છોકરીએ મંગાવી હતી સ્કર્ટ અને આવી ગઈ આ ચીજ, જોઇને થઇ ગઈ આશ્ચર્યચકિત અને પછી લીધો આ નિણર્ય…

28

આજકાલ દરેક માણસ ઘરે બેઠા ઓનલાઈન શોપિંગનો ઉપયોગ કરવા લાગ્યો છે. જેના દ્વારા એનો સમય પણ બચે છે અને જરૂરિયાત પણ આરામથી પૂરી થઇ જાય છે. આજે કોઈપણ વસ્તુની લોકોને જરૂરિયાત હોય છે તો એ ગ્રાહકના આંગળીઓના ઈશારા પર ઉપલબ્ધ હોય છે.

મિત્રો તમે ઘણી વખત ઓનલાઈન શોપિંગમાં ઓર્ડર પછી આવનારી વસ્તુના ઘણી પ્રકારના ફ્રોડ વિશે સાંભળ્યું હશે પરંતુ આજે અમે તમને એક એવા મામલા વિશે જણાવા જઈ રહ્યા છીએ જેના વિશે જાણીને તમે દંગ રહી જશો.

વાત એમ છે કે, ઇંગ્લેન્ડના સ્ટેફોર્ડશાયરમાં કીલે યૂનિવર્સિટીમાં ભણતી ૨૧ વર્ષીય છોકરી લિયોની પૈટીસન સાથે એક અજીબ ઘટના ઘટી છે. લિયોનીએ પ્રેટીલિટલથિંગ નામની વેબસાઈટમાંથી ઓનલાઈન શોપિંગ કરીને ૨૨૮૩ રૂપિયાની એક સ્કર્ટ ઓર્ડર કરી હતી. ઓર્ડરનું પૈકેટ ખોલતા જ લિયોનીએ સ્કર્ટ અને સાથે આવેલ સામાનને જોઇને આશ્ચર્યચકિત થઇ ગઈ.

જ્યારે લિયોની પૈટીસન પાસે ઓનલાઈન ઓર્ડર કરેલ સ્કર્ટનું પૈકેટ આવ્યું તો એને જોઇને એ ઘણી દંગ રહી ગઈ. કેમકે લિયોની પૈટીસનને પૈકેટ સાથે જ કોન્ડોમનું પૈકેટ પામ સાથે મળ્યું.

આ જોઇને લિયોની પૈટીસનને પ્રેટીલિટલથિંગ કંપની પર ખુબજ ગુસ્સો આવ્યો. ઓનલાઈન કંપનીની આ હરકત પછી લિયોની પૈટીસનનો ગુસ્સો સાતમા આકાશે પહોંચી ગયો જેના પછી લિયોની પૈટીસનએ સોશિયલ મીડિયા પર કંપનીની આ હરકતને જણાવી દીધી અને કંપનીની આ કરતૂતને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી.

પોતાના ગુસ્સાને વ્યક્ત કરતા લિયોનીએ ટ્વીટર પર આખી આપબીતી જણાવી સાથે જ આના ફોટાઓ પણ શેર કર્યા છે. આટલું જ નહિ, લિયોનીએ આ કંપનીને ખુબજ લતાડ પણ લગાવી છે. લિયોની પૈટીસનના ટ્વીટ પર લોકોએ ખુબ કોમેન્ટ કરી અને એ પણ કહ્યું કે આ કોન્ડોમનું પૈકેટ લિયોનીના બોયફ્રેન્ડનું હશે.

જોકે, આ ઘટના પછી પ્રેટીલિટલથિંગ કંપનીએ લિયોની પાસે પોતાની આ હરકત માટે માફી માંગી છે. સાથે જ કહ્યું છે કે આ મામલાની તપાસ કરવામાં આવશે ખરેખર આ ગ્રાહક સુધી કેવીરીતે પહોચ્યું. તેમજ કંપનીએ આ ગ્રાહકની ડીટેલ પણ માંગી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર

Leave a comment