ચીનથી ૩ હાજર કિલોમીટર દુર ભારત કેવી રીતે આવ્યું તમારું મોમોજ, રસપ્રદ છે આ વાત…

48

મેમોજ ભારતમાં ખુબ જ લોકપ્રિય ડીશ છે. વેજ હોય કે પછી નોન વેજ, મોમોજને લઈને દરેક ઉંમરના લોકોનો ક્રેજ જોવા લાયક છે. આ એક એવી ડીશ છે જે રેલ્વે સ્ટેશન જ નહિ પરંતુ બજારો, ઓફિસો અને મોલ, દરેક જગ્યા પર તમને મળી જશે. સ્ટ્રીટ ફ્રુડસને મોમોજને લઈને બાળકો, યુવાઓ અને ઘરડાઓનો પ્રેમ જ કઈક અલગ છે. સ્કુલ હોય કે પછી કોલેજ, ઓફીસ હોય કે મોલ, તમને આ જગ્યાઓની આજુબાજુ મોમોજની જગ્યા મળી જશે. ઉનાળો હોય કે શિયાળો, મોમોજ ખાવાને લઈને લોકોમાં ઉત્સાહ દરેક મોસમમાં એક સરખો રહે છે. શું તમે જાણો છો કે મોમોજને ભારતમાં પહોચતા કેટલી લાંબી મુસાફરી નક્કી કરી છે. તમારા લજીજ, જટકેદાર મોમોજને તમારા સ્વાદમાં શામેલ થવા માટે ૩ હજાર કિલોમીટરથી પણ વધુનો સફર કરવો પડે છે.

કયાની ડીશ છે મોમોજ અને કેવી રીતે પહોચી ભારત?

મોમોજ તિબ્બત ડીશ છે. આ ચીનના માલપુડાથી પ્રભાવિત છે. નેપાળના રસ્તાથી મોમોજે ભારતનો સફર નક્કી કર્યો. ઉત્તર પૂર્વી રાજ્યમાંની નીકળીને શહેરોમાં મોમોજે પોતાની ધાક જમાવી અને સૌથી લોકપ્રિય સ્ટ્રીટ ફૂડની લાઈનમાં શામેલ થઇ ગયું. પહાડી રાજ્યોથી ઉત્તરાખંડ અને હિમાચલમાં પણ મોમોજ ખુબ જ લોકપ્રિયતા છે. જો કે એ પણ કહેવામાં આવે છે કે તિબ્બતથી પહેલા મોમોજ ચીનમાં બનતા હતા. પરંતુ ત્યાં તેનું સ્વરૂપ અલગ હતું. મોમોજનો અર્થ જ થાય છે, ગરમ વરાળમાં પકવેલી રોટલી.

એ પણ કહેવામાં આવે છે કે મોમોજની ડીશ સૌથી પહેલા તિબ્બતના લહાસાના બની. તેના પછી આ ડીશની સામગ્રી બદલાતી રહી. તિબ્બતથી મોમોજ નેપાળ ગયા તો બનવાની રીત અને સામગ્રી થોડીક અલગ થઇ ગઈ. ઓક્સફોર્ડ ડીક્ષનરીમાં મોમોજનો અર્થ, વરાળમાં બનાવેલી તિબ્બતની ડીશ જણાવામાં આવી છે જો કે માસ અને શાકભાજીને ભેગી કરીને તૈયાર કરવામાં આવે છે. નેપાળમાં મોમોજ વ્યંજન સૌથી પહેલા કાઠમાંડુંમાં મળવાનું શરુ થયું.

માનવામાં આવે છે કે તિબ્બતના વેપારી ત્યાંથી મોમોજને કાઠમાંડુંમાં લાવ્યા. જો કે મોમોજ ડીશની ઉત્પતિને લઈને સટીક જાણકારી મળવી થોડીક મુશ્કેલ છે. હકીકતમાં, તિબ્બતની સંકૃતિ અને ખાનપાન પર ચીન અને મંગોલની અસર રહી છે, એવામાં એવું કહેવામાં આવ્યું છે કે મોમોજ પણ ચીનથી જ તિબ્બત આવ્યું. આ ડીશને વરાળમાં બનાવામાં આવે છે.

તિબ્બતમાં મોમોજ સૌથી વધુ ખાવામાં આવે છે. શિલાંગમાં મોમોજ માસમાં તૈયાર કરવામાં આવે છે અને અહીના મોમોજ ઘણા પ્રસિદ્ધ છે. શિલાંગ સિવાય અરુણાચલમાં પણ મોમોજ ઘણા લોકપ્રિય છે. અહી આ ડીશને ખુબ જ ખાવામાં આવે છે. અહી તેમાં સરસોના પાંદડા તથા બીજા શાકભાજી સાથે બનવામાં આવે છે જેથી તે સ્વાસ્થ્ય માટે લાભદાયક થઇ શકે. ચીનમાં મોમોજને ડીસમિસ કહેવામાં આવે છે. અહી તેને માસમાં બીજા શાકભાજી નાખીને બનાવામાં આવે છે. એટલે કે મોમોજની અંદર આ વસ્તુઓ ભરેલી હોય છે. તેના સિવાય હાલના દિવસોમાં તેલમાં તળેલા મોમોજ ખાવાનું ચલન પણ વધી રહ્યું છે. દિલ્હી અને બીજા શહેરોમાં ફ્રાઈ મોમોજનું ચલન વધ્યું છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment