છોકરીઓને થાય છે આ જીવલેણ બીમારી, સૌથી વધુ થાય છે શિકાર, જાણો બીમારીને દુર કરવાનો ઉપાય

51

આજકાલની દોડધામવાળી લાઈફસ્ટાઇલમાં પુરુષોની સાથે સાથે મહિલાઓએ પણ ઘણી સ્વાસ્થ સમસ્યાઓથી લડવું પડે છે, જેમાં સૌથી પહેલી બ્લડ પ્રેશેર છે. હાઈ બ્લડ પ્રેશર હાલના સમયની લાઈફસ્ટાઈલમાં સામાન્ય વાત છે. . હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ત્યારે શરુ થાય છે જયારે હાર્ટની આર્ટરીજમાં પ્રેશર વધી જાય છે અથવા તે સંકોચાઈ જાય છે. એવામાં લોહીને બધાજ ઓર્ગન સુધી પહુચાડવા માટે વધુ પ્રેશર લગાડવું પડે છે. હાઈ બીપીની ફરિયાદ ખાવાપીવાની ખરાબ આદતો, તણાવ અને સારી રીતે ન સુવાને કારણે થાય છે. હાઈ બીપીના પ્રમુખ લક્ષણોમાં માથાનો દુખાવો, ચક્કર આવવા, અને ધબકારાનું તેજ થવું છે. . હાઈ બ્લડ પ્રેશર એક ગંભીર સમસ્યા છે અને તેનાથી પીડાતી મહિલાઓએ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાના ઉપાય વિશે વિચારવું જોઈએ. આવો જાણીએ કેવી રીતે મહિલાઓ હાઈ બ્લડ પ્રેશરને ઓછું કરી શકે છે.

જો તમે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પરેશાન છો તો પોતાની લાઈફસ્ટાઇલ બદલો. હેલ્ધી ડાઈટ અને થોડીક એકસરસાઈજ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. દરરોજ  ફીજીકલ એક્ટીવીટી કરવાથી દિલને ફીટ અને સ્ટ્રોગ કરી શકાય છે.

સ્વીમીંગ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટેની શ્રેષ્ઠ એકસરસાઈજ છે. સ્વીમીંગ એક લો ઈફેક્ટ એકસરસાઈજ છે અને તેને કોઈ પણ કરી શકે છે. દ અમેરીકન જર્નલ ઓફ કાર્ડિયોલોજીમાં પ્રકાશિત એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સ્વીમીંગથી સીસ્ટોલીક બ્લડ પ્રેશરને આરામથી ઓછુ કરી શકાય છે. આ તમારી બોડીની ઘણી મસલ્સ પર કામ કરે છે.

વર્ષ ૨૦૧૩ માં આર્ટેરિયોસ્ક્લેરોસિસ, થ્રોમ્બોસીસ અને વૈસ્કુલર બાયોલોજી એલમાં પ્રકાશિત અભ્યાસ મુજબ વોકિંગ તમારા દિલ માટે સારી હોય છે અને તેનાથી દિલની બીમારીઓના ખતરાને ઓછો કરી શકાય છે. બ્લડ પ્રેશર લેવલ, ઓસ્ટીયોપોરોસીસ અને ઘણા પ્રકારના કેન્સરોને પણ વોકિંગથી કંટ્રોલ કરી શકાય છે. સારું એ છે કે દરરોજ ચાલીસ મિનીટ વોક કરો, જેનાથી તમારુ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેશે.

સ્વીમીંગ અને વોકિંગની જેમ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે સાઈકલ ચલાવવી પણ ઉપયોગી થઇ શકે એવી એકસરસાઈજ છે. જર્નલ હાર્ટ એસોસીએસન મુજબ સાઈકલિંગથી પણ પોતાના બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકો છો. તેના સિવાય કોલસ્ટ્રોલ લેવલ, બ્લડ ગ્લૂકોજ અને વજનને પણ ઓછો કરી શકાય છે

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment