કોલેજ જઈ રહી હતી છોકરી, પાછળ પડી ગયો Stalker, અને પછી થયું કઈક આવું…

42

તેલંગાણાના વારંગલ જીલ્લામાં બુધવારે એક કોલેજ વિધાર્થીનીનો પીછો કરતા એક યુવાને તેને ધોળા દિવસે આગ લગાડી દીધી. પીડિતા પોતાની કોલેજ જઈ રહી હતી

તેલંગાણાના વારંગલ જીલ્લામાં બુધવારે એક કોલેજ વિધાર્થીનીનો પીછો કરતા એક યુવાને તેને ધોળા દિવસે આગ લગાડી દીધી. પોલીસે કહ્યું કે ઘટના હનામકોંડા વિસ્તારમાં તે સમયે થઇ, જયારે પીડિતા કોલેજ જઈ રહી હતી. તે બીએસસીના છેલ્લા વર્ષમાં છે. તેને ગંભીર ઈજા પણ થઇ છે અને તે હોસ્પીટલમાં જીંદગી અને મોત વચ્ચે લડી રહી છે.

અવિનાશે કહેવું છે કે તેને વિધાર્થીની પર પેટ્રોલ નાખીને તેને આગ લગાડી દીધી. આરોપીએ યુવક પણ તેજ કોલેજનો વિદ્યાર્થી જણાવવામાં આવે છે. જયારે ત્યાંથી નીકળતા લોકોએ તે છોકરીને બચાવવાનો પ્રયાસ કર્યો તો હુમલાવરે તેમને ધમકી આપી અને પછી તે જગ્યાએથી ભાગી ગયો. છોકરી ૯૦ ટકા સુધી સળગી ગઈ છે અને તેને એક હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી. જ્યાં તેની સ્થિતિ વધુ ખરાબ જણાવવામાં આવી રહી છે.

પોલીસને શંકા છે કે યુવકે છોકરીને તેનો પ્રેમ સ્વીકાર ન કરવાના કારણે આગ લગાડી હશે. આ મહીને તેલંગાણામાં થયેલી આ પ્રકારની બીજી ઘટના છે. સાત ફેબ્રુઆરીએ હૈદરાબાદમાં ધોળા દિવસે એક યુવકે એક નાબાલિક છોકરી પર પર ચાકુથી હુમલો કર્યો હતો, જેમાં તે ગંભીર રૂપથી ઘાયલ થઇ હતી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment