હવે તમે પણ બનાવો ચોખાની કેસરિયા ખીર આ રેસિપી જોઇને…

27

બાળકોથી માંડીને ઘરડાઓના મનને પણ ભાવતી ખીર આજે અમે એક અલગ રંગ આપીને જણાવીશું. આ ખીરનું નામ છે ચોખાની કેસરિયા ખીર. આ ખીર કોઈ પણ તહેવારને ખાસ અને મજેદાર બનાવી દે છે.

સામગ્રી

બાસમતી ટુકડા ચોખા ૧/૪ કપ (૫૦ ગ્રામ), ખાંડ ૧/૨ કપ (૧૦૦ ગ્રામ), કિશમિશ ૨ ટેબલ સ્પુન, બદામ ૧૦ થી ૧૨ ( કાપેલા), કાજુ ૧૦ થી ૧૨ ( કાપેલા), એલચી ૫ થી ૬ નંગ, થોડું કેસર, દૂધ ૧ લીટર

રીત

ચોખાની કેસરિયા ખીર બનાવવા માટે પહેલા ટુકડા ચોખાને ધોઈને અડધા કલાક પાણીમાં પલાળી દો. એક મોટા વાસણમાં દૂધ ઉકાળવા રાખી દો. સાથેજ થોડું દૂધ કાઢીને કેસરમાં નાખીને મિક્સ કરી નાખો. કેસર પોતાનો રંગ છોડી દેશે. તેજ સમયમાં, સુકો મેવો કાપી નાખો. દરેક બદામને ૭ થી ૮ ટુકડા થાય તેમ કાપી નાખો. કાજુને પણ આજ રીતે કાપી નાખો. એલચીને ફોલીને દાણા કાઢીને પીસીને પાવડર બનાવી દો. દુધમાં ઉફાણો આવવા પર પળાયેલા ચોખા લો અને દૂધમાં નાખીને ભેળવી નાખો. તેને થોડી વાર હલાવીને ૧૦ મિનીટ પકાવી દો. દૂધ ચોખાને આ રીતે હલાવવાથી ચોખા વાસણના તળીએ નહિ ચોટે.

હવે ૧૦ મિનીટ પછી ચોખા ફુલાઈ જશે, તેમાં કિશમિશ, કપાયેલા કાજુ-બદામ નાખી દો. થોડા કાજુ બદામ ગાર્નીશિંગ માટે મૂકી દો. ખીરને ૧૦ મીનીટ સુધી હલાવતા ધીમા ગેસ પર પકાવો. ચમચાને વાસણના તળિયા સુધી જાય તે રીતે હલાવો.

૧૦ મિનીટ પછી, ખીરનું જાડું થવા પર દુધમાં ભેળવીને રાખેલુ કેસર અને એલચી પાવડર નાખી તેને ખીરમાં સારીરીતે ભેળવી દો અને ૭ મિનીટ પકાવા દો. પછી, ખીરનું વધુ જાડું થવા પર, ખીરને ચમચાથી ફેરવીને જોવો, ચોખા અને દૂધ સાથે પડે છે, તો ખીર તૈયાર છે. ખીરમાં ખાંડ નાખી અને ખીરને હલાવો ૧ થી ૨ સુધી ધીમા ગેસ પર જેથી ખાંડ સારી રીતે ભળી જાય. ખાંડ સારી રીતે ભળી જાય એટલે આપણી ખીર બનીને તૈયાર છે.

તેને બાઉલમાં કાઢી લો. સ્વાદીષ્ટ અને મસ્ત કેસર રાઈસ ખીરને ગરમાગરમ અથવા ઠંડા જેવી રીતે ઈચ્છો તેમ પીરસી શકો છો. ખીરની ઉપર મેવો નાખીને ગાર્નીશ કરી લો. તેનાથી ખીરનો સ્વાદની સાથે સાથે આ જોવામાં પણ આકર્ષક લાગશે. ખીર પૂરી રીતે ઠંડી થયા પછી ફ્રીજમાં રાખીને ૨ થી ૩ દિવસ સુધી ખાઈ શકીએ છીએ. આટલી ખીર પરિવારના ૪ થી ૫ સદસ્યોને પરોસી શકાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment