ચીને પાકિસ્તાન પાસેથી ખરીદ્યા કરોડો રૂપિયાના હજારો ગધેડાઓ. જાણો રસપ્રસ માહિતી…

39

આર્થિક અછતનો સામનો કરી રહેલ પાકિસ્તાન હવે ગધેડાઓ વહેંચીને પોતાની અમુક મુશ્કેલીઓ દુર કરશે. ગધેડાઓની સૌથી વધુ વસ્તીની બાબતમાં પાકિસ્તાન દુનિયામાં ત્રીજા નંબરે આવે છે. તેમજ ચીન દુનિયાનો એવો દેશ છે જ્યાં ગધેડાઓની વસ્તી સૌથી વધુ છે. પાકિસ્તાનમાં ગધેડાઓની વસ્તી લગભગ ૫૦ લાખ માનવામાં આવે છે.

આનાથી પહેલા ફેબ્રુઆરીમાં પાકિસ્તાનની આર્થિક તકલીફો દુર કરવા માટે ચીનએ કરોડો રૂપિયાના લોનની ઓફર કરી હતી. હવે આના બદલામાં પાકિસ્તાન ગધેડાઓને ચીનમાં મોકલશે. ચીનમાં ગધેડાઓને ઘણા ખાસ માનવામાં આવે છે કેમકે આનો ઉપયોગ પારંપરિક ચીની દવા બનાવવા કરવામાં આવે છે. ગધેડાઓની ચામડીમાંથી તૈયાર થનાર જિલેટિનને ઔષધીય ગુણોવાળા જણાવામાં આવે છે. આનાથી લોહી અને ઈમ્યૂન સિસ્ટમ શ્રેષ્ઠ હોય છે.

ખૈબર પખ્તૂનખ્ખાના એક અધિકારીએ કહ્યું કે ચીની કંપનીઓ પાકિસ્તાનમાં ગધેડાઓની ફાર્મિંગ કરવા માટે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ઈચ્છા ધરાવે છે. મીડિયા રીપોર્ટ પ્રમાણે, વિદેશી કંપનીઓ પાકિસ્તાનમાં ૨૧ હજાર કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરી શકે છે.

દેશના નિકાસને વધારવા માટે લાઈવ સ્ટોક ડીપાર્ટમેન્ટએ કહ્યું કે દેશમાં પહેલી વખત ગધેડાઓના ખાસ ફાર્મ શરૂ કરવામાં આવશે. ડેરા ઈસ્માઈલ ખાન અને મનસેહરામાં વિદેશી ભાગીદારીમાં ફાર્મ શરૂ કરવામાં આવી રહ્યા છે. પહેલા ત્રણ વર્ષોમાં સરકાર વચ્ચે ૮૦ હજાર ગધેડાઓનો નિકાસ કરવા માંગે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment