલામતી માટેનું વિચારો. ભલે તમે દારૂ નથી છોડી શકતાં પણ દારૂ પીને તમે ડ્રાઇવિંગ કરવાનું તો છોડી જ શકો છો ને ! તમે રાત્રીના ઉજાગરા કર્યા પછી પણ ખોટા આત્મવિશ્વાસ સાથે ડ્રાઇવિંગ કરનારા લોકો સહેજ વિચારો કે આવી ઘટનાઓ એક પળમાં જ બની જતી હોય છે, જ્યારે તમે ઉજાગરા કરીને ડ્રાઇવિંગ કરતા હશો ત્યારે તમને એક ઝોકું આવશે અને તમે તમારો ડ્રાઈવ પરનો કંટ્રોલ ગુમાવી દેશો ત્યારે તમારી પાસે રહેલું વાહન ક્યાં જઈને અથડાશે એની જાણ તમને પણ નહિ થાઈ. અને આવી તમારી ભૂલ કોઈ નિર્દોષનો જીવ લઈ બેસશે. અને આ તમારી ભૂલનું પરિણામ તમારા પરિવારને પણ  જનો ભોગવું પડશે. ફૂલ સ્પીડે જતાં બાઈકકારો અને જે પણ લોકો ડ્રાઇવિંગ કરતાં હોય એ બધા લોકો પોતાની સ્પીડ પર થોડું નિયંત્રણ રાખે. કોઈકના જીવ કરતાં તમારી ઉતાવળ ક્યારેય કીમતી હોતી નથી. અત્યારે રોડ ઉપર લાખો રૂપિયા ખર્ચી લગાવેલા સલામતીના પાટિયા આપણાં માટે જ છે. આ સલામતીના નિયમોનો ઉપયોગ કરી પોતાનું અને બીજાના જીવને પણ સલામત રાખો. ટ્રાવેલ્સ એજન્સી કે ટ્રાન્સપોર્ટ સુવિધા સાચવનારા આગેવાનો પોતાના ડ્રાઈવરની ભરતી કરતાં પહેલાં એની કુટેવો વિશે જાણકારી મેળવો.

જે ઘટના બની ગઈ છે તેને બદલી શકાતું નથી. પણ આવનારા સમયમાં આવી ભયંકર ઘટનાઓ ન બને તેનું પૂરતું ધ્યાન રાખવું આપણાં હાથમાં છે. કદાચ આપણું બાળક, આપણું સ્વજન, આપણું કોઈ પરિચિત વ્યક્તિ સાથે આવી ઘટનાઓ ન બને તેના માટે આપણે જાતે જ પહેલા જાગૃત થવું પડશે. તો ચાલો “ટ્રાફિક અને સલામતીના નિયમોનું હંમેશા પાલન કરીશ” એવો સંકલ્પ કરીએ જે કદાચ આજે આ બાળકોને ખરાં અર્થમાં શ્રદ્ધાંજલિ ગણાશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment