ચોરને સ્વપ્નમાં કંઈક એવો અજીબ પરચો દેખાયો, કે મંદિરમાંથી ચોરેલી મૂર્તિ લઈને પાછો મંદિરે મુકવા આવ્યો, જુઓ ભગવાનનો પરચો શું હતો ?…

10

માધુરી કુંજ મંદિરમાંથી થોડા દિવસ પહેલા અષ્ટધાતુમાંથી બનાવેલ ભગવાન શ્રી રામની મૂર્તિ ગાયબ થઇ ગઈ હતી. એક ચોર આ મૂર્તિને ચોરી ગયો હતો.પરંતુ ચાર દિવસ પછી આ ચોર મૂર્તિને પાછો મંદિરમાં મુકવા આવ્યો અને કહ્યું કે, મને સ્વપ્નમાં કૈંક એવું જોવા મળ્યું જેથી મને આત્મ-નિંદાનો ભાવ જાગવાથી અને સ્વપ્નની ભાવનાથી આ મૂર્તિ મંદિરમાં હું પાછો મુકવા આવ્યો છું.

અયોધ્યા, જેએનએન. ગોંડા નાઈટીયા થોકના રહેવાસી અજય શુકલએ જણાવ્યા મુજબ ગયા મહિનાની ૨૭ તારીખે મંદિરના ગર્ભ ગૃહમાં રહેલી ભગવાન શ્રી રામની અષ્ટધાતુમાંથી બનાવેલ નાની એવી મૂર્તિ જોઇને તેમને વિચાર આવ્યો કે આ મૂર્તિ મારે ઘરે પૂજા માટે યોગ્ય છે. આવો વિચાર આવવાથી તે ખુદને રોકી શક્યો નહિ. ૨૭ મે ના રોજ જ્યારે મંદિરના પૂજારી બપોરે ભગવાનને શયન કરાવીને મંદિરને તાળું મારીને પૂજારી પણ શયન કરવા માટે ચાલ્યા ગયા. ત્યારે અજય શુકલએ મંદિરનું તાળું તોડીને મૂર્તિની ચોરી કરી લીધી.

આ કાર્યથી તેના મનમાં ખુબજ આનંદ અને હર્ષની લાગણી હતી. મૂર્તિ ચોરી લીધા પછી અને ઘરે પહોંચ્યો ત્યા સુધી તેને એમ વિચાર આવતા હતા કે મેં કેવી બખૂબીથી ચીરીને અંજામ આપ્યો છે, કોઈને જાણ પણ થઇ નથી. આવા ઉત્સાહમાં તે ઘરે પહોંચ્યો અને ભગવાન શ્રી રામની મૂર્તિને યથા યોગ્ય સ્થાને સંતાડીને મૂકી દીધી.

ત્રણ દિવસ તો રાબેતા મુજબ પસાર થઇ ગયા. પણ ત્યારબાદ રાત્રે સુતા પછી સ્વપ્નમાં તેને મૂર્તિ પાછી મંદિરમાં મુકી આવવાનો કોઈ આદેશ કરતુ હતું. સ્વપ્નમાં આવા આદેશ થવાથી તે ગભરાઈને બેબાકળો જાગી ગયો. સ્વપનમાં આવો આદેશ થવાથી તે પરેશાન થઇ ગયો. અને તેનો આત્મા તેને ધિક્કારવા લાગ્યો. જેથી તે સવારે ઉઠીને પોતે ચોરેલી ભગવાન શ્રી રામની મૂર્તિને મંદિરમાં પાછી મુકવા માટે મંદિરે પહોંચી ગયો.

જો કે, મંદિરે મૂર્તિ પાછી મુકવા આવતા પૂજારીએ તેને પોલીસને હવાલે કરી દીધો. પોલીસ ચોર એવા ગોંડાનાઈટીયા થોકના રહેવાસી અજય શુકલાની પૂછ પરછ્માં લાગી ગઈ. રામજન્મ ભૂમિ પોલીસ સ્ટેશનના થાણા અધ્યક્ષ રાકેશકુમાર ગુપ્તાના જણાવ્યા અનુસાર મંદિરમાંથી ચોરાયેલ ભગવાન શ્રી રામની અસ્ટધાતુ માંથી બનાવેલ નાની એવી મૂર્તિ પાછી મળી ગઈ છે. અને ચોરની પૂછ પરછ કરતા જાણવા મળ્યું છે કે, મૂર્તિ ચોર્યા પછી ત્રણ દિવસ બાદ રાત્રે સુતા પછી તેને સ્વપ્નમાં કોઈ મૂર્તિ પાછી મંદિરમાં મૂકી આવવાનો આદેશ આપતું હતું. જેથી હું આ મૂર્તિ મંદિરમાં પાછી મુકવા આવ્યો હતો. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ મૂર્તિ ચોર એટલે કે અજય શુકલાની વધુ પૂછપરછ ચાલુ છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment