ચીનમાં ઇમરાન ખાન સાથે થયું કઈક આવું, રોષે ભરાયેલા પાકિસ્તાનીઓ બોલ્યા ભીખારીઓ સાથે આવું જ થાય છે….

23

બીઝીંગમાં આયોજિત વેલ્ટ એન્ડ રોડ સમીટમાં હાજરી આપવા માટે, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન ચાર દિવસના પ્રવાસમાં ચીનમાં પહોચ્યા, પરંતુ તેમનું અહી જે રીતે સ્વાગત થયું તેને લઈને પાકિસ્તાનના લોકોનો ગુસ્સો ટોચ પર છે.

પાકિસ્તાનના પીએમનું સ્વાગત કરવા કોઈ મોટો અધિકારી કે નેતા ન પહોચ્યો પરંતુ તેમનું સ્વાગત બીઝીંગની મ્યુનીસીપલ કમેટીની ડેપ્યુટી સેક્રેટરી જનરલ લી લીફેંગે કર્યું . ચીનને પોતાનું ખાસ મિત્ર કહેનાર પાકિસ્તાનની હટીને બદનામી કરવામાં આવી રહી છે.

નોંધપાત્ર છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ચીનના ચાર દિવસના પ્રવાસ પર જતા પહેલા કહ્યું હતું કે ચીન તેમનું સૌથી અંગત મિત્ર છે અને ભાઈ છે. તે પોતાના સારા મિત્ર રાષ્ટ્રપતિ જીનપીંગને મળવા માટે ઉત્સુક છે.

તેના પછી પાકિસ્તાનના પીએમ અને તેમની સાથે પાકિસ્તાનમાં ચીની રાજદૂત યાઓ જિંગ અને ચીનમાં પાકિસ્તાની રાજદૂત મસુદ ખાલીદ પણ એરપોર્ટ પહોચ્યા. અ દરમિયાન પોતે ઇમરાન ખાન પણ આ જોઇને ચોકી ઉઠ્યા કે તેમનું સ્વાગત કરવા માટે ચીન સરકારના ન તો કોઈ વરિષ્ઠ અધિકારી હાજર હતો અને ન તો સરકારનો કોઈ પ્રતિનિધિ.

પાકિસ્તાનના પીએમ સાથે કાર્યક્રમમાં શામેલ થવા રેલમંત્રી રાશીદ અહમદ, જળમંત્રી મોહમ્મદ ફૈસલ વાવડા, નાણાકીય સલાહકાર ડોક્ટર અબ્દુલ હાફીઝ શેખ સહીત ઘણા મંત્રી પણ ચીનના પ્રવાસે આવ્યા છે. આ બધાની વચ્ચે જ્યાં પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન ચીન સાથે પોતાની દોસ્તીના ગુણગાન ગાતા થાકતા ન હતા ત્યારેજ ચીન પહોચવા પર તેમના સ્વાગતથી ઇમરાન ખાનને જટકો લાગ્યો છે, ત્યારેજ અંતરાષ્ટ્રીય સ્તર પર તેમની ઈમેજ ખરાબ થઇ છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment