કોલેજમાં એક વિદ્યાર્થીની સાથે થયું કઈક એવું, કે તેણે લાઇફમાં સંબંધ બનાવાની શક્તિ ગુમાવી પડી, જાણો વિદ્યાર્થીની સાથે હકીકતમાં શું થયું ?…

10

આપણે બધા જાણીએ છીએ કે ઉચ્ચ શિક્ષણ મેળવવું કોઈ પરીક્ષાથી ઓછું નથી હોતું. બુકોનું વજન, દરોરજના અસાઈમેન્ટ, પરીક્ષાનું દબાણ, આ બધી જ વસ્તુઓ આવે છે જેના કારણે મોટાભાગે વિદ્યાર્થી તણાવમાં આવી જાય છે. ઓસ્ટેલિયામાં પીએચડી કરી રહેલા એક ભારતીય વિદ્યાર્થીની સાથે પણ કઈક આવું જ જોવા મળ્યું છે.

હકીકતમાં, ૫૨ વર્ષના ભારતીય વિધાર્થી કુલદીપ માનએ દાવો કર્યો છે કે તેમણે વર્ષ ૨૦૧૫ માં ટાઉનવિલે કેમ્પસમાં સોસીયલ સાઈન્સ પીએચડી કોર્સ માટે અરજી કરી હતી અને તેના માટે તેમણે ૨૦૦૦૦ ડોલર એટલે કે લગભગ ૧૪ લાખ રૂપિયાની ફીસ ભરી હતી, પરંતુ જયારે તેમણે બે વિષયો સાથે પોતાનું ભણવાનું શરુ કર્યું, તો વિશ્વવિદ્યાલયે સાહીત્યક ચોરીના આધારે તેમના એડમીશનને રીજેક્ટ કરી નાખ્યું અને તેમણે જણાવ્યું કે તે પરીક્ષામાં પાસ થયા નથી.

એક અંગ્રેજી વેબસાઈટ mensxp.com ની મુજબ, આંતરાષ્ટ્રીય સમાચાર પ્રકાશન સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે જો વિશ્વવિદ્યાલયે મારી સાથે આ રીતે  છેતરપીંડી ન કરી હોત તો, મારું કરિયર બરબાદ ન કર્યું હોત તો અત્યાર સુધીમાં મારી પાસે પીએચડીની ડીગ્રી હોત.

કુલદીપ માનએ જણાવ્યું કે વિશ્વવિદ્યાલયના કારણે મારા બધા જ પર અસર પડી. ત્યાં સુધી કે મને કે હવે પાર્ટનાર સાથે સંબંધ બનાવાની પણ ઈચ્છા થતી નથી. હું ખુબ જ તણાવમાં રહું છું. મારી સાથે આવું પહેલા ક્યારે પણ બન્યું નથી.

માનએ તેના માટે હવે ક્વીન્સલેન્ડમાં આવેલ જેમ્સ કુક વિદ્યાલય પર ૩ મિલિયન ડોલર એટલે કે ૨૦ કરોડ ૯૦ લાખ રૂપિયાનો કેસ કર્યો છે. તેમનો દાવો છે કે વિશ્વવિદ્યાલયે તેમણે એટલો તણાવ આપ્યો છે કે તેના કારણે તેમણે શારીરિક સંબંધ બનાવાની પોતાની શક્તિ જ ગુમાવી દીધી છે.

કુલદીપ માનએ ક્વીન્સલેન્ડના સુપ્રીમ કોર્ટમાં ૨૦ પન્નાનો એક દસ્તાવેજ રજુ કર્યો છે, જેમાં તેમણે પોતાની સંભવિત ગુમાવેલ ઉંમર અને માનસિક યાદના નુકસાનનો દાવો કર્યો છે. તેના સિવાય તેમણે એ પણ જણાવ્યું છે કે માનસિક ત્રાસના કારણે મારા પાર્ટનર સાથે મારા સંબંધ તુટવાની કગાર પર છે. માનએ આશા રાખી છે કે સુપ્રીમ કોર્ટમાંથી તેમને ન્યાય જરૂર મળશે અને તેમના બધા જ નુકસાનની ભરપાઈ કરવામાં આવશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment