છોકરીએ લગ્ન કરવા માટે પસંદ કરી “રજાઈ”, કારણ જાણીને તમે પણ હેરાન થઇ જશો…

35

તમે આજસુધી ઘણા પ્રકારના લગ્ન જોયા હશે, લોકો તેના લગ્નને યાદગાર બનાવવા માટે ક્યારેક પેરાશૂટમાં લગ્ન રચાવે છે તો કોઈ પાણીની નીચે એકબીજાને વીટી પહેરાવીને પોતાના પ્રેમને હાસિલ કરે છે. પણ આ બધા લગ્નને પાછળ મુકતા હાલમાંજ એક અનોખા લગ્ન થવાના છે. આ લગ્નની ખાસ વાત એ છે કે એક છોકરી બીજા છોકરાથી નહિ પણ પોતાની મનગમતી રજાઈની સાથે લગ્ન કરવાની છે. સાંભળીને હેરાન થઇ ગયા તમે, વાંચો આખી ખબર.

ઈંગ્લેન્ડના ડેવોન શહેરની રહેવા વાળી પાસ્કલ સેલિક જલ્દી જ લગ્નના બંધનમાં બંધાય જવાની છે. તેના લગ્નની ખાસિયત એ છે કે તેને લગ્ન માટે કોઈ છોકરાની નહિ પણ એક રજાઈની જરૂર છે. હકીકતમાં, 49 વર્ષની પાસ્કલ કોઈ છોકરાથી નહિ પણ એક રજાઈથી લગ્ન કરવા જઈ રહી છે. પાસ્કલ જે રજાઈથી લગ્ન કરવા માંગે છે, તેને duvet ના નામથી બોલાવવામાં આવે છે. આ રજાઈ સિન્થેટિક ફાઈબર અને ફેદરમાં મેળવીને બનાવેલી હોય છે.

પાસ્કલે પોતાના આ અનોખા લગ્નને ધૂમધામથી ઉજવવાનો પ્લાન કર્યો છે, જેમાં આમ લગ્નની જેમ જ ડાન્સ, જમવાનું બધાનો સમાવેશ હશે. આ લગ્ન માટે પાસ્કલ ગેસ્ટ માટે કાર્ડ પણ છાપી ચુકી છે. પાસ્કલ કહે છે કે લોકો ભલે તેના આ લગ્નને જજ કરે, પણ એવું કોઈ નથી જે રજાઈ વિના રહી શકે. પાસ્કલનું કહેવું છે કે તેને પોતાની રજાઈથી ખુબ જ અલગ સંબધ છે.

પાસ્કલે જણાવ્યું કે, duvet  હંમેશા મારી સાથે રહે છે અને મને હગ આપે છે. હું મારી રજાઈથી એટલો પ્રેમ કરું છું કે લોકોને બોલાવીને તેની સાથે લગ્ન કરવા માંગું છું. આ બંનેના લગ્ન 10 ફેબ્રુઆરીએ ડેવોનના ધ ગ્લોરિયસ આર્ટ હાઉસમાં આયોજિત થવાના છે.

લગ્નમાં આવવાવાળા મહેમાનો માટે પાસ્કલે એક અલગ ડ્રેસ કોડ પણ રાખ્યો છે, જેને લગ્નમાં આવવાવાળા બધા મહેમાનોને તેને ફોલો જરૂર કરવો પડશે. મહેમાનોને લગ્નમાં ગાઉન, પજામા અને સ્લીપર પહેરીને આવવાનું કહ્યું છે. એટલું જ નહિ આ લગ્નમાં તમને બીજા લગ્નની જેમ ખાલી હાથે નહિ પણ ગીફ્ટમાં ટેડી બિયર અને હોટ વોટર બોટલ્સ પણ લાવવાનું કહેવામાં આવ્યું છે. હદ તો ત્યારે થઇ જયારે પાસ્કલે પોતાના લગ્ન બાદ આ રજાઈ સાથે પોતાની હનીમૂન પણ પ્લાન કરવાની છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment