કોમ્પ્યુટરથી પણ તેજ દોડવા લાગશે તમારા બાળકનું મગજ રોજ ખવડાવો આ ચીજ અને જુઓ તેના ફાયદાઓ

61

દરેક પરિવાર ઈચ્છતા હોય છે કે તેમનું બાળક આરોગ્ય અને સ્વાસ્થ્યની સાથે સાથે મગજથી યાદ શક્તિમાં પણ તેજ હોય. હા, અમુક બાળકોના મગજ તેજ હોય છે અને અમુક બાળકો મગજથી ખુબજ કમજોર હોય છે. આ કારણથી મગજથી કમજોર બાળકો અભ્યાસમાં પણ પાછળ રહી જાય છે.આવા સમયે જો તમે પણ તમારૂ બાળક અભ્યાસમાં આગળ વધે તેમ ઈચ્છતા હો તો તે માટે તેનું મગજ તેજ હોવું ખાસ જરૂરી છે. અને તે માટે તમારે તમારા બાળકના ડાયેટમાં એવી ચીજ સામેલ કરવી જોઈએ કે જેનાથી તેનાં મગજને લાભ થાય. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે તમારા બાળકનું મગજ તેજ કરવા માટે તેના ડાયેટમાં તમારે શું ફેરફાર કરવો જોઈએ ?

તમારા બાળકનું મગજ તેજ કરવા માટે તેના કાચા સલાટમાં બીટ ઉમેરવું ખાસ જરૂરી છે. જો તમારું બાળક બીટ ખાવામાં આનાકાની કરે તો બીટનો જ્યુસ કાઢીને તેનો હુફાળો કરી રસ પીવડાવવો જોઈએ.

બીટ ખાવાથી મગજની કોશિકાઓ સારી રીતે કામ કરે છે. જેનાથી તમારા બાળકની વિચારવાની સમજવાની શક્તિ પણ આ સાથે તેજ થાય છે. આ ઉપરાંત તમે ઈચ્છો તો તમારા બાળકના માથા પર અને બંને કાનની પાછળ બીટના રસનો માલીસ કરી શકો છો. આમ કરવાથી પણ બાળકની બુદ્ધિ તેજ થાય છે.

વાળ માટે પણ વરદાન રૂપ

બીટ વાળને પણ ભરાવદાર અને સિલ્કી બનાવવામાં પણ ખાસ મદદરૂપ થાય છે. આ માટે તમારે બીટના પાનનો રસ કાઢીને તેને દિવસમાં 3 થી 4 વાર જ્યાં ટાલ હોય ત્યાં માલીશ કરીને લગાવવો જોઈએ. આમ કરવાથી માથા પર વાળ ફરીથી ઉગવા લાગશે. જો તમે ઈચ્છો તો બીટ અને આમળાના રસનું મિશ્રણ કરીને તેનાથી માથાપર અને વાળમાં માલીશ પણ કરી શકો છો. આમ કરવાથી પણ ઘણો જ ફાયદો થાય છે.

લોહીની ઉણપને કે અભાવને પણ દૂર કરવામાં ખાસ મદદરૂપ થાય છે

જો કોઇપણ વ્યક્તિના શરીરમાં લોહીની કમી કે ઉણપ હોય તો તેણે બીટનું સલાડ ખાસ ખાવું જોઈએ. બીટ ખાવાથી લીવરના એટલે કે યકૃતના સંસાધન દ્વારા લોહી બનાવવાની પ્રક્રિયાને સતેજ કરે છે. આ સિવાય બીટ ખાવાથી કે તેનો રસ પીવાથી ડાયાબીટીસના પેશન્ટને અને એનીમિયા હોય તેવી વ્યક્તિઓને પણ સારો એવો ફાયદો કરે છે. અને સાથે સાથે હૃદયને પણ સ્વસ્થ અને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ થાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment