છોકરી ટ્રાયલ રૂમમાં ટોપ પહેરી રહી હતી, ત્યારે જ અચાનક તેના રૂમમાં આ વ્યક્તિ આવી ગયો, અને પછી જે થયું…

34

ભાઈ બહેન બંને પહોચ્યા પોલીસ સ્ટેશન, છોકરીએ રડતા રડતા જણાવી ટ્રાયલ રૂમની હકીકત

અપોલો ટાવરમાં સહેલી સાથે ખરીદી કરવા માટે ગયેલી ૨૨ વર્ષની એક વિધાર્થીની સાથે દુકાનદારે જ કરી છેડતી. સિવિલ સર્વિસીસની તૈયારી કરી રહેલી વિધાર્થીનીએ પોલીસને જણાવ્યું કે તે ટ્રાયલ રૂમમાં ટોપ પહેરીને ચેક કરી રહી હતી ત્યારેજ દુકાનદર ટેપ લઈને ચેન્જીગ રૂમમાં ઘુસી ગયો અને માપ લેવાના બહાને છેડતી કરવા લાગ્યો. બાબતમાં તુકોગંજ પોલીસે પ્રો-એક્ટીવ પોલીસીંગ દેખાડતા છોકરીની કાઉન્સેલિંગ કરી અને તેની ફરિયાદ પર કેસ દાખલ કરીને જડપથી દુકાનદારની ધરપકડ કરી લીધી.

આ ઘટના પછી પોલીસે અપોલો ટાવર એસોસીએશનને સુચના આપી કે તેમણે મહિલા ગારમેન્ટ્સની દુકાનો પર સેલ્સગર્લ જ રાખવી પડશે.જો દુકાનમાં સેલ્સમેન મળ્યા તો કડક કાર્યવાહી કરવામાં આવશે. એસપી પૂર્વ મોહમ્મદ યુસુફ કુરેશીએ જણાવ્યું કે શનિવારે અપોલો ટાવરના બેસમેન્ટમાં રજા જીન્સ પર છોકરીએ એક ટોપ પસંદ કર્યું અને તેને ટ્રાયલ રૂમમાં પહેરીને ચેક કરવા લાગી. ફીટીંગમાં ખામી હોવાના કારણે તેને પોતાની સહેલીને બુમ મારીને ફીટીંગ ચેક કરવા માટે કહ્યું. દુકાન સંચાલક મુજમીન ટ્રાયલ રૂમમાં ઘુસી ગયો.

છોકરીએ રડતા રડતા પોલીસ અધિકારીઓને દુકાનદારના કારનામાં જણાવ્યા

તે માપ લેવાના બહાને વિધાર્થીની છેડતી કરવા લાગ્યો. વિધાર્થીની તે સમયે એકલી હોવાના કારણે ભયભીત થઇ ગઈ હતી. તેણે પોલીસને જણાવ્યું કે ઘટના પછી તે દુકાનથી જતી રહી પરંતુ રાત્રે તેણે આ વાત પોતાના ભાઈને જણાવી તો ભાઈ રવિવારે તેને લઈને અપોલો ટાવર પહોચ્યો. તે છેડતી કરનારા દુકાનદાર સાથે વાત કરી રહ્યો હતો ત્યારેજ તુકોગંજ પોલીસના બીટના જવાન હેડ કોન્સ્ટેબલ સુભાષ અને સંજીવ અને રાહુલ પણ ત્યાંથી નીકળ્યા અને બાબત સમજવા માટે છોકરીને ઘટના વિશે પૂછ્યું. છોકરીએ રડતા રડતા પોલીસને દુકાન સંચાલકની હરકત જણાવી તો પોલીસ જવાનોની ટીઆઈ તહજીબ કાજીને ઘટનાની જાણકારી આપી. તેના પર કાજી મહિલા કોન્સ્ટેબલ માલતીને સાથે લઈને અપોલો ટાવર પહોચ્યા અને ત્યાં છોકરીની પ્રાથમિક પૂછપરછ કર્યા પછી દુકાનદારને પકડી લેવામાં આવ્યો. સખ્તીથી પૂછપરછ કરતા દુકાનદારે પણ છેડતી કર્યા હોવાનું સ્વીકારી લીધું અને તેને ત્યાંથી જ ધરપકડ કરી લેવામાં આવ્યો. પોલીસે મોડી રાતે તેની દુકાનને સીલ કરી નાખી

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment