ચીનની આ બાળકીનો ફોટો જોઇને તમારો જીવ પણ તાળવે ચોટી જશે…

36

નથી આ બાળકી કોઈ ભયંકર ચહેરાવાળી, કે નથી કોઈ વિચિત્ર એલીયન જેવી કે જેથી આ ફોટાને જોઇને ડર કે બીકના માર્યા તમારો જીવ તાળવે ચોટી જાય. વધુ મુંજવણમાં ન રાખતા ચાલો તમને તેના વિશે વિગતે જણાવીએ.

ચીનમાં એક આઠ સાલની બાળકી માટે તે દિવસનો શનિવાર દુ::ખદ સાબિત થયો. તે દિવસે તે ભયાનક મુશ્કેલીમાં આવી ગઈ. ત્યારે તે એક બ્રીડીંગ સેન્ટરમાં ત્રણ વિશાળકાય પાંડા માટે બનાવવામાં આવેલ પિંજરામાં જઈ પડી. આ બાળકીની ઓળખાણ જાહેર કરવામાં આવી નથી. આ બાળકી પાંડા માટે બનાવવામાં આવેલ પિંજરામાં અચાનક પડ્યા બાદ તેને તરતજ ગાર્ડસ દ્વારા બચાવી લેવામાં આવી. પિંજરામાંથીસુરક્ષિતબહાર કાઢી તેને તાત્કાલિક હોસ્પીટલેતપાસ માટે મોકલી આપવામાં આવી. હોસ્પીટલમાં ડોકટરી તપાસ બાદ જાહેર કરવામાં આવ્યું કે આ બાળકીને કોઈ વધુ ગંભીર ચોટ આવી નથી. વધુ તપાસ બાદ જાણવા મળ્યું કે આ ઘટના ચીનના ચેન્ગ્ડુ રીસર્ચબેજમાં થયો હતો.

જો કે આ બાળકી પાંડાના વાડામાં (પિંજરામાં) પડી તો વાડામાં રહેલ ત્રણેય પાંડા તેમના પિંજરામાં અચાનક આવી ચડેલી (પડેલી) બાળકીને જોઇને ચૌંકી ગયા. પણ તેઆ બાળકી પાસે પહોંચીને કોઇપણ પ્રકારનું નુકશાન પહોંચાડેતે પહેલા ત્યાં હાજર રહેલા ગાર્ડસે બાળકીને સુરક્ષિત કાઢી લીધી. આ ઘટનાનો વિડીયો જોત જોતામાં ખુબજ જડપથી વાયરલ થઇ ગયો. હફિંગટન પોસ્ટ અને ઈન્ડીપેન્ડન્ટની ખબરોના જણાવ્યા મુજબ આ ઘટના બનવાનું કારણ કદાચ પાંડાને ખુબજ નજીકથી જોવાની ઈચ્છા હોય શકે છે. જેથી તે પાન્ડા માટેની વાડ ફરતે લગાવવામાં આવેલ ફેન્સિંગની ઉપર ચડી હશે અને સંતુલન ગુમાવતા પિંજરામાં પડી ગઈ હશે.

આમાં નોંધવા જેવી ખાસ વાત એ છે કે છે કે આ આખા ઘટના ક્રમમાં બાળકીનો જીવ બચાવનાર રીસર્ચ સેન્ટરના ગાર્ડની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. વાયરલ થઇ રહેલા વિડીયો દ્વારા જાણવા મળ્યું છે કે જયારે બાળકી વાડામાં પડી ત્યારે બે પાંડા તેની તરફ આવવા લાગ્યા ત્યારે ત્યાં હાજર રહેલ એક ગાર્ડે તેને બચાવવા માટે હિંમતથીપૂરી તાકાત લગાવી દિધી.સૌ પ્રથમ તો આ ગાર્ડે પિંજારા પર ચડી તેના હાથમાં રહેલ લાકડીથી આ બાળકીને બચાવવાનો પ્રયત્ન કર્યો. પણ તેમાં તે અસફળ રહ્યો. આ દરમ્યાન ત્રીજો પાંડો પણ બાળકી તરફ આગળ વધી રહ્યો હતો. તુર્તજગાર્ડસે તેના હાથમાં રહેલ સ્ટીકને ફેંકી દઈને પિંજરામાં વધુ જુકીને ગભરાયેલી અને રડતી બાળકીનો હાથ પકડીને તેને ઉપર ઉચકીને બહાર ખેચી લીધી.

મોટા ભાગના લોકોની માન્યતા એવી છે કે પાન્ડા ખુબજ માસુમ, રમતિયાળ, અહિંસક અને નિરુપદ્રવી પ્રાણી છે.પરંતુએવી નથી.આ ઘટના બન્યા પછી આ રીસર્ચ સેન્ટરે એક ચેતાવણી જાહેર કરી છે. તેમાં ખાસ જણાવવામાં આવ્યું છે કે, “તમેજેટલા સમજો છો તેટલા પાન્ડા કમજોરકે સારા પ્રાણી નથી હોતા” બે વર્ષના થઇ ગયા પછી પાન્ડા રમતિયાળ બચ્ચા રહેતા નથી જેથી તેનાથી દુર રહેવું હિતાવહ છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment